________________
પાસે આવવા માટે ચરણ ઉપડતા બાહુબલિને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાન, પ્રભુ પાસે આવી કેવળીની પર્ષદામાં બેસવું.
| પૃષ્ઠ ૧૪૩ થી ૧૭૪ છઠ્ઠા સગાં-ભરતપુત્ર મરીચિએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા, તેને ચારિત્ર પાળવામાં જણાયેલ મુશ્કેલી, તેણે શોધેલ નવીન માર્ગ, ત્રિદડી પરિવ્રાજકપણાની નિષ્પત્તિ, તેને થયેલ રોગપત્તિ, નિઓએ ન લીધેલી સંભાળ, તેથી શિષ્ય કરવાની તેને થયેલ ઈચ્છા, કપિલ રાજપુત્રનું મળવું, તેને થયેલ તેના ધર્મ પર પ્રીતિ, મરીચિએ ભાખેલ ઉસૂત્ર. તેથી થયેલ ભાવવૃદ્ધિ, કપિલે તેની પાસે લીધેલ દીક્ષા, ભગવંતના અતિશયોનું વર્ણન, ભગવંતનું અષ્ટાપદ પધારવું, અષ્ટાપદનું વર્ણન, દેવે રચેલ સવસરણ, ભગવંતનો પ્રવેશ, તેમાં મળેલી બાર પર્ષદા, ઈદ્રનું આગમન, ઇન્દ્ર ભગવંતની કરેલ સ્તુતિ, ભરતને શૈલપાલકે આપેલ વધામણી, ભરતનું ચતુરંગ સેના સહિત વાંદવા નીકળવું, અષ્ટાપદે પહોચવું, અષ્ટાપદ પર ચડી સમવસરણમાં પ્રવેશ, ભરતે કરેલ ભગવંતની સ્તુતિ, ભગવંતે આપેલ દેશના, ભરતે લઘુબંધુને રાજ્ય સેવા કરેલ પ્રાર્થના, તેનો અસ્વીકાર, ભરતે મંગાવેલ ૫૦૦ ગાડાં અન્ન, તેને પણ રાજપિંડ હોવાથી કરેલે અસ્વીકાર, ભરતને થયેલ ખેદ, તેના નિવારણ માટે ઈ કરેલ અવગ્રહ સંબધી પૃથ્વી, પ્રભુ ને કહેલ પાંચ પ્રકારના અવગ્રહ, લાવેલ અન્ન શ્રાવકોને આપવાનો કરેલ નિર્ણય, ઈદ્રનું સ્વરૂપ જોઈ ચક્રોને થયેલ ચમત્કાર, મૂળ રૂપ જોવાની ભરતે બતાવેલ ઈચછા, ઈદે એક આંગળીનું બતાવવું, ચક્રીએ કરેલ તેનો મહોત્સવ. પ્રભુનો અન્યત્ર વિહાર. ભરતે સર્વ શ્રાવકેને કરેલ આમંત્રણ. તેમના મુખે કહેવરાવેલ શબ્દો, તે પરથી ભરતે કરેલ વિચાર, રાઈઓએ કરેલ વિજ્ઞપ્તિ, શ્રાવકનો પરીક્ષા કરવાને કરેલ નિર્ણય, કાંકિણીરત્નથી કરેલ ત્રણ રેખાઓ, બ્રાહ્મણ અને યજ્ઞોપવિતનો ઉ૫ત્તિ, ભરતની આઠ પાટનું સંક્ષિપ્ત વર્ણન, ભરતે રચેલા આર્યવેદ. કાળાંતરે તેનું વિપર્યય થઈ જવું. ભગવંતનું અષ્ટાપદે પુનઃ પધારવું. ભરતને પડેલ ખબર, તેનું ત્યાં આવવું. તેણે પ્રભુની કરેલ સ્તુતિ, ભગવતે આપેલ દેશના. ભરતે પૂછેલ ભાવી ધર્મચક્રી તથા ચક્રી સંબંધી પ્રશ્ન ભગવતે ર૪ તીર્થકર ને બાર ચકવરીનું કરેલ વર્ણન, પ્રસ ગેપાત વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવનું પણ કરેલ વર્ણન, “આ વીશીમાં તીર્થકર થનાર કોઈ જીવ અહીં છે?' એવી ભરતે કરેલ પૃચ્છા, ભગવતે ચરમ તીર્થંકર થનાર તરીકે બતાવેલ મરીચિ, ભરતનું તેની પાસે જવું. ભગવતે કહેલ વાત કહીને ભાવી તીર્થંકરપણે કરેલ વંદના, મરીચિને થયેલ કુળમદ, તેથી બાંધેલ નીચ ગોત્ર. ભગવંતનું શત્રુંજય પધારવું. શત્રુજ્યનું વર્ણન ભગવંતની ત્યાં સ્થિતિ વિહાર સમયે પંડરીક ગણધરને ત્યાં રહેવાની કરેલ આજ્ઞા. મુનિઓ સહિત પુંડરીક ગણધરનું ત્યાં થયેલ નિર્વાણ. ભરતે કરાવેલ પ્રથમ ઉદ્ધાર.
ભગવંતના પરિવારનું વર્ણન. ભગવંતનું અનશન માટે અટાપદ પધારવું. ભગવતે કરેલ અનશન. ભરતને પડેલા ખબર. ખેદયુક્ત ચિત્તે તેનું તત્કાળ ત્યાં આવવા નીકળવું. તેણે કરેલ પ્રભુની ચરણસેવા, ઈદ્રીનું તત્ર આગમન. ભગવંતનુ નિર્વાણ, ભરતને થયેલ પારાવાર ખેદ, રૂદન પ્રવૃત્તિની શરૂઆત. ભરતે કરેલ પ્રલાપ ઈ આપેલ બોધ. ઈદ્રોએ કરેલ નિર્વાનુમહેસવ અગ્નિહોત્રની શરૂઆત ઈન કરેલા ત્રણ તૂપો. ભરતે કરાવેલ સિંહનિષઘપ્રાસાદ. તેનું વિસ્તારયુકત વર્ણન, ભરતે કરેલ રક્ષણનો બંદોબસ્ત. ચક્રવત્તી એ કરેલ જિનપૂજા તેણે કરેલ પ્રભુની સ્તુતિ. ભાવી ૨૩ તીર્થકરોની પણ સ્તુતિ. ભારતનું અયોધ્યા આવવું. તેના ચિત્તની વ્યાક્ષિપ્તતા. મંત્રીઓએ તેનું કરેલ નિવારણ. ભરતે ભોગવેલ સાંસારિક ભોગ. એકદા તેનું આદર્શ ભુવનમાં આવવું. આંગળીમાંથી મુદ્રિકાનું નીકળી જવું. સર્વ અંગો ઉતારેલ આભરણ શોભા રહિત શરીર જોઈ ભરતને થયેલ વિચારણા. ભાવની વૃદ્ધિ. ક્ષપકશ્રેણિ પર આર. હણ. કેવળજ્ઞાનની નિષ્પત્તિ. મુનિશને સ્વીકાર, આદિત્યયેશાને રાજ્યાભિષેક, ભરતમુનિનો વિહાર. તેમનું નિર્વાણ.
| પૃષ્ઠ ૧૭૫ થી ૨૦૫