________________
સગ ૪ થા
તેમને આવતા જોઈ કિરાત લોકો અત્યંત કાપ પામ્યા અને ક્રૂર ગ્રહની મૈત્રીને અનુસરતા તેઓ એકત્ર થઈ જાણે ચક્રીને હરણ કરવાની ઈચ્છા કરતા હોય તેમ ક્રોધ સહિત ખેલવા લાગ્યા— સાધારણ માણુસની પેઠે લક્ષ્મી, લજ્જા, ધીરજ અને કીર્તિથી વિજત એવા આ કાણુ પુરુષ બાળકની પેઠે અલ્પબુદ્ધિથી અપ્રાર્થિત ( મૃત્યુ ) ની પ્રાર્થના કરે છે? પુણ્ય ચતુર્દશી જેની ક્ષીણ થયેલી છે એવા અને લક્ષહીન આ કાઈ, મૃગ જેમ સિંહની ગુફામાં જાય તેમ આપણા દેશમાં આવેલા જણાય છે. મહાપવન જેમ મેઘને વી'ખી નાખે તેમ ઉદ્ધૃત કારવાળા આ પ્રસરતા પુરુષને આપણે દશે દિશામાં ફૂં કી દઇએ.’ આવી રીતે ઊચે સ્વરે ખેલતા તેઓ એકઠા થઇને શરભ (અષ્ટાપદ) જેમ મેઘની સામે ગરવ કરે અને દોડે તેમ ભરતની સામે યુદ્ધ કરવાને ઉદ્યત થયા. કિરાતપતિએ કાચખાની પીઠના અસ્થિખડાથી બનાવ્યાં હોય તેવાં અભેદ્ય કવચા ધારણ કર્યાં, મસ્તક ઉપર ઊંચા કેશવાળા નિશાચરોની શિરલક્ષ્મીને બતાવનારા એક જાતના કેશેાથી આચ્છન્ન થયેલાં શિરસ્ત્રાણ તેઓએ ધારણ કર્યાં. રણોત્સાહવર્ડ તેના દેહ એવા ઉચ્છ્વાસ પામ્યા કે તેથી વારવાર કવાના જાલ તૂટવા લાગ્યા. તેમનાં ઊંચા કેશવાળાં મસ્તક ઉપર શિરસ્ત્રાણો રહેતાં ન હતાં, તેથી જાણે અમારું રક્ષણ કરવાને બીજી... કેાઈ સમ નથી એવાં તે મસ્તકે અમ કરતાં હોય એમ જણાવા લાગ્યુ. કેટલાએક કાપ પામેલ કિરાતા યમરાજાની ભ્રકુટી જેવા વક્ર અને શૂંગના રચેલાં ધનુષાને લીલાથી અધિય કરીને ધારણ કરવા લાગ્યા; કેટલાએક જાણે જયલક્ષ્મીની લીલાની શય્યા હોય તેવી રણમાં દુર્વાર અને ભંયકર તરવારો મ્યાનમાંથી ખેચવા લાગ્યા; યમરાજના નાના બધુ જેવા કેટલાએક ક્રૂડને ઉગામવા લાગ્યા; કોઈ આકાશમાં ધૂમ્રકેતુ જેવાં ભાલા નચાવવા લાગ્યા; કોઈ રણોત્સવમાં આમંત્રણ કરેલાં પ્રેતરાજની પ્રીતિને માટે જાણે શત્રુઓને શૈલી પર ચડાવવાને હોય તેમ ત્રિશૂલ ધારણ કરવા લાગ્યા; કેઈ શત્રુઆરૂપ ચકલાઓના પ્રાણને હરણ કરનારા બાજપક્ષી જેવા લેાઢાના શલ્યને હાથમાં ધારણ કરવા લાગ્યા અને કોઈ જાણે આકાશમાંથી તારાના સમૂહને પાડવાને ઇચ્છતા હોય તેમ પોતાના ઉદ્ધૃત કર વડે તત્કાળ મુગરા ફેરવવા લાગ્યા. એવી રીતે યુદ્ધ કરવાની ઇચ્છાથી સૌએ વિવિધ પ્રકારનાં આયુધા ગ્રહણ કર્યા. વિષ વિના જેમ સર્પ ન હોય તેમ તેમાં કોઈ શસ્ત્ર વિના નહાતુ. યુદ્ધરસની ઇચ્છાવાળા તેઓ જાણે એક આત્માવાળા હોય તેમ સમકાળે ભરતની સઘળી સેના ઉપર ચડી આવ્યા. કરાને વર્ષાવતા પ્રલયકાળના મેઘની પેઠે શસ્ત્રાને વર્ષાવતા મ્લેચ્છા ભરતના અગ્ર સૈન્યની સાથે વેગથી યુદ્ધ કરવા લાગ્યા. જાણે પૃથ્વીમાંથી, દિશાઓના મુખથી અને આકાશમાંથી પડતાં હોય તેમ ચાતરફથી શસ્રા પડવા લાગ્યા. દુર્જનની ઉક્તિ સર્વ જનોને ભેદ પમાડે તેમ કિરાત લેાકેાના ખાણથી ભરતની સેનામાં એવું એક પણ ન રહ્યું કે જે ભેદાણું નહીં. હાય, મ્લેચ્છ લેાકેાના ધસારાથી ચક્રીના આગલા ઘોડેસ્વારો સમુદ્રનો વેલાવડે નદીના અતભાગની ઊર્મિની પેઠે પસ્ત થઇને ચલાયમાન થઈ ગયા. મ્યુચ્છસ હેાના બાણુરૂપ શ્વેત નખાથી આઘાત થયેલા ચક્રવતીના હાથીએ વિરસ સ્વરથી શબ્દ કરવા લાગ્યા. મ્લેચ્છ વીરાએ પ્રચર્ડ દડાયુધથી વાર વારતાડન કરેલા ભરતના પાળાએ કંદુકની પેઠે પૃથ્વીમાં અથડાઇને પડવા લાગ્યા. વજ્રઘાતથી પતાની જેમ યવનસેનાએ ગદાપ્રહારથી ચક્રીની અગ્રસેનાના રથા ભાંગી નાખ્યા. સ’ગ્રામરૂપી સાગરમાં તિમિ'ગલ જાતના મગરાથી જેમ મત્સ્યાના સમૂહ ગ્રસ્ત થાય તેમ મ્લેચ્છ લોકોથી ચક્રીનુ સૈન્ય ગ્રસ્ત થયું અને ત્રાસ પામી ગયું.
૧૨૪