________________
સગ ૧ લો
- ૨૧૦
મેઘ સમાન, માનરૂપી વૃક્ષમાં ગજ સમાન, માયારૂપી સપિમાં ગરૂડ સમાન, લેભરૂપી પર્વતમાં વજા સમાન, મેહરૂપી અંધકારમાં સૂર્ય સમાન, તારૂપી અગ્નિમાં અરણિ સમાન, ક્ષમારૂપી સર્વસ્વના પૃથ્વી સમાન અને બેધિબીજરૂપી જળની એક નીક સમાન હતા. તેમની ચિતરફ સાધુઓને સમુદાય બેઠેલે હવે તેમાંના કેઈ ઉત્કટિક આસને બેઠા હતા, કઈ વીરાસન કરી બેઠેલા હતા, કેઈ વાસનને સેવતા હતા, કેઈ પદ્માસને બેઠેલા હતા, કઈ દેહિક આસનથી રહેલા હતા, કોઈ ભદ્રાસને રહ્યા હતા, કેઈ દંડાસન કરી બેઠા હતા, કેઈ વઘુલિક આસન કરી રહ્યા હતા, કેઈ ક્રૌંચપક્ષીવત્ આસન કરી બેઠા હતા, કોઈ હસાસન કરી રહ્યા હતા, કેઈ પર્યકાસને બેઠા હતા, કોઈ ઉષ્ટ્રાસન કરી બેઠા હતા, કોઈ ગરૂડાસન કરી રહ્યા હતા, કેઈ કપાલીકરણ કરી બેઠા હતા. કેઈ આમ્રકુબ્બાસને રહ્યા હતા, કોઈ સ્વસ્તિકાસન ધારણ કરી બેઠા હતા, કઈ દંડપદ્માસન કરી રહ્યા હતા, કઈ સપાશ્રય આસને રહ્યા હતા, કઈ કાત્સગે રહ્યા હતા અને કોઈ વૃષભાસન કરી રહ્યા હતા. રણભૂમિમાં સુભટોની પેઠે વિવિધ ઉપસર્ગોને સહન કરતા તેઓ પોતાના શરીર ઉપર પણ નિરપેક્ષપણું રાખીને પોતાના પ્રતિશ્રવ ( અંગીકૃત) ને નિર્વાહ કરતા હતા, અંતરંગ શત્રુઓને જીતતા હતા, પરિષહને સહન કરતા હતા અને તપધ્યાનમાં તેઓ સમર્થ હતા. રાજાએ આચાર્ય પાસે આવી વંદના કરી, તે વખતે થયેલી પુલકાવળીના મિષથી જાણે અંકુરિત થયેલી ભક્તિને ધારણ કરતા હોય તે તે જણાતો હતો. આચાર્ય મહારાજાએ મુખ પાસે મુખવચિકા રાખી સર્વ કલ્યાણની માતારૂપ “ધર્મલાભ” એવી આશિષ આપી. પછી કાચબાની પેઠે શરીર સંકે ચી, અવગ્રહભૂમિ છોડીને રાજા અંજલિ જેડી ગુરુમહારાજાની આગળ બેઠો અને એકતાનવાળું મન કરી ઈદ્ર જેમ તીર્થંકર પાસેથી દેશના સાંભળે તેમ આચાર્યવર્ય પાસેથી દેશના સાંભળી. શરદઋતુથી જેમ ચંદ્રની ઉજવલતા વિશેષ થાય તેમ તે દેશનાથી રાજાને ભવવૈરાગ્ય વિશેષ થે. પછી આચાર્યના ચરણને વાંદી, અંજલિ જેડી, વિનયગર્ભિણી ગિરાથી રાજાએ આ પ્રમાણે કહ્યું –
હે ભગવંત! સંસારરૂપી વિષવૃક્ષના અનંત દુઃખરૂપ ફળને અનુભવ કરતાં છતાં પણ મનુષ્ય વૈરાગ્યને ભજતા નથી, તેમ છતાં આપને સંસારને વિષે વિરાગ્ય કેમ ઉત્પન્ન થયે? તેમાં કાંઈ પણ આલંબન કારણભૂત હોવું જોઈએ, માટે આપ કૃપા કરીને કહે.” તેણે એવી રીતે પૂછવાથી પિતાના દાંતનાં કિરણની ચંદ્રિકાથી આકાશતળને ઉજજવળ કરતાં આચાર્ય મહારાજા પ્રસન્ન થઈને બોલ્યા- “હે નૃપ ! આ સંસારમાં બુદ્ધિવંતને સર્વ વૈરાગ્યનાં જ કારણ છે, તેમાં કેઈ ને કોઈ કારણ વૈરાગ્યના હેતુવિશેષપણે થાય છે. હું પૂર્વે ગૃહવાસમાં હતો ત્યારે એક દિવસે હાથી, ઘોડા, રથ અને પાયદળ સહિત દિવિજય કરવા નીકળ્યા. તેવામાં માર્ગની અંદર ચાલતાં એક ઘણો સુંદર બગીચો મારા જોવામાં આવ્યા. વિશાળ વૃક્ષોની છાયાથી મનોહર એ તે બગીચો, જગતમાં ભ્રમણ ક ખેદ પામેલી લક્ષમીનું જાણે વિશ્રામગૃહ હોય તેવું જણાતું હતું. કેકેલ વૃક્ષોને ચપલ પલ્લવેથી જાણે નાચતે હોય, વિકાસ પામેલી મહિલકાના પુષ્પગુચ્છોથી જાણે હસતે હોય, ખીલેલા કંદબપુષ્પના સમૂહથી જાણે રોમાંચિત થયા હોય, ફુલેલા કેતકી પુરપોરૂપી નેત્રોથી જાણે જેતે હોય, પોતાની શાલ અને તાડના વૃક્ષરૂપી ઊંચી ભુજાઓથી જાણે દૂરથી સૂર્યનાં તપ્ત કિરણોને ત્યાં પડતાં નિષેધ કરતો હોય, વડનાં વૃક્ષોથી જાણે વટેમાર્ગુઓને ગુપ્તસ્થાન આપતે હોય, નીકથી જાણે પગલે પગલે પાઘને તૈયાર કરતે હોય, ઝરતા પાણીના