________________
૧૨૦
સર્ગ ૪ થે પૃથ્વી ઉપર પાત્ર મૂકીને હમેશાં સાથે બેસીને જમનારા એવા રાજકુંવરો સાથે તેમણે પારણું કર્યું અને પછી કૃતમાલ દેવને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો. પ્રણિપાત કરવાથી ગ્રહણ કરેલા સ્વામીએ સેવકને માટે શું નથી કરતા?
બીજે દિવસે ઈંદ્ર જેમ નિગમેલી દેવતાને આજ્ઞા કરે તેમ મહારાજાએ સુષેણું સેનાનીને બોલાવી આજ્ઞા કરી કે –“તમે ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને સિંધુ, સમુદ્ર અને વૈતાઢ્ય પર્વતની મધ્યમાં રહેલા દક્ષિણસિંધુનિકૂટને સ ધ અને બદરીને વનની પેઠે ત્યાં રહેલા લેચ્છ લોકોને આયુધયષ્ટિથી તાડન કરી ચર્મરત્નના સર્વસ્વ ફળને મેળવો.” જાણે ત્યાં જ જન્મ્યો હોય તેમ જળસ્થળને ઊંચા નીચા સર્વ ભાગમાં અને બીજા કિલ્લાઓમાં તથા દુર્ગમ સ્થાનકમાં સંચાર કરવાના સર્વે માર્ગને જાણનારા, પ્લેચ્છભાષામાં વિચક્ષણ, પરાક્રમમાં સિંહ જેવા, તેજવડે સૂર્ય જેવા, બુદ્ધિના ગુણથી બૃહસ્પતિ જેવા તથા સર્વ લક્ષણે સંપૂર્ણ સુષેણ સેનાનીએ ચક્રવતીની તે આજ્ઞા મસ્તકે ચડાવી. તરત જ સ્વામીને પ્રણામ કરી પિતાના વાસસ્થાનમાં આવી જાણે પોતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજાએને પ્રયાણને માટે આજ્ઞા કરી. પછી પોતે સ્નાન કરી, બલિદાન આપી, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયે. તે વખતે તેણે મોટાં મૂલ્યવાળાં સ્વલ્પ આભૂષણો ધારણ કર્યા હતાં, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત્ત અને કૌતુકમંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલમીએ આલિંગન કરવાને માટે પોતાની ભુજલતા નાંખી હોય તે રત્નને દિવ્યહાર ધારણ કર્યો હતે. પટ્ટહસ્તીની પેઠે પટ્ટાના ચિહ્નથી તે શોભતો હતો; કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક ફ્યુરિકા તેણે રાખી હતી અને પાછળ સરલ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના બે ભાથાએ ધારણ કર્યા હતા, તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા બે વૈક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવાહ, સંધિપાળ અને ભત્ય વિગેરેથી તે યુવરાજની પેઠે વીંટાયેલે હતે.. જાણે આસનની સાથે જ થયો હોય તેમ તેનું અગ્રાસન નિશ્ચળ હતું. વેત છત્ર અને ચામરથી શોભતા એવા તે દેવપમ સેનાનીએ પોતાના ચરણ અંગુષ્ઠથી હાથીને ચલાવ્યો. ચક્કીના અર્ધા સૈન્યની સાથે તે નદીને કિનારે ગયે. સેના માંથી ઊડેલી રજવડે જાણે સેતુબંધ કરતો હોય તેમ તેણે ત્યાં સ્થિતિ કરી. જે બાર જન સુધી વૃદ્ધિ પામે, જેમાં પ્રાતઃકાળે વાવેલા ધાન્ય સાયંકાળે ઊગે અને જે નદી, દ્રહ તથા સમુદ્રથી પાર ઉતારવાને સમર્થ હોય એવા ચર્મરત્નને સેનાપતિએ પિતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વાભાવિક પ્રભાવથી તેના બે છેડા પ્રસાર પામ્યા એટલે સેનાનીએ તેને તેલની પેઠે જળમાં મૂકયું. પછી ચર્મરત્નવડે પગરસ્તાની જેમ સૈન્ય સહિત સરિતા ઉતરી તે બીજે તટે ગયે.
સિંધના સર્વ દક્ષિણ નિષ્કટને સાધવાની ઈચ્છાથી તે પ્રલય કાળના સમુદ્રની જેમ ત્યાં પ્રસાર પામે. ધનુષના નિર્દોષ શબ્દથી દારૂણ અને યુદ્ધમાં કૌવતવાળા તેણે સિંહની પેઠે સિંહલ લોકોને લીલા માત્રમાં પરાભવ કર્યો, બર્બર લોકોને મૂલ્યથી લીધેલા કિંકરની પેઠે સ્વાધીન કર્યા અને ટંકણેને ઘેડાની માફક રાજના ચિહ્નથી અંકિત કર્યા. રત્નમણિયથી પૂરેલો જાણે જળરહિત રત્નાકર હોય તેવા યવનદ્વીપને તે નરકેશરીએ લીલા માત્રમાં જીતી લીધું. તેણે કાળમુખ જાતિના સ્લેરછોને જીતી લીધા, તેથી તેઓ જન ન કરતાં છતાં પણ મુખમાં પાંચ આંગળીઓ નાંખવા લાગ્યા. તેના પ્રસાર પામવાથી જનક નામ પ્લેચ્છલો કે વાયુથી વૃક્ષના પલ્લવોની જેમ પરા મુખ થઈ ગયા. ગારૂડી જેમ સર્વ જાતિના સપને જીતે તેમ તેણે વૈતાઢ્ય પર્વતની નજીકની ભૂમિમાં
ન સાથે તે સિંધુ