________________
૧૦૬
સર્ગ ૩ જે જાણવું. પૂર્વ, અંગ, ઉપાંગ અને પ્રકીર્ણક સૂત્રો-ગ્રંથોથી બહુ પ્રકારે વિસ્તાર પામેલું અને સ્યાત્ શબ્દવડે લાંછિત એવું શ્રુતજ્ઞાન અનેક પ્રકારે જાણવું. દેવતા અને નારકી જીવોને ભવસંબંધથી ઉત્પન્ન થાય છે તે અવધિજ્ઞાન કહેવાય છે. એ ક્ષયઉપશમ લક્ષણવાળું છે અને મનુષ્ય, તિર્યંચ આદિ તેના મુખ્ય છે ભેદ છે. મન:પર્યાય જ્ઞાન ઋજુમતિ અને વિપુલમતી એવા બે પ્રકારનું છે, તેમાં વિપુલમતીનું વિશુદ્ધ અને અપ્રતિપાતપણ વડે જાણી લેવું. સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિષયવાળું, વિધેલોચન સમાન, અનંત, એક અને ઇંદ્રિયોના વિષય વિનાનું જ્ઞાન તે કેવળજ્ઞાન કહેવાય છે.
શાસ્ત્રોક્ત તત્ત્વમાં રુચિ તે શ્રદ્ધા કહેવાય છે. તે શ્રદ્ધા (સમકિત) સ્વભાવથી અને ગુરુના ઉપદેશથી એમ બે પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ અનંત સંસારના આવર્તામાં પ્રાણીઓને જ્ઞાનાવરણી, દર્શનાવરણ, વેદની અને અંતરાય નામના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાનુકટી સાગરોપમની છે. ગોત્ર અને નામકર્મની સ્થિતિ વીશ કોટાનકોટી સાગરોપમની છે અને મેહનીય કર્મની સ્થિતિ સિનો૨ કેટાનુકટી સાગરોપમની છે. અનુક્રમે ફળના અનુભવથી તે સર્વ કર્મો પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતે અથડાતો પથ્થર ગેળ થઈ જાય તે ન્યાયવત્ પિતાની મેળે ક્ષય પામે છે. એ પ્રમાણે ક્ષય થતાં કર્મની અનુક્રમે ઓગણત્રીશ, ઓગણીશ અને ઓગણોતેર કોટાનકોટી સાગરે૫મની સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશે ઊણી (કાંઈક ઓછી) એક કોટાનકોટી સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે પ્રાણી યથાપ્રવૃત્તિકરણ વડે ગ્રંથીદેશને પ્રાપ્ત થાય છે. રાગદ્વેષના દુઃખે ભેદી શકાય એવા પરિણામ તે ગ્રંથી કહેવાય છે. તે કાષ્ઠની ગાંઠ જેવી દુર છે અને ઘણી જ દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુપ્રેરિત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પ્રેરેલા કેટલાએક જ ગ્રંથીને ભેદ્યા વિના જ ગ્રંથી સમીપથી પાછા ફરે છે. કેટલાએક પ્રાણીઓ માર્ગમાં ખલના પામેલા સરિતાના જળની પેઠે કઈ પ્રકારના પરિણામવિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કોઈ પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણવડે પિતાનું વીર્ય પ્રગટ કરીને મહોરા માર્ગને ઉલ્લઘન કરનારા પાંથ લોકો જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે તેમ તે દુર્લય ગ્રંથીને તત્કાળ ભેદી નાંખે છે. પછી કેટલાએક ચારે ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણ વડે અંતરકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂર્ત માત્ર સમ્યક્ દર્શનને પામે છે, તે નૈસર્ગિક (સ્વાભાવિક ) સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે. ગુરુના ઉપદેશના આલંબનથી ભવ્ય પ્રાણીઓને જે સમકિત ઉત્પન્ન થાય છે તે ગુરુના અધિગમથી થયેલું સમકિત કહેવાય છે.
સમકિતના પથમિક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એવા પાંચ પ્રકાર છે. જેની કર્મચથી ભેદ પામેલી છે એવા પ્રાણીને જે સમકિતને લાભ પ્રથમ અંતમેં હૂર્ત માત્ર થાય છે તે પથમિક સમકિત કહેવાય છે, તેમજ ઉપશમ શ્રેણિના યોગથી જેને મોહ શાંત થયું હોય એવા દેહીને મેહના ઉપશમથી ઉત્પન્ન થાય તે પણ ઔપશમિક સમકિત કહેવાય છે. સમ્યગુભાવને ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા પ્રાણીને અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં, ઉત્કર્ષથી છ આવળી પર્યત અને જઘન્યથી એક સમય સમકિતના પરિણામ રહે તે સાસ્વાદન સમકિત કહેવાય છે. મિથ્યાત્વ મેહનીને ક્ષય અને ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલું ત્રીજું ક્ષાયોપથમિક સમકિત કહેવાય છે, તે સમતિ મહનીના ઉદય પરિણામવાળા પ્રાણીને થાય છે. વેદક નામનું ચોથું સમકિત, ક્ષપક ભાવને પ્રાપ્ત થયેલા, અનંતાનુબંધી કષાયની ચેકડી ક્ષય થયેલા, ક્ષાચક સમકિતની સન્મુખ