________________
પર્વ ૧ લું
૧૦૩
અને કયાં હાલની સ્થિતિ ! અહા ! મારે પુત્ર કેટલું કષ્ટ ભોગવે છે કે જે પોતે પદ્મના ખંડની જે કમળ છતાં વર્ષાઋતુમાં જળનો ઉપદ્રવ સહન કરે છે, હેમંત ઋતુમાં અરણ્યની માલતીના તંબની પેઠે હમેશાં હિમપાતના કલેશથી પરવશ દશા ભોગવે છે અને ઉષ્ણઋતુમાં વનવાસી હસ્તીની પેઠે સૂર્યના અતિ દારૂણ કિરણોથી અધિક સંતાપને અનુભવ કરે છે આવી રીતે સર્વ કાળ મારે પુત્ર વનવાસી થઈ આશ્રય વિનાના સાધારણ માણસની પેઠે એકાકી ફરી દુઃખપાત્ર થઈ રહ્યો છે. આવા દુ:ખથી આકુળ પુત્રને જાણે દૃષ્ટિ આગળ હોય તેમ હું જોઉં છું અને હમેશાં આ પ્રમાણે કહેવાથી તેને પણ દુઃખી કરું છું.”
મરુદેવા માતાને આવી રીતે દુખાકુળ જોઈ ભરતરાજા અંજલિ જડી અમૃતતુલ્ય વાણીથી બોલ્યા- હે દેવિ ! થેર્યના પર્વતરૂપ, વજના સારરૂપ અને મહાસત્તજન માં શિરોમણિ એવા મારા પિતાની જનની થઈને તમે આ પ્રમાણે ખેદ કેમ કરો છો ?પિતાજી હાલ સંસારસમુદ્ર તરવાને એકદમ ઉદ્યમવંત થયા છે તેથી કંઠે બાંધેલી શિલા જેવા જે આપણે તેનો તેમણે ત્યાગ કર્યો છે. વનમાં વિહાર કરનારા તેઓને તેમના પ્રભાવથી શીકારી પ્રાણીઓ પણ જાણે પાષાણના ઘડેલા હોય તેમ ઉપદ્રવ કરવાને સમર્થ થતા નથી. ક્ષધા. તૃષા અને આતપ વિગેરે દુ:સહ પરીષહો કમરૂપી શત્રુઓને નાશ કરવામાં ઉલટા પિતાજીને સહાયભૂત છે. જો આપને મારા વચન ઉપર વિશ્વાન ન આવતું હોય તે થોડા જ કાળમાં તમને તમારા પુત્રને કેવળજ્ઞાન થયાના ઉત્સવની વાર્તા સાંભળીને પ્રતીતિ થશે.”
એ જ વખતે છડીદારે મહારાજા ભરતને નિવેદન કરેલા યમક અને શમક નામના બે પુરુષો ત્યાં આવ્યા. તેમાંના ચમકે ભરતરાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે હે દેવ ! આજે પુરિમતાલ નગરના શકરાનન ઉદ્યાનને વિષે યુગાદિનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આવી કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને જણાય છે કે આપ ભાગ્યોદયવડે વૃદ્ધિ પામે છે.” શમકે ઊંચે સ્વરે નિવેદન કર્યું કે “આપની આ યુધશાલામાં હમણુ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” આ સાંભળી ભરતરાય ક્ષણવાર ચિંતામાં પડ્યા કે “અહી પિતાજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને અહી ચક્ર ઉત્પન્ન થયું, પ્રથમ મારે કોની ચર્ચા કરવી ?” પરંતુ “વિશ્વને અભય આપનાર પિતાજી કયાં અને પ્રાણીઓનો ઘાત કરનાર ચક્ર ક્યાં ?” એમ વિચારી પ્રથમ સ્વામીની પૂજાને માટે પિતાના માણસોને તૈયારી કરવા આજ્ઞા કરી. યમક અને ચમકને ગ્ય રીતે પુષ્કળ પારિતોષિક આપી વિદાય કર્યા અને દેવા માતાને કહ્યું- હે દેવિ ! આપ હંમેશાં કરુણુ ક્ષરથી કહેતા હતા કે મારે ભિક્ષાહારી અને એકાકી પુત્ર દુઃખનું પાત્ર છે, પણ ગેલેક્યને સ્વામીત્વને ભજનાર તે તમારા પુત્રની સંપત્તિ જુઓ.' એમ કહી માતાજીને ગજેન્દ્ર ઉપર આરૂઢ કર્યા. પછી જાણે મૂર્તિમાન લક્ષમીમય હોય તેવાં સુવર્ણ, રત્ન અને માણિકથના આભૂષણવાળા ઘોડા, હાથી, પાયદળ અને રો લઈ મહારાજાએ પ્રયાણ કર્યું. પોતાનાં આભૂષણની કાંતિથી જંગમ તરણને રચનારા સૈન્ય સહિત ચાલતા મહારાજા ભરતે દરથી ઉપર રનમય ગઢ જે. ભરતે મરુદેવા માતાને કહ્યું--! દેવિ ! જુઓ ! આ દેવીઓ અને દેવતાઓએ પ્રભુનું સમવસરણ કર્યું છે. પિતાજીનાં ચરણકમલની સેવામાં ઉત્સવને પામેલા દેવતાઓને આ જય જય જય શબ્દ સંભળાય છે. હે માતા ! જાણે પ્રભુને બંદી હોય તેમ ગંભીર અને મધુર શબ્દથી આકાશમાં વાગતો દુંદુભિ આનંદ ઉત્પન્ન કરે છે. સ્વામીનાં ચરણકમળને વંદના કરનારા દેવતાઓના વિમાનમાં થયેલ આ મોટો ઘુઘરીઓનો અવાજ આપણે સાંભળીએ છીએ. સ્વામીના દર્શનથી હર્ષ પામેલા દેવતાઓને મેઘની ગર્જના જેવો આ સિંહનાદ