________________
પર્વ ૧
૧૬૫
હાથી જેમ કિલ્લા સુધી આવી શકે નહી, તેમ તમે ચાઢા છતાં કોઈ શત્રુ મારી ઉપર આવ્યા નથી. અગાઉ કોઈ વખત તમે મારું યુદ્ધ જોયું નથી તેથી તમને વ્ય શકા થાય છે, કારણ કે ભક્તિ અસ્થાને પણ ભયની શકા કરાવે છે, માટે હે વીર સુભટ તમે સૌ એકઠા થઈ મારી ભુજાનુ` ખળ જુએ, જેથી રોગના ક્ષયથી ઔષધ સંબંધી શકા નાશ પામે તેમ તત્કાળ તમારી શકા નાશ પામશે' એમ કહી ચક્રીએ સેવકપુરુષા પાસે ઘણા વિસ્તી અને ગંભીર ખાડો ખાદ્યાવ્યા. પછી દક્ષિણસમુદ્રના તીર ઉપર જેમ સહ્ય પર્યંત રહે તેમ તે ખાડાના તટ ઉપર ભરતેશ્વર બેઠા અને વડના વૃક્ષને લટકતી લાંબી વડવાઇઓની જેમ ભરતેશ્વરે પેાતાના ડાબા હાથ ઉપર મજબૂત સાંકળા ઉપરાઉપર બાંધી. કિરણાથી જેમ સૂર્ય શાભે અને લતાએથી જેમ વૃક્ષ શેલે, તેમ એવી એક હજાર શૃંખલાથી મહારાજા શે।ભવા લાગ્યા. પછી તેઓએ સર્વ સૈનિકોને કહ્યું-‘હે વીરા ! બળદો જેમ શકટને ખેચે તેમ તમે બળ અને વાહન સહિત નિર્ભયપણે મને ખેચા. તમારા સર્વના એકત્ર બળથી ખેંચીને મને આ ખાડામાં પાડી નાંખેા. મારી ભુજાના બળની પરીક્ષા કરવા માટે તમારે ‘સ્વામીની અવજ્ઞા થશે’ એમ વિચારી છળ ન કરવા. મેં આવું દુ:સ્વપ્ન જોયુ છે તેથી તેને તમે નાશ કરી; કારણ કે સ્વપ્નને પોતે જ સાર્થક કરનાથી સ્વપ્ન નિષ્ફળ થાય છે,’ આવી રીતે ચક્રીએ વારંવાર આદેશ કરેલા સૈનિકા એ તેમ કરવું, માંડમાંડ સ્વીકાર્યું'; કારણ કે સ્વામીની આજ્ઞા મળવાન છે. પછી દેવ અને અસુરોએ જેમ મંદરાચળ પર્વતને ખેંચવાના નેત્રા(દોરડા)રૂપ થયેલા સર્પાને ખેંચ્યા હતા, તેમ સર્વ સિના ચક્રીની ભુજાએ આંધેલી શૃંખલા ખેંચવા લાગ્યા. ચક્રીની ભુજા સાથેની લાંબી શૃ‘ખલાઓમાં તે લગ્ન થયા, એટલે ઊંચા વૃક્ષના શાખાથમાં રહેલા વાંદરાની જેવા તેઓ શોભવા લાગ્યા. પર્વતને ભેટનારા હાથીઓની જેમ પેાતાને ખેંચનારા સૌનિકાની ચક્રવત્તી એ કૌતુક જોવાને માટે થાડીવાર ઉપેક્ષા કરી. પછી મહારાજાએ તે હાથ પોતાની છાતી સાથે અડાડયા એટલે હાથ ખેચવાથી પંક્તિબધ બાંધેલી ઘટીમાલાની જેમ તે સ એક સાથે પડી ગયા. તે વખતે ખજીરરૂપ ફળથી જેમ ખજીરનું વૃક્ષ શેલે તેમ લટકતા એવા સૈનિકોથી ચક્રવત્તીની ભુજા શેાભવા લાગી. પેાતાના સ્વામીના એવા બળથી હર્ષ પામેલા સૈનિકોએ તેમની ભુજાની શ`ખલાઓને પૂર્વે કરેલી દુઃશંકાની જેમ તરત છેડી દીધી.
પછી ગિયન કરનાર માણસ જેમ પ્રથમ ખેાલેલા ઉઠ્યાહને ફરીથી ગ્રહણ કરે, તેમ ચક્રવત્તી હાથી ઉપર બેસી રણભૂમિમાં આવ્યા, ગ`ગા અને યમૂનાની વચમાં જેમ વેદિકાને ભાગ શાલે તેમ અને સેનાની મધ્યમાં વિપુલ ભૂમિતળ શેાભતુ' હતું. તે વખતે જગતને સહાર અટકવાથી હર્ષ પામીને જાણે કોઇએ પ્રેરેલ હોય તેમ પવન પૃથ્વીની રજને ધીમે ધીમે દૂર કરવા લાગ્યા. સમવસરણની ભૂમિની જેમ તે રણભૂમિ ઉપર ઉચિતને જાણનારા દેવતાએ સુગંધી જળની વૃષ્ટિ કરવા લાગ્યા અને માંત્રિક પુરુષો મ`ડળની ભૂમિમાં વસાવે તેમ વિકસિત પુષ્પા તે રણભૂમિમાં તેઓએ વરસાવ્યાં, પછી કુંજરની જેમ ગર્જના કરતા બંને રાજકુંવરોએ હસ્તી ઉપરથી ઉતરી રણભૂમિમાં પ્રવેશ કર્યા. તે વખતે મહાપરાક્રમવાળા અને લીલાથી ચાલનારા તેઓ પગલે પગલે કૂર્મેન્દ્રને પ્રાણસ`શય પમાડવા લાગ્યા.
તેમણે પ્રથમ દૃષ્ટિયુદ્ધ કરવું એવી પ્રતિજ્ઞા કરી અને જાણે બીજા શક્ર ને ઈશાન ઇંદ્ર હોય તેમ અનિમેષ નેત્ર કરી તેઓ સામસામા ઊભા રહ્યા, રક્તનેત્રવાળા ખ'ને વીરા સન્મુખ રહીને એક બીજાના મુખ સામું જોતા હતા. તે વખતે સાય કાળે સામસામાં