________________
પત્ર ૧ લું
૨૦૧
સિ ંહસેન રાજાના કુળમાં મ*ગળદીપક સમાન અને સુયશાદેવીના પુત્ર હે અનંતભગવાન્ ! તમે અન`ત સુખ આપેા.
સુત્રતાદેવીરૂપ ઉદયાચળની તળેટીમાં સૂર્યરૂપ અને ભાનુરાજાના પુત્ર એવા હે ધર્યુંનાથ પ્રભુ ! તમે ધર્મને વિષે મારી બુદ્ધિ સ્થાપન કરો.
વિશ્વસેન રાજાના કુળમાં આભૂષણરૂપ અને અચિરાદેવીના પુત્ર હે શાંતિનાથ ભગવાન્! તમે અમારા કની શાંતિને માટે થાએ.
શૂર રાજાના વશરૂપ આકાશમાં સૂર્ય સમાન, શ્રીદેવીના ઉત્તરથી ઉત્પન્ન થયેલા અને કામદેવનું ઉન્મથન કરનારા હે જગત્પતિ કુંભનાથ ! તમે જય પામે.
સુદર્શન રાજાના પુત્ર અને દેવી માતારૂપ શરદલક્ષ્મીમાં કુમુદ સમાન એવા હે અાથ ! તમે મને સંસાર તરવારૂપ વૈભવ આપે.
કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન અને કર્મ ક્ષય કરવામાં મહામત્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા હે મલ્લિનાથ ! તમે માક્ષલક્ષ્મી આપેા.
સુમિત્ર રાન્તરૂપી હિમાચલમાં પદ્મદ્રહ સમાન અને પદ્માવતી દેવીના પુત્ર હે મુનિસુવ્રત પ્રભુ ! તમને હું નમસ્કાર કરું છું.
વપ્રાદેવીરૂપ વખાણુની પૃથ્વીમાં વજ્ર સમાન- વિજયરાજાના પુત્ર અને જેમના ચરણકમળ જગતને નમસ્કાર કરવા ચેાગ્ય છે એવા હે નમિપ્રભુ! તમને નમસ્કાર કરું છું. સમુદ્ર (વિજય) ને આનંદ કરવામાં ચંદ્રરૂપ, શિવાદેવના પુત્ર અને પરમ દયાળુ એવા હે મેાક્ષગામી અરિષ્ટનેમિ ભગવન્ ! તમને હું નમસ્કાર કરું છું.
અશ્વસેન રાજાના કુળમાં ચૂડામણિરૂપ અને વામાદેવીના પુત્ર એવા તમને નમસ્કાર કરું છું.
પાર્શ્વનાથ !
સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયમાં આશ્વાસનરૂપ અને સિદ્ધિપ્રાપ્તિના અને સિદ્ધ કરનારા હે મહાવીરપ્રભુ ! તમને વંદન કરું છું.
· એવી રીતે પ્રત્યેક તીર્થંકરને સ્તુતિપૂર્વક નમસ્કાર કરીને મહારાજા ભરત એ સિંહનિષદ્યા ચૈત્યની બહાર નીકળ્યા અને પ્રિયમિત્રની પેઠે એ સુંદર ચૈત્યને વાંકા વળી પાછી નજરે જોતાં જોતાં અષ્ટાપદ પર્વત ઉપરથી નીચે ઉતર્યા. પેાતાનું મન તે પર્વતમાં લગ્ન થયેલું હોવાથી જાણે વસ્ત્રના છેડા ભરાયા હોય તેમ અયેય્યાપતિ મંદ મંદ ગતિએ અસાધ્યા તરફ ચાલ્યા. શાકના પૂરની જેમ રૌન્યથી ઉડેલી રજવડે દિશાઓને આકુળ કરતા શેકાત ચક્રી અયેાધ્યાની સમીપે આવી પહેાંચ્યા. જાણે ચક્રીના સહેાદર હોય તેમ તેમના દુઃખથી અત્યંત દુઃખી થયેલા નગરજનેાએ સાશ્રુષ્ટિએ જોયેલા મહારાજાએ પાતાની વિનીતાનગરીમાં પ્રવેશ કર્યાં. પછી ભગવંતને સ‘ભારીને વૃષ્ટિ પછી અવશેષ રહેલા મેઘની પેઠે અશ્રુજળનાં ખિજ્જુને વરસાવતા તેઓ પેાતાના રાજમહેલમાં પેઠા. દ્રવ્યહરણ થયેલ પુરુષ જેમ દ્રવ્યનુ જ ધ્યાન કર્યા કરે, તેમ પ્રભુરૂપી ધન હરણ થવાથી તેમણે ઊમા રહેતાં, ચાલતાં, સૂતાં અને જાગતાં, બહાર અને અંદર રાતદિવસ પ્રભુનું જ ધ્યાન કરવા માંડ્યું. બીજા હેતુથી પગ પેાતાની પાસે અષ્ટાપદ્મ પત તરફથી આવનારા પુરુષોને, તેઓ જાણે પૂની પૂંઠે પ્રભુને માટે કાંઇ કહેવા આવ્યા હેાય તેમ માનવા લાગ્યા.
૨૬: