________________
પર્વ ૧ લું
૧૬૧ પામે તેમ તમે આ ઘોર સંગ્રામથી વિરામ પામો અને પોતાના સ્થાન પ્રત્યે પાછા જાઓ. તમે અત્રે આવ્યા એટલે તમારે નાનો ભાઈ બાહુબલિ સામે આવ્યો છે, પણ તમે પાછા જશે એટલે એ પણ પાછો જશે, કારણથી જ કાયની ઉત્પત્તિ થાય છે. વિશ્વ ક્ષય કરવાના પાપનો પરિહાર કરવાથી તમારું કલ્યાણ થાઓ, રણનો ત્યાગ થવાથી બંને સૈન્યનું કુશળ થાઓ, તમારા સૈન્યના ભારથી થયેલા ભૂમિભંગનો વિરામ થવાથી પૃથ્વીના ગર્ભમાં રહેલા ભુવનપતિ વિગેરેને સુખ થાઓ, તમારા સૈન્યથી થતા મર્દીનના અભાવથી પૃથ્વી,
“તે, સમુદ્રો, પ્રજાજને અને સર્વ જતુએ ક્ષેમને ત્યાગ કરે અને તમારે સંગ્રામથી સંભવતા વિશ્વસંહારની શંકારહિત થયેલા સર્વ દેવતાએ સુખમાં રહો.”
આ પ્રમાણે પક્ષવાદનાં વચનો દેવતાઓ બોલી રહ્યા, એટલે મહારાજા ભરત મેઘના જેવી ગંભીર ગિરાથી બોલ્યા- હે દેવતાઓ ! તમારા સિવાય વિશ્વના હિતનાં વચનો કોણ કહે? ઘણું કરીને લે કે કૌતુક જોવાના ઈરછુક થઈને આવા કાર્યમાં ઉદાસી થઈને રહે છે. તમે હિતની ઈચ્છાથી સંગ્રામ ઉત્પન્ન થવાનું છે કારણ કયું છે તે વસ્તુતાએ જુદું છે; કારણ કે કોઈ પણ કાર્યનું મૂળ જાણ્યા સિવાય તકથી કાંઇ પણ કહેવું તે કહેનાર બૃહસ્પતિ પોતે હોય તે પણ તેનું કહેવું નિષ્ફળ થાય છે. “ હું બળવંત છું એવું ધારીને મેં સહસા સંગ્રામ કરવાને ઈગ્યું નથી, કારણ કે ઘણું તેલ હોય છે તેથી કાંઈ પર્વતને અત્યંગન કરાતું નથી. છ ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓનો વિજય કરનાર મારે અદ્યાપિ કે પ્રતિસ્પદ્ધિ છે નહીં એમ નથી, કેમકે શત્રુની જેવા પ્રતિસ્પદ્ધિ અને જયઅજયના કારણભૂત બાહુબલિને અને મારે વિધિના વશથી જ જાતિભેદ થયેલ છે. પૂર્વે નિંદાથી ભરૂ, લજજાળુ, વિવેકી, વિનયી અને વિદ્વાન એ તે બાહુબલિ મને પિતાની જેમ માનતે હતો, પણ સાઠ હજાર વર્ષે હું દિવિજય કરીને આવ્યા તે પછી હમણાં તે જાણે બીજે જ થઈ ગયો હોય તેમ હું જોઉં છું. વિયેગમાં ઘણો કાળ ગો એ જ તેમ થવાનું કારણ જણાય છે. બાર વર્ષ સુધીના રાજ્યાભિષેકમાં બાહુબલિ આવ્યો નહિ, તેનું કારણ તેનો પ્રમાદ છે એમ મેં તર્ક કર્યો પછી તેને બોલાવવાને દૂત મે કર્યો, તે પણ તે આ નહીં; ત્યારે તેમાં મંત્રીઓના વિચારને દોષ છે એમ હું તર્ક કરતો હતો. હું તેને કોપથી કે લેભથી બેલાવતો નહોતો, પણ જ્યાં સુધી એક રાજા પણ નમ્યા વિનાને રહે ત્યાં સુધી ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી તેથી શું કરવું? ચક્ર નગરમાં પેસે નહીં અને તે ( બાહુબલિ ) મને નમે નહીં, તેથી તેઓ જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય એવું જણાય છે અને હું સંકટમાં આવી પડ્યો છું. એ મારા મનસ્વી ભાઈ એક વાર મારી પાસે આવે અને અતિથિ જેમ પૂજાને ગ્રહણ કરે, તેમ મારી પાસેથી બીજી પૃથ્વી ઈચ્છાપૂર્વક ગ્રહણ કરે. એક ચક્રના પ્રવેશ સિવાય મારે સંગ્રામ કરવાનું બીજું કાંઈ પણ કારણ નથી અને તે નહી નમેલા નાના ભાઈથી મારે કાંઈ પણ માન મેળવવાની ઈચ્છા નથી.” - દેવતાએ કહ્યું- હે રાજન ! સંગ્રામનું કારણ મોટું હોવું જોઈએ; કેમકે આપના જેવા પુરુષની અ૫ કારણને માટે આવી પ્રવૃત્તિ સંભવતી નથી. અમે હવે બાહુબલિ પાસે જઈ તેને બંધ કરશું અને યુગના ક્ષયની જેમ આ થનારા જનક્ષયની રક્ષા કરશું. કદીપિ તમારી પેઠે તે પણ યુદ્ધના બીજા કારણો બતાવશે તે પણ તમારે આવું અધમ યુદ્ધ ન કરવું જોઈએ. મોટા પુરુષોએ તે દૃષ્ટિ, બાહુ અને દંડાદિક ઉત્તમ યુદ્ધાથી યુદ્ધ કરવું કે જેથી નિરપરાધી હાથી વિગેરેને વધ ન થાય.” દેવતાનું આ પ્રમાણે કહેવું ૨૧