________________
સર્ગ ૧ લે.
૨૧૨ જેવા પૂજ્ય પુરુષે અમારા જેવાના પુણ્યથી જ આ પૃથ્વી પર વિહાર કરે છે. અતિશય તૃણથી આચ્છાદન થયેલા અંધકૃપમાં ગાયની પેઠે લેકે આ અતિ ઘોર સંસારમાં વિષયસંબંધી સુખના ભ્રમવડે પડે છે તેમાંથી પ્રાણીઓની રક્ષા કરવાને આપ દયાળુ ભગવંત પ્રતિદિન ઘોષણાની પેઠે દેશના આપે છે. આ અસાર સંસારમાં ગુરુની વાણી જ પરમ સા૨ છે, પણ અતિ પ્રિય એવાં સ્ત્રી, પુત્ર અને બંધુઓ સારરૂપ નથી. હવે મારે વિદ્યત લેખા જેવી ચંચળ લક્ષ્મી, સેવતાં જ માત્ર મધુર એવા વિષ સમાન વિષયે અને ફક્ત આ લેકમાં જ મિત્ર સમાન એવાં સ્ત્રી-પુત્રથી સયું! તેઓની મારે કાંઈ જરૂર નથી, માટે હે ભગવન્! સંસારસમુદ્રને તરવામાં નૌકા સમાન એવી દીક્ષા મને આપે અને મારી ઉપર પ્રસન્ન થાઓ. હું નગરમાં જઈ મારા પુત્રને રાજ્ય સોંપીને આવું ત્યાં સુધી આપ દયાળુ પૂજયપાદે આ સ્થાન અલંકૃત કરવું.”
પછી ઉત્સાહ કરનારી ગિરાથી આચાર્યે કહ્યું-“હે રાજન ! તમારી ઈચ્છા ઉત્તમ છે. પૂર્વ જન્મના સંસ્કારને લીધે પ્રથમથી જ તમે તત્ત્વ જાણનાર છો તેથી દઢ માણસને હાથને ટેકો આપવાની જેમ તમને દેશના આપવી તે હેતુમાત્ર છે. ગોપાળકના વિશેષપણે કરીને જેમ ગાય કામધેનુ સમાન થાય છે તેમ તમારા જેવા પુરુષોએ ગ્રહણ કરેલી દીક્ષા તીર્થકરપણું સુધીના ફળને આપે છે. તમારી ઈચ્છા પૂર્ણ કરવાને માટે અમે અહીં જ રહીશું, કારણ મુનિઓ ભવ્ય જનના ઉપકારને માટે જ વિચરે છે.’ એવી રીતે સૂરિ મહારાજાએ કહ્યું એટલે રાજાઓમાં સૂર્ય સમાન તે રાજા તેમને પ્રણામ કરીને ઊભે થયે; કેમકે મનસ્વી પુરુષે નિશ્ચિત કાર્યમાં આળસ કરતા નથી. રાજાનું ચિત્ત જે કે આચાર્યના ચરણકમલમાં લગ્ન થયું હતું, તે પણ હઠથી જેમ દુર્ગભા સ્ત્રીની પાસે જાય તેમ પિતાના મંદિર તરફ ગયે. ત્યાં સિંહાસન ઉપર બેસી પોતાના રાજ્યરૂપી ભુવનના સ્તંભરૂપ મંત્રીઓને આ પ્રમાણે કહ્યું –
હે મંત્રીઓ ! આમ્નાય (પરંપરા)થી જેમ આ રાજ્યરૂપી ગૃહમાં અમે રાજા છીએ તેમ સ્વામીના અર્થમાં એક મહાવ્રતવાળા તમે મંત્રીઓ છો. તમારા મંત્રબળથી જ
મેં આ મેદિનીને સાધી છે; તેમાં અમારી ભુજાબળને ઉપક્રમ ફક્ત નિમિત્ત માત્ર છે. - ભૂમિને ભાર જેમ ઘોદધિ, ઘનવાન અને તનુવાતે ધારણ કરેલ છે તેમ તમે આ મારી . ભૂમિને ભાર ધારણ કર્યો છે. હું તે દેવતાની પેઠે વિષયની આસક્તિમાં પ્રમાદી થઈ રાત્રિ દિવસ વિવિધ ક્રીડાના ૨૫માં મગ્ન થયેલ હતું. રાત્રિએ દીવાથી જેમ ખાડો જણાય તેમ અનંત ભવમાં દુઃખ આપનાર આ પ્રમાદ, ગુરુના પ્રસાદરૂપી દીવાથી આજે મારા જાણવામાં આવ્યો છે. મેં અજ્ઞાનથી ઘણા કાળ સુધી આ આત્માને આત્માવડે જ વંચિત કર્યો છે, કારણ કે પ્રસરતા અંધકારમાં ચક્ષુવાળો પુરુષ પણ શું કરી શકે? અહો ! આટલા કાળ સુધી આ દુર્દમ એવી ઇદ્રિ તોફાની ઘેડાની પેઠે મને ઉન્માર્ગમાં લઈ ગઈ. દુષ્ટ બુદ્ધિવાળા મેં વિભિતક (ભીલામાનું ઝાડ) વૃક્ષની છાયાની સેવા જેવી પરિણામે અનર્થ આપનારી આ વિષયસેવા અદ્યાપિ પર્યત કરી. ગંધહસ્તી જેમ બીજા હાથીઓને મારે તેમ બીજાના પરાક્રમને નહીં સહન કરનારા એવા મેં દિગવિજયમાં નિરપરાધી રાજાઓને માર્યા. બીજા રાજાઓની સાથે સંધિ વિગેરે છ ગુણોને નિરંતર જોડનારો જે હું તેની તાડવૃક્ષની છાયાની જેમ સત્ય વાણુ કેટલી? અર્થાત્ બીલકુલ નહીં. મેં જન્મથી બીજા રાજાઓના રાજ્યને છીનવી લેવામાં અદત્તાદાન જ આદર્યું છે. રતિસાગરમાં મગ્ન થયેલા મેં કામદેવને જાણે શિષ્ય હોઉં તેમ નિરંતર અબ્રહ્મચર્ય જ આદર્યું છે. પ્રાપ્ત થયેલા અર્થોથી અતૃપ્ત અને અપ્રાપ્ત