________________
પર્વ ૧ લું વજય ગળ ડાબલામાં પ્રભુની ડાઢાને આરોપણ કરીને પ્રતિદિવસ તેની પૂજા કરવા લાગ્યા. તેના પ્રભાવથી તેમને હંમેશાં વિજય મંગળ થવા લાગ્યું.
ભરતરાજાએ પ્રભુના સંસ્કાર સમીપની ભૂમિ ઉપર ત્રણ ગાઉ ઊંચે અને જાણે મોક્ષ મંદિરની વેદિકા હોય તે સિંહનિષદ્યા નામે પ્રાસાદ રત્નમય પાષાણુથી વાદ્ધકિરન પાસે કરાવ્યું. તેની તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિક રત્નના ચાર રમણીક દ્વાર કરાવ્યાં, અને તે દરેક દ્વારની બંને તરફ શિવલક્ષ્મીના ભંડારની જેવા રત્નમય ચંદનના સેળ કળશો રચાવ્યા. દરેક દ્વારે જાણે સાક્ષાત્ પુણ્યવઠ્ઠી હોય તેવાં સોળ સેળ રનમય તોરણો રચાવ્યાં, પ્રશસ્તિ લિપિના જેવી અષ્ટ મંગળિકની સેળ સેળ પંક્તિઓ રચી અને જાણે ચાર દિકપાળની સભા ત્યાં લાવ્યા હોય તેવા વિશાળ મુખમંડપ કરાવ્યા. તે ચાર મુખમંડપની આગળ ચાલતાં શ્રીવલીમંડપની અંદર ચાર પ્રેક્ષાસદન મંડપ કરાવ્યા. તે પ્રેક્ષા મંડપોની વચમાં સૂર્યબિંબને ઉપહાસ્ય કરનારાં વામય અક્ષવાટ રચ્યા અને દરેક અક્ષવાટની મધ્યમાં કમલમાં કર્ણિકાની જેમ એક એક મનહર સિંહાસન રચ્યું. પ્રેક્ષામંડપની આગળ એકેક મણિપીઠિકા રચી, તેની ઉપર રત્નના મનહર રમૈત્યસ્તૂપ રચ્યા અને તે દરેક ચિત્યતૃપમાં આકાશને પ્રકાશ કરનારી દરેક દિશાએ મેટી મણિપીઠિકા રચી. તે મણિપીઠિકાની ઉપર ચૈત્યસ્તૂપની સન્મુખ પાંચશે ધનુષના પ્રમાણુવાળી રત્નનિર્મિત અંગવાળી, ઋષભાનન, વદ્ધમાન, ચંદ્રાનન, વારિણ એ નામની ચાર, પર્યકાસને બેઠેલી, મનોહર, નેત્રરૂપી પિયણને ચંદ્રિકા સમાન; નંદીશ્વર મહાદ્વીપના ચૈત્યની અંદર છે તેવી, શાશ્વત જિનપ્રતિમાઓ રચાવીને સ્થાપના કરી. તે દરેક ચૈત્યસ્તૂપની આગળ અમૂલ્ય માણિકયમય વિશાળ એવી સુંદર પીઠિકાઓ રચી. તે દરેક પીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષ રચ્યું. દરેક ચિત્યવૃક્ષની પાસે બીજી એકેક મણિપીઠિકા રચી અને તેની ઉપર એ ઈદ્રધ્વજ ર. જાણે દરેક દિશાએ ધમેં પિતાના જયઘંભ આરોપ્યા હોય તેવા તે ઈદ્રવજ જણાતા હતા. દરેક ઈદ્રધ્વજની આગળ ત્રણ પગથી અને તે રણોવાળી નંદા નામે પુષ્કરિણી (વાવડી) રચી. સ્વચ્છ, શીતળ જળથી ભરેલી અને વિચિત્ર કમળોથી શેભતી તે પુષ્કરિણીઓ દધિમુખ પર્વતના આધારભૂત પુષ્કરિણી જેવી મનોહર લાગતી હતી.
તે સિંહનિષદ્યા નામના મહાચૈત્યના મધ્ય ભાગમાં મોટી મણિપીઠિકા બનાવી અને સમવસરણની જેમ તેના મધ્ય ભાગમાં વિચિત્ર રત્નમય એક દેવચ્છેદક રચે. તેની ઉપર વિવિધ વર્ણનાં વસ્ત્રને ચંદરવો બનાવ્યો, તે અકાળે પણ સંધ્યા સમયના વાદળાંની શોભા ઉત્પન્ન કરતો હતો. તે ચંદરવાની અંદર અને પડખે વજામય અંકુશો રચ્યા હતા, તથાપિ ચંદરવાની શોભા તો નિરંકુશ થઈ રહી હતી. તે અંકુશમાં કુંભની જેવા ગોળ અને આમળાનાં ફળ જેવા સ્થળ મુક્તાફળથી રચેલા અમૃતની ધારા જેવા હાર લટકતા હતા. તે હારના પ્રાંત ભાગમાં નિર્મળ મણિમાલિકા રચી, તે જાણે ત્રણ જગતમાં રહેલી મણિઓની ખાણોમાંથી વાનકી લાવ્યા હોય તેવી જણાતી હતી. મણિમાલિકાના પ્રાંતભાગમાં રહેલી નિર્મળ વા માલિકા, સખીઓની જેમ પોતાની કાંતિરૂપ ભુજાથી પરસ્પર આલિંગન કરતી હોય તેવી જણાતી હતી. તે રૌત્યની ભીતોમાં વિચિત્ર મણિમયે ગવાક્ષ (ગેખલા) રચ્યા હતા, તેના પ્રભાપટલથી જાણે તેમાંથી જવનિકા (પડદા) ઉત્પન્ન થયેલ હોય તેવા જણાતા હતા, તેમાં બળતા અગુરુ ધૂપના ધુમાડા તે પર્વત ઉપર નેવી ઉત્પન્ન થયેલી નીલચૂલિકાના ભ્રમને આપતા હતા.