________________
પર્વ ૧ લું
૧૮૯
વાસુદેવ થશે. તેમની સીરોર ધનુષની કાયા અને બહોતેર લાખ વર્ષનું આયુષ થશે, તે વાસુપૂજ્ય જિનેશ્વરના વિહાર સમયમાં થઈને અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. દ્વારકામાં ભદ્ર રાજા અને પૃથ્વીદેવીના પુત્ર સ્વયભુ નામે ત્રીજા વાસુદેવ સાઠ ધનુષની કાયાવાળા, સાઠ લાખ વર્ષના આયુષ્યવાળા અને વિમલપ્રભુને વંદન કરનારા થશે. તે અંતે આયુષ પૂર્ણ કરી છઠ્ઠી નરકભૂમિમાં જશે. તે જ નગરીમાં પુરુષોત્તમ નામે ચોથા વાસુદેવ સમરાજા અને સીતાદેવીના પુત્ર થશે; તેમની પાસે ધનુષની કાયા થશે. તેઓ અનંતનાથ પ્રભુના સમયમાં ત્રીસ લાખ વર્ષનું આયુષ પૂર્ણ કરી અંતે છઠ્ઠી નરકભૂમિમાં જશે. અશ્વપુર નગરમાં શિવરાજ અને અમૃતાદેવીના પુત્ર પુરુષસિંહ નામે પાંચમાં વાસુદેવ ચાલીશ ધનુષની કાયા અને દશ લાખ વર્ષના આયુષવાળા થશે. ધર્મનાથ જિનેશ્વરના સમયમાં આયુષને પૂર્ણ કરીને તે છઠ્ઠી નરકભૂમિમાં જશે. ચક્રપુરીમાં મહાશિર રાજા અને લક્ષમીવતીના પુત્ર પુરુષપુંડરીક નામે છઠ્ઠા વાસુદેવ થશે. તેમની ઓગણત્રીશ ધનુષની કાયા
પાંસઠ હજાર વર્ષનું આયુષ થશે. અરનાથ અને મલ્લિનાથના અંતરમાં આયુષ પૂર્ણ કરી તે છઠ્ઠી નરકમાં જશે. કાશી નગરમાં અગ્નિસિંહ રાજા અને શેષવતી રાણીના પુત્ર દત્ત નામે સાતમા વાસુદેવ છવીશ ધનુષની કાયા અને છપ્પન હજાર વર્ષના આયુષવાળા થશે અને તેઓ પણ અરનાથ તથા મલ્લિનાથના અંતરમાં જ આયુષ પૂર્ણ કરી પાંચમી નરકભૂમિમાં જશે. અયોધ્યા (રાજગૃહ)માં દશરથ રાજા અને સુમિત્રા રાણીના પુત્ર લક્ષ્મણ (નારાયણ) નામે આઠમા વસુદેવ થશે; તેમની સેવ ધનુષની કાયા અને બાર હજાર વર્ષનું આયુષ થશે. મુનિસુવ્રત અને નમિનાથ તીર્થકરના અંતરમાં આયુષ પૂર્ણ કરીને ચા થી નરકભૂમિમાં જશે, મથુરાનગરીમાં વસુદેવ અને દેવકીજીના પુત્ર કૃષ્ણ નામે નવમાં વાસુદેવ દશ ધનુષની કાયા અને એક હજાર વર્ષના આયુષવાળા થશે. નેમિનાથના સમયમાં મૃત્યુ પામીને તેઓ ત્રીજી નરકભૂમિમાં જશે.
ભદ્રા નામની માતાથી અચળ નામે પહેલા બળદેવ * પંચાસી લાખ વર્ષના આચષવાળા થશે. સુભદ્રા માતાથી વિજય નામે બીજા બળદેવ થશે, તેમનું પંચોતેર લાખ વર્ષનું આયુષ થશે. સુપ્રભા માતાથી ભદ્ર નામે ત્રીજા બળદેવ પાંસઠ લાખ વર્ષના આયુષવાળા થશે. સુદર્શન માતાથી સુપ્રભ નામે ચોથા બળદેવ પંચાવન લાખ વર્ષના આયુષવાળા થશે. વિજયા માતાના સુદર્શન નામે પાંચમાં બળદેવ સત્તર લાખ વર્ષના આ ચષવાળા થશે. વૈજયંતી માતાથી આનંદ નામે છઠ્ઠા બળદેવ પંચાશી હજાર વર્ષના આયુષવાળા થશે. જયંતિ માતાથી નંદન નામે સાતમા બળદેવ પચાસ હજાર વર્ષના આયુષવાળા થશે. અપરાજિતા (કૌશલ્યા) માતાથી પદ્મ (રામચંદ્ર) નામે આઠમા બળદેવ પંદર હજાર વર્ષના આયુષવાળા થશે. રોહિણી માતાથી રામ (બળભદ્ર) નામે નવમા બળદેવ બારશે વર્ષના આયુષવાળા થશે. તે નવ બળદેવામાં આઠ મોક્ષે જશે અને નવમાં રામ (બળભદ્ર) નામે બળદેવ બ્રહ્ના નામે પાંચમાં દેવલોકમાં જશે, અને ત્યાંથી ચવી આવતી ઉત્સર્પિણીમાં આ જ ભરતક્ષેત્રમાં અવતરી, કૃષ્ણ નામના પ્રભુના તીર્થમાં સિદ્ધ થશે. અધિગ્રીવ, તારક, મેરક, મધુ નિકુંભ, બળિ પ્રહૂલાદ, રાવણ અને મગધેશ્વર (જરાસંઘ) એ નવ પ્રતિવાસુદેવ થશે. તેઓ ચક્રથી પ્રહાર કરનારા એટલે ચક્રના શસ્ત્રવાળા હોય છે. તેમને તેમના જ ચક્રથી વાસુદેવે મારી નાંખે છે.” વાસુદેવના પિતા તે જ બળદેવના પિતા જાણવા અને તેની કાયા પણ વાસુદેવની કાયા પ્રમાણે સમજવી. ૧ પ્રતિવાસુદેવો નરકે જનાર જ હોય છે,