________________
૧૧૬
સર્ગ ૪ થે સ્વામીને અનર્થ આપનારા અને એવી રીતે પિતાની જાતને સ્વામિમત માનનારા તમને ધિક્કાર છે ! આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર-શ્રી ઋષભસ્વામીના પુત્ર ભરતરાજા પ્રથમ ચક્રવતી થયા છે. તેઓ આપણી પાસેથી દંડ માગે છે અને ઇન્દ્રની પેઠે પ્રચંડ શાસનવાળા તેઓ આપણને સવને પોતાની આજ્ઞા માં રાખવાને ઈચ્છે છે. કદાપિ સમુદ્રનું શોષણ થાય, મેરુપર્વત ઉપાડાય, યમરાજને હણી નંખાય, પૃથ્વી અવળી કરી નંખાય, વજાને દળી નંખાય અને વડવાગ્નિ બુઝાવી દેવાય તે પણ પૃથ્વીમાં ચક્રવતી છતાય નહીં. તેથી હે બુદ્ધિમંત રાજા ! ટૂંકી બુદ્ધિવાળા આ લોકોને વારે અને દંડ તૈયાર કરી ચક્રવતીને પ્રણામ કરવા ચાલો.” ગંધહસ્તીના મદને સુઘીને જેમ બીજા હસ્તી શાંત થઈ જાય તેમ મંત્રીની આવી વાણી સાંભળીને તથા બાણાક્ષર જોઈને માગધપતિ શાંત થઈ ગયો. પછી તે બાણ તથા ભેટાણું લઈને ભરતરાયની પાસે આવ્યા અને પ્રણામ કરી નીચે પ્રમાણે બા–“હે પૃથ્વીપતિ ! કુમુદખંડને પર્વણના ચંદ્રની જેમ ભાગે આપના દર્શન મને થયા છે. ભગવાન્ ઋષભસ્વામી પ્રથમ તીર્થંકર થઈને જેમ વિજય પામે છે તેમ આપ પણ પૃથ્વીમાં પ્રથમ ચક્રવતી થઈને વિજય પામે. જેમ ઐરાવત હાથીને કઈ પ્રતિહસ્તી હાય નહીં, વાયુના જે કોઈ બળવાળો હોય નહીં અને આકાશથી વિશેષ માનવાળું કઈ હોય નહીં તેમ આપને સમેવડીએ કંઈ થઈ શકે નહી. કર્ણ સુધી આકૃષ્ટ કરેલા ધનુષમાંથી નીકળેલા આપના બાણને ઈન્દ્રના વજની પેઠે કોણ સહન કરી શકે તેમ છે ? મુજ પ્રમાદી ઉપર પ્રસાદ કરી આપે કર્તવ્ય જણાવવાને છડીદારની પેઠે આ બાણ મે કહ્યું, તેથી હે નૃપશિરોમણિ ! આજથી હું તમારી આજ્ઞાને શિરોમણિની પેઠે મસ્તક ઉપર ધારણ કરીશ. હે સ્વામિન્ ! તમે આરેપિત કરેલે હું જાણે પૂર્વ દિશાને તમારે જયસ્થંભ હોય તેમ નિષ્કપટ ભક્તિથી આ માગધતીથમાં રહીશ. આ રાજ્ય, આ સર્વ પરિવાર, હું પોતે અને બીજું સર્વ તમારું જ છે; તમારા સેવકની પેઠે મને આજ્ઞા કરે.”
એવી રીતે કહીને તેણે તે બાણ, માગધ તીર્થનું જળ, મુગટ અને બે કુંડળ અર્પણ કર્યા. ભરતરાયે તે તે વસ્તુને સ્વીકાર કરી તેને સત્કાર કર્યો, કેમકે મહાત્મા લકે સેવાને માટે નમેલા જનમાં કૃપાવાળા જ હોય છે, પછી ઈંદ્ર જેમ અમરાવતીમાં જાય તેમ ચકી રથને પાછો વળી તે જ માગે છાવણીમાં આવ્યા. રથથી ઉતરી, અંગપ્રક્ષાલન કરી પરિવાર સહિત તેમણે અઠ્ઠમનું પારણું કર્યું. પછી ઉપનત થયેલા માગંધપતિનો પણ ચક્રની જેમ ચક્રવતીએ મોટી ઋદ્ધિથી ત્યાં અષ્ટાહ્નિકા ઉત્સવ કર્યો. સૂર્યના રથમાંથી જાણે સરી આવ્યું હોય તેમ તેજથી તીક્ષણ એવું ચક અષ્ટાક્ષિકા ઉત્સવને અંતે આકાશમાં ચાલ્યું અને દક્ષિણ દિશાએ વરદામ તીર્થ તરફ પ્રવત્યું. પ્રાદિ ઉપસર્ગ જેમ ધાતુની પાછળ જાય તેમ ચક્રવતી પણ તેની પછવાડે ચાલ્યા.
હમેશાં જન માત્ર પ્રયાણથી ચાલતાં અનુક્રમે રાજહંસ જેમ માન સરોવરને પામે તેમ ચક્રવતી દક્ષિણ સમુદ્ર સમીપે આવી પહોંચ્યા. એલાયચી, લવીંગ, ચારેલી અને કકાલના વૃક્ષવાળા દક્ષિણ સાગરના તટ ઉપર નૃપતિએ સૈન્યને નિવાસ કરાવ્યું. મહારાજાની આજ્ઞાથી પૂર્વની પેઠે વદ્ધકિરને સૈન્યના નિવાસગૃહ અને પૌષધશાળા ત્યાં રચ્યાં. તે વરદામ તીર્થના દેવને ચિત્તમાં ધારણ કરી રાજાએ અષ્ટમ તપ કર્યો અને પૌષધાગારમાં પૌષધવ્રત ગ્રહણ કર્યું. પૌષધ પૂર્ણ થયા પછી પૌષધગ્રહમાંથી નીકળી ધનુર્ધારીઓમાં અગ્રેસર એવા ચક્રીએ કાલકૃષ્ટરૂપ ધનુષ ગ્રહણ કર્યું અને સર્વ સુવર્ણ થી રચેલ, કેટી રત્નોથી જડેલ અને જયલક્ષમીના નિવાસગ્રહરૂપ રથમાં તેઓ આરૂઢ થયા. દેવથી જેમ