________________
-૧૩૮
સર્ગ ૪ થે ધીએ તેમને દેખાડ્યા. તેમાં પ્રથમ બાહુબલિની સાથે જન્મેલી, ગુણથી સુંદર એવી સુંદરીને માનપૂર્વક બતાવી. તે સુંદરી ગ્રીષ્મઋતુથી આક્રાંત થયેલી સરિતાની જેમ કૃશ થયેલી હતી, હિમના સંપર્કથી કમલિનીની પેઠે તે કરમાઈ ગઈ હતી, હેમંત ઋતુના ચંદ્રની કળાની પેઠે તેનું રૂપલાવણ્ય નાશ પામ્યું હતું અને શુષ્ક પત્રવાળી કદલીની જેમ તેના ગાલ ફીક્કા અને કૃશ થઈ ગયા હતા. સુંદરીને આવી રીતે બદલાઈ ગયેલી જોઈ મહારાજાએ પોતાના અધિકારી પુરુષોને કોપથી કહ્યું-“અરે શું અમારા ઘરમાં શ્રેષ્ઠ અને નથી ? લવણુ સમુદ્રમાં લવણ નથી? તે તે પ્રકારની રસવતીને જાણનારા રસોઈઆ નથી? અથવા શું તેઓ નિરાદરવાળા અને આજીવિકામાં તસ્કર જેવા થઈ ગયા છે ? દ્રાક્ષ અને ખજુર વિગેરે ખાવાલાયક મે આપણે ત્યાં નથી? સુવર્ણપર્વતમાં સુવર્ણ નથી ? ઉધાનમાં વૃક્ષે અવકેશી (ફળ ન આપનાર) થયા છે? નંદનવનમાં પણ વૃક્ષો ફળતા નથી? ઘડા જેવા આઉવાળી ગાય દૂધ આપતી નથી ? કામધેનુના સ્તનનો પ્રવાહ સૂકાઈ ગયે છે? અથવા તે તે પ્રકારની ભજ્યાદિ સંપત્તિ છતાં સુંદરી કઈ રેગવાળી થઈ છે કે જેથી કાંઈ ભજન કરતી નથી? કદાપિ કાયાના સૌંદર્યને ચોરનાર કોઈ રોગ તેના શરીરમાં હોય તે સર્વ વૈદ્યો શું કથાવશેષ થઈ ગયા છે ? કદાપિ આપણા ઘરમાં દિવ્ય ઔષધિ રહી ન હોય તે શું હિમાદ્રિ પર્વત હાલ ઔષધરહિત થઈ ગયે છે ? તે અધિકારીએ ! દરિદ્રની પુત્રી જેવી દુર્બળ થયેલી સુંદરીને જોઈ ઘણે ખેદ હું પામું છું અને તેથી શત્રુઓની પેઠે તમે મને છેતર્યો છે.”
ભરતપતિને આવું કોપયુક્ત બેલતાં સાંભળી અધિકારીઓ પ્રણામ કરી બોલ્યામહારાજા ! સ્વર્ગપતિની જેવા આપના સદનમાં સર્વ વસ્તુ છે; પરંતુ જ્યારથી આપ દિગવિજય કરવા પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણને માટે આયંબિલ તપ કરે છે અને આપ મહારાજાએ તેમને દીક્ષા લેતા ક્યા છે તેથી ભાવદીક્ષિત થઈને રહેલ છે.” એ વૃત્તાંત સાંભળી કલ્યાણકારી મહારાજા સુંદરી તરફ જોઈ બોલ્યા--“હે કલ્યાણિ! તમે દીક્ષા લેવાને ઈચ્છો છો? ' સુંદરીએ કહ્યું-“એમજ છે.”
એ સાંભળી ભરતરાય બોલ્યા- અહો ! પ્રમાદ અથવા સરલપણથી હું આટલા વખત સુધી તેને વ્રતમાં વિદનકારી થઈ પડયા. આ પુત્રી તે પિતાજીને અનુરુપ (સદશ) થઈ અને અમે પુત્રે હંમેશા વિષયમાં આસક્ત તથા રાજ્યમાં અતૃપ્ત રહેનારા થયા! આયુષ્ય સમદ્રના જળતરંગની જેવું નાશવંત છે, એમ છતાં પણ વિષયલબ્ધ જનો એ જાણતા નથી. જોતજોતામાં નષ્ટ થઈ જનારી વિદ્યુતથી જેમ માર્ગનું અવલોકન કરી લેવાય તેમ આ ગત્વર આયુષ્યથી સાધુજનની જેમ મેલ સાધી લે એ જ યંગ્ય છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મળ, પ્રસ્વેદ અને વ્યાધિમય આ શરીરને શણગારવું તે ઘરની ખાળને શણગારવા જેવું છે! હે બેન ! તમને શાબાશ છે કે તમે આ શરીરથી મેક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનાર વ્રત ગ્રહણ કરવાને ઈરછો છો. નિપુણ લોક લવણસમુદ્રમાંથી પણ રતનને ગ્રહણ કરે છે.” હર્ષ પામેલા મહારાજાએ આ પ્રમાણે બોલી દીક્ષાને માટે આજ્ઞા કરવાથી, તપ કૃશ થયેલી સુંદરી જાણે પુષ્ટ હોય તેમ હર્ષથી ઉછૂવાસ પામી.
એ સમયે જગતરૂપી મયૂરને મેઘ સમાન ભગવાન ઋષભસ્વામી વિહાર કરતા અષ્ટાપદગિરિએ આવીને સમેસર્યા. જાણે રત્ન, સુવર્ણ અને રૂપાને બીજે પર્વત હોય તેવું તે પર્વત ઉપર દેવતાઓએ સમવસરણ રચ્યું અને તેમાં બેસી પ્રભુ દેશના આપવા લાગ્યા. ગિરિપાલકોએ આવી તત્કાળ ભરતને તે નિવેદન કર્યું. મેદિનીપતિને એ