________________
૨૨૩
પર્વ ૨ જું તે ફળને ભજનાર પણ આપ જ છો.” રાજાએ કહ્યું-“આજ રાત્રિના ચરમ પ્રહરે વિજયાદેવીએ પણ આવાં જ સ્વપ્ન સ્કુટપણે જેયાં છે. જો કે એ મહાસ્વપ્ન સામાન્યણે પણ મોટાં ફળને આપનારાં છે અને પૂર્ણિમાનાં ચંદ્રિકિરણ જેવા આનંદકારી લાગે છે, તથાપિ સ્વપ્નના વિશેષ ફળને જાણનારા વિદ્વાનેને આ સ્વપ્નનું ફળ પૂછવું જોઈએ, કારણ કે ચંદ્રની કાંતિની પેઠે એ વિદ્વાનમાં કુવલયને આનંદ કરવાપણું છે.” કુમારે હા કહી એટલે રાજાએ આદર સહિત પ્રેરેલા પ્રતિહારે સ્વપ્નશાસ્ત્ર જાણનારા વિદ્વાનેને બે લાવ્યા.
પછી પ્રતિહારે પ્રથમ વિજ્ઞપ્તિ કરેલા તે નૈમિત્તિકો જાણે સાક્ષાત્ સ્વપ્નશાસ્ત્રના રહસ્ય હોય તેવા એ રાજાની આગળ હાજર થયા. તેમણે હૈયેલાં વેત વસ્ત્ર પહેરેલાં હતાં અને નાનથી તેમની કાંતિ નિર્મળ હતી; તેથી પર્વણીના ચંકની કાંતિએ આવૃત થયેલા જાણે તારા હોય તેવા તેઓ જણાતા હતા. મસ્તક ઉપર દુર્વાના અંકુરો નાખ્યા હતા, તેથી જાણે મુગટને ધારણ કરતા હોય અને કેશમાં પુષ્પ રાખ્યાં હતાં તેથી જાણે હંસ અને કમળ સહિત નદીઓના સમૂહ હોય તેવા તે શોભતા હતા. લલાટ ઉપર તેઓએ ગેરેચનના ચૂર્ણથી તિલક કર્યા હતાં, તેથી જાણે અમ્લાન જ્ઞાનરૂપી દીપશિખાઓથી શોભતા હોય તેવા જણાતા હતા અને અમૂલ્ય અલ્પ તેમજ સુંદર આભૂષણોથી તેમનાં શરીર અંકિત હતાં, તેથી જાણે સુંગધી અને થોડાં થોડાં પુષ્પવાળા ચૌત્રમાસનાં મુખવૃક્ષો હોય તેવા તેઓ શોભતા હતા. રાજાની પાસે આવી તેઓએ સર્વને કલ્યાણકારક આર્યકિત મંત્રવડે આશીર્વાદ આપ્યા. પછી ઉદ્યાનના પવન જેમ પુષ્પને વેરે તેમ તેમણે રાજાની ઉપર ક્ષેમકારી દુર્વા અક્ષરાદિક નાંખ્યા અને હંસે જેમ પદ્મિનીનાં પાત્ર ઉપર બેસે તેમ દ્વારપાળે બતાવેલાં રમણિક ભદ્રાસને ઉપર તેઓ બેઠા. રાજાએ પિતાની સ્ત્રીને અને વધુને મેઘની અંદર ચંદ્રલેખાની જેમ પડદાની અંદર બેસાડવા. પછી રાજાએ જાણે સાક્ષાત્ સ્વપ્નફળ હોય તેવાં પુષ્પ અને ફળ અંજલિમાં લઈને પત્ની અને વધુમાં સ્વપ્ન તેમને નિવેદન કર્યા. તેઓ પરસ્પર ત્યાં જ વિચારીને સ્વપ્નશાસ્ત્રને અનુસાર સ્વમના અર્થને આ પ્રમાણે કહેવા લાગ્યા -
હે દેવીસ્વપ્નશાસ્ત્રમાં બોતેર સ્વને કહ્યા છે, તેમાં જ્યોતિષ્ક દેવમાં ગ્રહના જેમ ત્રીશ સ્વને ઉત્કૃષ્ટ કહ્યાં છે. તે ત્રીશ સ્વપ્નમાં આ ચૌદ સ્વપ્નને તે શાસ્ત્રના ચતુર વિદ્વાનો મહાસ્વપ્ન કહે છે. જ્યારે તીર્થંકર અથવા ચક્રવતી ગર્ભમાં આવે છે ત્યારે તેની માતા અનુક્રમે સ્વપ્ન રાત્રિના ચોથા પહોરે જુએ છે. એમાંથી સાત સ્વમ વાસુદેવની માતા જુએ છે, ચાર બલભદ્રની માતા જુએ છે અને એક મંડલેશ્વરની માતા જુએ છે. એક સાથે બે તીર્થકર અને એક સાથે બે ચક્રવરી થતા નથી. એક માતાને પુત્ર તીર્થકર અને બીજી માતાના પુત્ર ચક્રવત્તી એમ થાય છે. ઋષભદેવના સમયમાં ભરત ચક્રી થયા છે અને અજિતનાથના સમયમાં સુમિત્રના પુત્ર સગરરાજા ચક્રી થશે તેમજ જિતશત્રુ રાજાના પુત્ર બીજા તીર્થંકર અજિત નામે થશે, એવું અત્ આગમથી અમે જાણેલું છે તેથી આ વિજયાદેવીના પુત્ર તે તીર્થંકર જાણવા અને વૈજયંતીના પુત્ર પખંડ ભારતના અધિપતિ ચકી જાણવા.” એવી રીતનાં સ્વપ્રફળ સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ નૈમિત્તિકેને ગ્રામ, ગરાસ, વસ્ત્ર અને અલંકાર વિગેરેના પારિતોષિક આપ્યાં. અહો ! મહાપુરુષ ગર્ભાવસની સ્થિતિમાં પણ લોકોને ઉપકારી જ થાય છે; કારણ કે તેમને જન્મમાત્ર કહેવાથી તે નૈમિત્તિકની જન્મ સુધીની દુઃસ્થિતિ નાશ પામી. કલ્પવૃક્ષની જેમ ચંદ્રપક્ષે કુલવય એટલે ચંદ્રવિકાસી કમળ અને અન્ય પક્ષે પૃથ્વીનું વલય,