________________
૧૫૦
સર્ગ ૪ થે બીજે-પોતાના ભાઈ બાહુબલિ રાજાને બોલાવવા માટે. પહેલે-આટલા વખત સુધી આપણા સ્વામીના તે ભાઈ ક્યાં ગયા હતા? બીજે -ભરતક્ષેત્રના છ ખંડને વિજય કરવા ગયા હતા. પહેલે હાલ ઉત્કંઠિત થઈને તેણે પોતાના નાના ભાઈને શા માટે બોલાવ્યા હશે? બીજે–બીજા સામાન્ય રાજાની પેઠે સેવા કરવા માટે. પહેલ-સવ રાજાઓને જીતીને તે હવે આ ખીલા ઉપર ચડે છે તેનું શું કારણ? બીજો-અખંડ ચક્રવર્તી પણાનું અભિમાન એ તેમાં કારણભૂત છે. પહેલ કનીષ્ટ બંધુથી જીતાયેલ એ રાજા પોતાનું મોટું કેમ બતાવી શકશે ? બીજો-સર્વ સ્થાનકે જય મેળવનાર માણસ પોતાના ભાવી પરાભવને જાણ નથી. પહેલે–એ ભરતરાજાને મંત્રીવર્ગમાં કોઈ ઉંદર જે પણ નથી ? બીજે-તેને કુળક્રમથી થયેલા બુદ્ધિવાળા ઘણા મંત્રીએ છે.
પહેલે-ત્યારે સપના મસ્તકને ખણવાને ઈચ્છતા એ ભરતને તે મંત્રીઓએ કેમ વાર્યો નહીં હોય?
બીજે-તેમણે તેમને વાર્યો નથી પણ ઉલટ પ્રેર્યો છે; કેમકે ભવિતવ્યતા એવી જ જણાય છે.
નગરજનોની આવી વાણી સાંભળતે સુવેગ નગરની બહાર નીકળે. નગરદ્વાર પાસે જાગે દેવતાઓએ પ્રગટ કરી હોય તેમ બને ઋષભ પુત્રની યુદ્ધકથા ઇતિહાસની જેમ તેના સાંભળવામાં આવી. ધથી સુવેગ જેમ જેમ માર્ગમાં ઉતાવળો ચાલવા લાગ્યા તેમ તેમ જાણે હરીફાઈ કરતી હોય તેમ યુદ્ધની કથા પણ ઉતાવળે પ્રસરવા લાગી. માત્ર વાર્તા સાંભળીને જ રાજાની આજ્ઞાની જેમ દરેક નગરે અને દરેક ગામે વીર સુભટ યુદ્ધને માટે તૈયાર થવા લાગ્યા. થેગીઓ જેમ શરીરને દઢ કરે તેમ કોઈ સંગ્રામના રથે શાળામાંથી બહાર કાઢીને તેમાં નવી ધરીઓ વિગેરે નાંખી તેને દઢ કરતા હતા. કઈ પોતાના અને અશ્વપાટીકામાં દાખલ કરી તેમને પાંચ પ્રકારની ગતિથી ચલાવી રણને ગ્ય કરી શ્રમને દૂર કરાવવા લાગ્યા હતા. કઈ જાણે પ્રભુની તેજોમય મૂર્તિ હોય તેવા પિતાના ખડગ વગેરે આયુને સરાણીયાને ઘેર લઈ જઈ સમજાવીને તીર્ણ કરાવવા લાગ્યા હતા. કઈ સારા શિંગ જેડી અને નવી તાંત બાંધી યમરાજની ભૃકુટી જેવા પિતાનાં ધનુષને તૈયાર કરતા હતા, કેઈ પ્રયાણમાં સ્વર કર્યા કરવાથી જાણે પ્રાણવાળા વાજિંત્ર હોય તેવા અરયોને કવચ વિગેરે વહન કરવાને લાવતા હતા. તાર્કિક પુરુષો જેમ સિદ્ધાંતને દઢ કરે તેમ કોઈ પોતાનાં બાણને, કઈ બાણના ભાથાને, કોઈ મસ્તકે પહેરવાના ટોપને અને કઈ બખ્તરને (જો કે તેઓ દઢ હતા તે પણ ) વિશેષ દઢ કરતા હતા અને કઈ જાણે ગધના ભવન હોય તેવા મૂકી રાખેલા મોટા તંબુ અને કનાતને પહોળા કરી જોવા લાગ્યા હતા. જાણે એક બીજાની સ્પર્ધા કરતા હોય તેમ બાહુબલિ રાજાને વિષે ભક્તિવાળા તે દેશનાં લે કે આ પ્રમાણે યુદ્ધને માટે તૈયાર થતા હતા. રાજ