SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સગ ૪ થે મેખલા જેવી વિચિત્ર મણિમાળાઓથી નગરજને ઊંચા કરેલા સ્તંભોમાં હાટની શોભા કરવા લાગ્યા. લોકોએ બાંધેલી ઘુઘરીઓવાળી પતાકાઓ સારસ પક્ષીના મધુર અવાજવાળા શરદ્દઋતુના સમયને બતાવવા લાગી. વ્યાપારીઓ દરેક દુકાન અને મંદિરને યક્ષકઈમના ગોમયથી લીંપીને તેના આંગણામાં મોતીના સાથિયા પૂરવા લાગ્યા. ઠેકાણે ઠેકાણે મૂકેલા અગરૂચૂર્ણથી પૂરેલા ધૂપીઆના ધૂમાડા ઊંચા જતા હતા તેથી જાણે તે સ્વર્ગને પણ ધૂપિત કરવાને ઈચ્છતા હોય તેવા જણાવા લાગ્યા. એ પ્રમાણે નગરજનોએ શણગારેલી નગરીમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી પૃથ્વીના ઈદ્ધિ ચક્રવતી શુભ મુહૂર્ત મેઘની જેમ ગર્જના કરનારા હાથી ઉપર ચડ્યા. આકાશ જેમ ચંદ્રમંડળથી શોભે તેમ કપૂરચૂર્ણની જેવાં શ્વેત છત્રોથી તે શેભતા હતા, બે ચામરેના મિષથી, પિતાનું શરીર સંક્ષેપીને આવેલી ગંગા અને સિંધુ તેમને સેવતી હોય તેવા જણાતા હતા, સ્ફટિક પર્વતની શિલાઓમાંથી સાર લઈને રચ્ચા હોય તેવા ઉજજવળ, અતિ બારીક, કમળ અને ઘાટાં વસ્ત્રોથી શોભતા હતા, જાણે રત્નપ્રભા પૃથ્વીએ પ્રેમથી પિતાને સાર અર્પણ કર્યો હોય તેવા વિચિત્ર રત્નાલંકારોથી તેઓ સર્વ અંગે અલંકૃત થયા હતા, ફણું ઉપર મણિને ધારણ કરનારા નાગકુમારદેવથી પરિવરેલા નાગરાજની જેમ માણિકામય મુગટવાળા રાજાઓથી તે પરિવૃત હતા, ચારણદેવતાઓ ઈદ્રિના ગુણનું જેમ કીર્તન કરે તેમ જય જય શબ્દ બેલી પ્રમોદ પમાડતા ચારણ માટે તેમના અદ્દભુત ગુણોનું કીર્તન કરતા હતા અને મંગળ વાજિંત્રના નિર્દોષના પ્રતિશખ મિષથી આકાશે પણ તેને માંગલિક ધ્વનિ કર્યો હોય તેવા તે જણાતા હતા. તેજથી ઇંદ્ર સરખા અને પરાક્રમના ભાંડાગાર જેવા મહારાજા પ્રયાણને માટે ગજેને પ્રેરણા કરી આગળ ચલાવવા લાગ્યા. સ્વર્ગથી જાણે ઉતર્યા હોય અને પૃથ્વીમાંથી જાણે નીકળ્યા હોય તેમ ઘણે કાળે આવતા પિતાના રાજાને જેવાને બીજા ગ્રામાદિકથી પણ લોકો આવ્યા હતા. મહારાજાની સર્વ સેના અને જેવાને એકઠા થયેલા લોકે એ બંને એકત્ર થવાથી સર્વ પ્રત્યેક એક ઠેકાણે પિંડીભૂત થયું હોય તેમ જણાવા લાગ્યું. સૌન્ય અને આવેલા લોકોના જમાવથી તે વખતે તલનો દાણો મૂક હોય તો તે પણ પૃથ્વી ઉપર પડે તેમ ન હતું. જાણે વૈતાલિક (ભાટ) હોય તેમ-હર્ષથી ઉત્તલ થયેલા કેટલાક લોકે સ્તુતિ કરતા હતા; જાણે ચંચળ ચામર હોય તેવા પિતાના વસ્ત્રાંચલથી કઈ પવન નાંખતા હતા; કોઈ લલાટ ઉપર અંજલિ જેડીને સૂર્યની પેઠે નમતા હતા; કેઈ બાગવાનની પેઠે ફળ પુષ્પને અર્પણ કરતા હતા કેઈ કુળદેવતાની પેઠે વંદના કરતા હતા અને કોઈ ગેત્રના વૃદ્ધજનની જેમ તેમને આશિષ આપતા હતા. ઋષભદેવ ભગવાન જેમ સમવસરણમાં પ્રવેશ કરે તેમ પ્રજાપતિએ ચાર દ્વારવાળી પિતાની નગરીમાં પૂર્વાદ્વારથી પ્રવેશ કર્યો. લગ્નઘટિકા સમયે એક સાથે ઊંચે પ્રકારે વાજિંત્રોને નાદ થાય તેમ તે વખતે દરેક માંચા ઉપર સંગીત થવા લાગ્યું. મહારાજા આગળ ચાલ્યા એટલે રાજમાર્ગના મકાનમાં રહેલી નગરનારીઓ હર્ષથી દષ્ટીની પેઠે ધાણીઓ ફેંકવા લાગી (વધાવવા લાગી). પુરજને એ પુષ્પની વૃષ્ટિથી ચારે બાજુથી આચ્છાદન કરી દીધેલ મહારાજાને હસ્તી પુષ્પમય રથ જે થઈ ગયે. ઉત્કંઠિત લોકેની અકુંઠ ઉત્કંઠા સહિત ચક્રવર્તી રાજમાર્ગો ધીમે ધીમે ચાલવા લાગ્યા, લકે હાથીને ભય ન ગણતાં મહારાજાની સમીપે આવી ફલાદિક અર્પણ કરવા લાગ્યા. કારણ કે હર્ષ એ જ બળવાન છે. રાજા હસ્તીને કુંભસ્થળમાં અંકુશથી તાડન કરી દરેક માંચે ઊભે રાખતા હતા. તે સમયે બંને બાજુના માંચા ઉપર આગળ ઊભી રહેલી સુંદર સ્ત્રીઓ એક સાથે
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy