________________
સગે બીજો
આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રની અંદર જાણે પૃથ્વીની શિરોમણિ હોય તેવી વિનીતા નામની નગરીને વિષે ત્રણ જગતના સ્વામી આદિતીર્થકર શ્રીષભદેવજીના મક્ષિકાળ પછી તેમના ઈવાકુવંશમાં અસંખ્ય રાજાઓ પોતાના શુભ ભાવવડે સિદ્ધિપદને અને સર્વાર્થસિદ્ધ વિમાનને પ્રાપ્ત થયા, અનંતર જિતશત્રુ નામે રાજા થયા. ઈફવાકુવંશને વિષે વિસ્તાર કરેલ છત્રરૂપ એ રાજા વિશ્વના સંતાપને હરણ કરનાર હતા. વિસ્તાર પામેલા. ઉજજવળ યશથી તેના ઉત્સાહ વિગેરે ગુણો ચંદ્રવડે નક્ષત્રોની પેઠે સનાથપણું પામ્યા હતા. તે સમુદ્રની જેવા ગંભીર હતા. ચંદ્રની જેવા અહ્લાદકારી હતા, શરણેષુને વજન ઘરરૂપ હતા અને લક્ષમીરૂપી લતાના મંડપ હતા. સર્વ મનુષ્ય અને દેવતાના હૃદયમાં સ્થાન કરનાર તે રાજા સમુદ્રમાં ચંદ્રની પેઠે એક છતાં પણ અનેકપણે જણાતા હતા. દિશાઓના ચક્રને આક્રાંત કરનારા પિતાના દુ:સહ તેજથી તે મધ્યાહ્નના સૂર્યની પેઠે સર્વ જગતને માથે તપી રહ્યા હતા. પૃથ્વી ઉપર રાજ્ય કરતા એ રાજાના શાસનને સર્વ રાજાઓ મુગટની પેઠે પિતાના શિર ઉપર ધારણ કરતા હતા. મેઘ જેમ પૃથ્વી પરથી જળ ગ્રહણ કરીને પાછું આપે તેમ તે પૃથ્વીમાંથી દ્રવ્ય ગ્રહણ કરી વિશ્વના ઉપકારને માટે પાછું આપતા હતા. નિત્ય તે ધર્મને માટે ચિંતવન કરતા, ધર્મને માટે બોલતા અને ધર્મને માટે વિચારતા હતા. એવી રીતે મન, વચન, કાયામાં તેને ધર્મને માટે જ નિબંધન હતું. તેને સુમિત્રવિજય નામે અસાધારણ પરાક્રમી એક નાને ભાઈ હતો, તે યુવરાજ પણાને ધારણ કરતો હતો.
પૃથ્વી ઉપર આવેલી જાણે દેવી હોય તેવી વિજ્યાદેવી નામે જિતશત્રુ રાજાને રાણી હતી. બે હસ્ત, બે ચરણ, બે નેત્ર અને મુખવડે જાણે વિકાસ પામેલા કમળના ખંડમય બની હોય તેવી તે દેવી શોભતી હતી, પૃથ્વીનું તે આભૂષણ હતી અને તેનું આભૂષણ શીલ હતું. તેના શરીર ઉપર બીજાં આભૂષણને ભાર (સમૂહ) હતું તે ફક્ત પ્રક્રિયાને માટે જ રાખ્યા હતા. સમગ્ર કળાને જાણતી અને અખિલ વિશ્વમાં શોભા પામતી, તેથી જાણે સરસ્વતી કે લક્ષમી પૃથ્વી ઉપર નિવાસ કરવાને માટે આવી હોય તેવી તે જણાતી હતી. સર્વ પુરુષમાં ઉત્તમ તે રાજા અને સર્વ સ્ત્રીઓમાં શિરોમણી તે રાણી–એ બન્નેને ગંગા અને સાગરની પેઠે સરખો યોગ થયેલ હતું. - હવે વિમલવાહન રાજાને જીવ વિજય નામે વિમાનથી ચ્યવને રત્નની ખાણ જેવી વિજયાદેવીની કુક્ષીને વિષે, વૈશાખ માસની શુકલ ત્રાદશીને દિવસે ચંદ્રને વેગ રોહિણી નક્ષત્રને વિષે આવ્યો હતો તે સમયે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર પુત્રરત્નપણે ઉત્પન્ન થયે, ગર્ભવાસ પામેલા તેમના પ્રભાવથી નારકીના જીવને પણ ક્ષણવાર સુખ ઉત્પન્ન થયું. તે રાત્રિના અતિ પવિત્ર ચોથા પ્રહરમાં વિજયાદેવીએ ચૌદ સ્વપ્ન જોયાં. તેમાં પ્રથમ સ્વપ્ન મદના સુગંધથી ભ્રમરનું મંડળ જેના ઉપર ભ્રમણ કરી રહ્યું હતું એ અને ગર્જનાએ મેઘને ઉલ્લંઘન કરનાર અરાવત હસ્તી જે હસ્તી જે. બીજે સ્વને ઊંચા શિંગવડે સુંદર શરઋતુના મેઘ જે શ્વેત અને સુંદર ચરણવાળે જાણે જગમ કલાસ પર્વત હોય તેવો વૃષભ જોયે. ત્રીજે સ્વપ્ન ચંદ્રકળા જેવા વદ નથી અને