________________
સર્ગ ૧ લે
૨૧૮ ઉપેક્ષા કરીને રહેતા હતા ( હંસ પરિસહ ૫). વા નથી અથવા આ વસ્ત્ર નઠારું છે એમ ઉભય રીતે તેઓ ઈચ્છતા ન હતા, પણ સમાધિથી અબાધિત થઈને લાભાલાભની વિચિત્રતાને જાણતા હતા (અલક પરિસહ ૬), ધર્મરૂપી આરામમાં પ્રીતિવાળા તે યતિ કદાપિ અરતિ કરતાં નહીં, પણ ચાલતાં, ઊભા રહેતાં અને બેસતાં સ્વસ્થતાને જ આશ્રય કરતા હતા (આરતી પરિસહ ૭). જેમને સંગરૂપી પંક જોઈ શકાય તેવું નથી એવી મોક્ષદ્વારની અર્ગલારૂપ સ્ત્રીઓને તે ચિંતવતા પણ નહીં; કારણ કે ફક્ત ચિંતવેલી પણ તેઓ ધર્મના નાશને માટે જ થાય છે (સ્ત્રી પરિસહ ૮). ગ્રામાદિકમાં અનિયમપણે રહેનારા તેથી સ્થાનિબંધ વર્જિત એવા તે મુનિમહારાજા બે પ્રકારના અભિગ્રહ સહિત એકલા જ વિચરતા હતા (ચર્યા પરિસહ ૯) સ્ત્રીરૂપ કંટકરહિત આ સનાદિકમાં બેસનારા તેઓ ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગોને નિઃસ્પૃહ અને નિર્ભય થઈ સહન કરતા હતા ( નિષદ્યા પરિસહ ૧૦). એ સંસ્તારો પ્રાતઃકાળમાં ત્યાગ કરવા યોગ્ય છે એમ ચિંતવી સારાનરસા સંસ્તારામાં સુખદુઃખ અને રાગદ્વેષ ન ધારણ કરતાં શયન કરતા હતા. (શમ્યા પરિસહ ૧૧), પિતાની ક્ષમાશ્રમણતાને જાણનારા તે મુનિ આક્રોશ કરનાર સામે આક્રોશ ન કરતાં ઉલટા તેને ઉપકાર માનતા હતા ( આક્રોશ પરિસહ ૧૨). તેઓને કોઈ વધાદિક કરતું હતું તે પણ જીવન નાશ ન કરવાના કારણથી, ક્રોધથી દુષ્ટતા જાણવાથી, ક્ષમા સહિત હેવાથી અને ગુણના ઉપાર્જનથી કેઈને સામા હણતા નહોતા (વધ પરિસહ ૧૩). બીજાઓએ આપેલા પદાર્થથી નિર્વાહ કરનારા યતિઓને યાચના કર્યા છતાં ન મળે તે પણ રસ ન કરવી જોઈએ એમ ધારી યાચના-દુ:ખને તેઓ ગણતા નહોતા અને ગૃહસ્થાશ્રમને પણ ઈચ્છતા નહતા ( યાચના પરિસહ ૧૪). તે પરને માટે અને પિતાના માટે બીજાથી અનાદિક મેળવતા અથવા નહીં પણ મળતું પરંતુ તેને લાભ થવાથી મદ ધરતા નહીં અને અલાભ થવાથી પિતાને કે પરને નિંદતા નહીં (અલાભ પરિસહ ૧૫). તેઓ રેગથી ઉદ્વેગ પામતા નહીં અને ચિકિત્સાને પણ ઈચ્છતા નહીં; પરંતુ શરીરથી આત્માને ભિન્ન જાણી અદીનહદયે વેદનાને સહન કરતા હતા. ( રેગ પરિસહ ૧૬ ), અપ અને બારીક વસ્ત્ર પાથરવાને લીધે પાથરેલા સંસ્તારમાંથી તૃણાદિકને સપર્શ થતે તેને તેઓ સહન કરતા હતા, પરંતુ મૃદુ સંસ્તારકને ઈચ્છતા નહોતા ( તૃણસ્પર્શ પરિસહ ૧૭ ). ગ્રીષ્મઋતુના તાપથી સર્વ અંગોને મળ ભીંજાઈ જતે તે પણ તે સ્નાન કે ઉદ્વર્તનને ઈચ્છતા નહીં (મળ પરિસહ ૧૮), સામા ઊભું થવું, અર્ચન કરવું અને દાન કરવું વિગેરે સત્કાર કિયાના તેઓ અભિલાષી થતા નહીં, સત્કાર ન થતા તે ખેદ પામતા નહીં અને સત્કાર થવાથી હર્ષ પામતા નહીં ( સત્કાર પરિસહ ૧૯), પ્રજ્ઞાવંતની પ્રજ્ઞા જોઈ અને પોતાની અજ્ઞતા જાણ ખેદ પામતા નહીં અને પ્રજ્ઞાની ઉત્કર્ષતાને પામીને મદ પણ કરતા નહીં (પ્રજ્ઞા પરિસહ ૨૦ ). જ્ઞાનનો લાભ અનુક્રમે થાય છે એમ જાણનારા તે મુનિ જ્ઞાનચરિત્રે યુક્ત છતા પણ હું અદ્યાપિ છદ્મસ્થ છું” એવા વિચારથી અજ્ઞાનપણાને પણ સહન કરતા હતા ( અજ્ઞાન પરિસહ ૨૧ ). જિનેશ્વર, તદુક્ત શાસ્ત્ર, જીવ, ધર્મ, અધર્મ અને ભવાંતર એ પરોક્ષ છે, તો પણ એ શુદ્ધદર્શની (સમ્યફવી) મુનિ તેને મિથ્યા માનતા નહોતા (સમ્યકત્વ પરિસહ ર૨). એવી રીતે મન વચન કાયાને વશ રાખનારા એ મુનિ સ્વયમેવ થયેલા કે પરે પ્રેરેલા શારીરિક અને માનસિક સર્વ પરિસહેને સહન કરતા હતા. - સ્વામી એવા શ્રીમત્ અહ“તના ધ્યાનમાં નિરંતર એકતાન કરી એ મુનિએ પોતાનું ચિત્ત રૌત્યવત્ સ્થિર કર્યું, સિદ્ધ, ગુરુ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાન અને સંઘને