________________
પવ ૧ લું
૧૯૭
ભગવાન ઋષભદેવજી જુદા જુદા દેશમાં વિહાર કરીને, ચક્ષુદાનથી અંધની જેમ ભવી પ્રાણીઓ પર ધિબીજ (સમકિત) ના દાનથી અનુગ્રહ કરતા હતા. કેવળજ્ઞાન થયું ત્યારથી માંડીને પ્રભુને પરિવારમાં ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ ને પચાસ હજાર શ્રાવકે, પાંચ લાખ ને ચોપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતશે ને પચાસ ચૌદપૂર્વ, નવ હજાર અવધિજ્ઞાની, વીશ હજાર કેવળજ્ઞાની અને છશે વૈક્રિયલબ્ધિવાળા, બાર હજાર ને સાડા છશે મનઃપર્યાવજ્ઞાની, તેટલા જ વાદીઓ અને બાવીશ હજાર અનુત્તર વિમાનવાસી મહાત્માઓ થયા. વ્યવહારમાં જેમ પ્રજાનું સ્થાપન કર્યું હતું તેમ આદિ તીર્થકરે ધર્મમાગમાં એ પ્રમાણે ચતુર્વિધ સંઘને સ્થાપન કર્યો. દીક્ષા સમયથી લક્ષ પૂર્વે ગયા તે સમયે પિતાને મોક્ષકાળ નજીક જાણી એ મહાત્મા પ્રભુ અષ્ટાપદ તરફ પધાર્યા. તે પર્વતની નજીક આવેલા પ્રભુ પરિવાર સહિત મેક્ષરૂપી મહેલના પગથીઆ જેવા તે પર્વત ઉપર ચડયા. ત્યાં દશ હજાર મુનિઓની સાથે ભગવંતે ચતુર્દશ તપ ( છ ઉપવાસ ) કરીને પાદપપગમન અનશન કર્યું.
વિશ્વપતિ પ્રભુને આવી રીતે રહેલા જાણીને પર્વતપાલકોએ તે વૃત્તાંત તરત જ ભરત રાજાને નિવેદન કર્યો. પ્રભુએ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કર્યાનું સાંભળીને જાણે અંતઃકરણમાં શલ્ય પઠું હોય તેમ ભરતરાજા શોકથી પીડિત થયા અને વૃક્ષ જેમ જળબિંદુને મૂકે તેમ ઘણું શેકરૂપી અગ્નિથી પીડિત થયેલા તેઓ અશ્રુજળ છોડવા લાગ્યા. પછી દુર્વાર દુઃખથી પીડિત થયેલા તેઓ અંતઃપુર પરિવાર સહિત પાદચારીપણે અષ્ટાપદ તરફ ચાલ્યા. રસ્તે કઠેર કાંકરાને પણ તેણે ગણ્યા નહીં, કારણ કે હર્ષની જેમ શોકથી પણ વેદના જણાતી નથી. કાંકરાથી દબાયેલા તેમના ચરણમાંથી રુધિરની ધારા વહેવા લાગી; તેથી જાણે અળતાના ચિહ્નવાળી હોય તેવી તેના ચરણનાં પગલાંની પદ્ધતિ પડતી ગઈ. પર્વત ઉપર ચડવામાં એક ક્ષણવાર પણ ગતિમાં વિધ ન થાઓ એમ ધારી તેઓ સામા આવેલા લોકોને પણ ગણતા નહતા. તેના માથા ઉપર છત્ર હતું, તે પણ તે ઘણુ તત થઈને ચાલતા હતા; કારણ કે મનને તાપ અમૃતવૃષ્ટિથી પણ શાંત થતો નથી, શાકમાં ગ્રસ્ત થયેલા ચક્રી હાથનો ટેકો આપનારા સેવકોને પણ માર્ગમાં આડાં આવેલાં વૃક્ષેની શાખાના પ્રાંત ભાગની જેમ દૂર કરતા હતા. સરિતાના વિસ્તારમાં ચાલતું નાવ જેમ તીરનાં વૃક્ષોને પાછળ કરે તેમ આગળ ચાલતા છડીદારોને તેઓ વેગથી પાછળ કરતા હતા. ચિત્તના વેગની જેમ ચાલવામાં ઉત્સુક એવા તેઓ પગલે પગલે ખલના પામતી ચામરધારિણીની રાહ પણ જોતા ન હતા. વેગપૂર્વક ચાલવાથી ઉછળી ઉછળીને છાતી ઉપર અથડાવાને લીધે બૂટી ગયેલા મોતીના હારને પણ તેઓ જાણતા નહોતા. પ્રભુના ધ્યાનમાં તેમનું મન હોવાથી તેઓ પાસે રહેલા ગિરિપાળકોને ફરીફરીને પ્રભુની વાર્તા પૂછવા માટે છડીદાર દ્વારા બેલાવતા હતા. ધ્યાનમાં રહેલા યોગીની જેમ તે રાજા બીજું કાંઈ જોતા નહોતા અને કેઈનું વચન સાંભળતા નહોતા. ફક્ત પ્રભુનું જ ધ્યાન કરતા હતા. વેગવડે માર્ગને જાણે ટૂંકે--નાને કર્યો હોય તેમ પવનની જેમ ક્ષણવારમાં તેઓ અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. સાધારણ માણસની જેમ પાદચારી છતાં પરિશ્રમને ન જાણનારા ચકી અષ્ટાપદ ઉપર ચડયા. શોક તેમજ હષથી આકુલ થયેલા તેમણે પર્યકાસને બેઠેલા જગત્પતિને જોયા. પ્રભુને પ્રદક્ષિણ દઈ, વંદન કરી, દેહની છાયાની જેમ પડખે બેસી ચક્રવત્તી ઉપાસના કરવા લાગ્યા. ૨૫