________________
સગ ૫ મા
૧૫૬
તમે પણ જાઓ.' પેાતાના સ્વામીની અમૃતસમાન ગિરાથી જાણે પૂરાઈ ગયા હોય તેમ તેઓનાં શરીર પુલકાવળીથી વ્યાપ્ત થઇ ગયાં. જાણે પ્રતિવીરાની જયલક્ષ્મીને સ્વય’વરમંડપમાં વરવા માટે જતા હોય તેમ મહારાજાએ વિસર્જન કરેલા તેઓ પોતાતાના વાસગૃહમાં ગયા. બંને ઋષભપુત્રના પ્રસાદરૂપી સમુદ્રને તરવાને ઈચ્છતા એવા બંને તરફના વીરશ્રેષ્ઠી યુદ્ધને માટે તૈયાર થયા. પોતાનાં કૃપાળુ, ધનુષ, ભાથા, ગઢા અને શક્તિ વિગેરે આયુધાને દેવતાની જેમ તેઓ પૂજવા લાગ્યા. ઉત્સાહથી નૃત્ય કરતા પેાતાના ચિત્તના જાણે તાલ પૂરતા હોય તેમ તે મહાવીરે આયુધાની આગળ ઊંચે પ્રકારે વાજીંત્રો વગાડવા લાગ્યા. પછી જાણે પોતાના નિર્માળ યશ હાય તેવા નવીન અને સુગધી ઉદ્દ નથી પેાતાના શરીરનું માન કરવા લાગ્યા. મસ્તકે ખાંધેલા કાળા વસ્ત્રના વીરપટ્ટને અનુસરતી લલાટિકા તેઆ પાતપેાતાના લલાટમાં કસ્તુરીવડે કરવા લાગ્યા. બંને સૈન્યમાં યુદ્ધકથાઓ ચાલતી હાવાથી શસ્ત્રસંબધી જાગરણ કરનારા વીર સુભટાને જાણે ભય પામી હોય તેમ નિદ્રા આવી જ નહિ. પ્રાતઃકાળે થનારા યુદ્ધમાં ઉત્સાહવાળા બંને સૈન્યના વીર સુભટોએ જાણે શતયામા (સે પ્રહરવાળી) હોય તેમ તે ત્રિયામા ( રાત્રિ) માંડમાંડ નિગમન કરી.
પ્રાત:કાળે જાણે ઋષભપુત્રોની રણક્રીડાનુ` કુતુહલ જોવાને ઇચ્છતા હોય તેમ સૂ ઉદયાચલની ચૂલિકા ઉપર આરૂઢ થયા, એટલે મ`દરાચળથી ક્ષેાભ પામેલા સમુદ્રજળની જેવા, પ્રલયકાળે થયેલા પુષ્કરાવત્ત મેઘની જેવા અને વાથી તાડન થયેલા પતાની જેવા અને સૈન્યમાં રણવાદ્યના માટો નાદ થયા. રણવાદ્યના તે પ્રસરતા નાદથી તત્કાળ દિગ્ગજો પેાતાના કાન ઊંચા કરી ત્રાસ પામવા લાગ્યા, જળજતુએ ભયભ્રાંત થવા લાગ્યા, સમુદ્ર ક્ષેાભ પામવા લાગ્યા, ક્રૂર પ્રાણીએ ચાતરથી નાસીને ગુફાઓમાં પેસવા લાગ્યા, મોટા સર્પા રાડામાં પેસી જવા લાગ્યા, પતા કપાયમાન થવાથી તેના શિખર, ચરણુ અને કને સ'કાચવા લાગ્યા, આકાશ ધ્વંસ થવા લાગ્યું અને પૃથ્વી જાણે ફાટતી હેાય તેમ જણાવા લાગી, રાજાના દ્વારપાળની જેમ રણવાદ્ય પ્રેરેલા બંને પક્ષના સૈનિકા યુદ્ધને માટે તૈયાર થયા. રણના ઉત્સાહથી શરીર ઉચ્છ્વાસ પામવાને લીધે કવચાના જાળત્રુટી જવાથી વીરપુરુષો નવા નવા કવચ્ચેા ધારણ કરવા લાગ્યા. કાઈ પ્રીતિવડે પોતાના અશ્વોને પણ બખ્તર પહેરાવવા લાગ્યા, કારણ કે સુભટો પોતાનાથી પણ વાહનની વિશેષ રક્ષા કરે છે, કોઇ પાતાના અશ્ર્વાની પરીક્ષા કરવાને તેની ઉપર બેસી ચલાવી જોવા લાગ્યા; કારણ કે દુ:શિક્ષિત અને જડ અશ્વ તેના અશ્વારને શત્રુરૂપ થઈ પડે છે, બખ્તર પહેરવાથી ખાંખારા કરતા અશ્ર્વાની કેટલાએક સુભટો દેવની જેમ પૂજા કરવા લાગ્યા; કારણ કે યુદ્ધમાં જતી વખતે અશ્વેાના હૈષાવ એ વિજયસૂચક છે, કોઈ ખખ્તર રહિત અશ્ર્વા મળવાથી પોતાના બખ્તરને પણ છેાડી દેવા લાગ્યા, કેમકે પરાક્રમી પુરુષાનું રણમાં એ પુરુષવ્રત છે. કાઈ ‘સમુદ્રમાં મત્સ્યની જેમ, ઘાર રણમાં સંચાર કરવાથી સ્ખલના ન પામી તારું ચાતુર્ય ખતાવજે” એમ પોતાના સારથિને શિક્ષા આપવા લાગ્યા. પાંથલેાકો જેમ રસ્તાને માટે પૂર્ણ ભાતું રાખે, તેમ ઘણા વખત સુધી યુદ્ધ ચાલશે એમ ધારી કેટલાએક સુભટો પોતાના રથાને અસ્ત્રોથી પૂરવા લાગ્યા; કોઈ દૂરથી જ પોતાને ઓળખાવા માટે ભાટચારણા જેવા પોતાના ચિહ્નવાળા ધ્વજસ્તંભેાને દૃઢ કરવા લાગ્યા, કેઇ પોતાના મજબૂત ધુરીવાળા રથાને શત્રુસૈન્યરૂપી સમુદ્રમાં મા કરવાને જળકાંત રત્નસરખા અશ્વે જોડવા લાગ્યા. કેાઈ પોતાના સારથિને મજબૂત અખ્તર આપવા લાગ્યા; કારણ કે ધાડા જોડેલા રથા પણ સારથિ વિના નકામા થઈ પડે છે, કોઈ ઉત્કટ લેાઢાના કંકણની