________________
પર્વ ૧ લું
૧૦૧ ગઢના ચારે દ્વારે બંને તરફ અનુક્રમે અભય, પાસ, અંકુશ અને મુદ્દગરને ધારણ કરનારી
તમણિ, શાણમણિ, સ્વર્ણમણિ અને નીલમણિના જેવી કાંતિવાળી પ્રથમ પ્રમાણે ચારે નિકાયની જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની બે બે દેવીઓ પ્રતિહાર થઈને ઊભી રહી હતી. છેલ્લા બહારના ગઢને ચાર દ્વારે તંબુ, ખાંગધારી, મનુષ્યમસ્તક માલાધારી અને જટામુગટમંડિત એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરેએ ત્રણ કેશ ઊંચું એક ચિત્ય (અશોક) વૃક્ષ રચ્યું હતું, તે જાણે ત્રણ રત્ન(જ્ઞાન, દર્શન, ચારિત્ર)ના ઉદયને ઉદ્દેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠ રચી હતી અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદક ર હ ઈદકની મધ્યમાં પૂર્વ દિશા તરફ સર્વ લક્ષમીને સારી હોય તેવું પાદપીઠ સહિત રત્નસિંહાસન રચ્યું હતું અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાનાં ત્રણ ચિહ્નો હોય તેવાં ઉજજવળ ત્રણ છત્રો રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષે જાણે હૃદયમાં નહીં સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા ઉજજવળ ચામર લઈને ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર અદ્દભૂત કાંતિના સમૂહવાળું એક એક ધર્મચક્ર સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજુ પણ જે જે કરવાચોગ્ય હતું તે સર્વ કૃત્ય વ્યંતરેએ કર્યું હતું, કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી છે. ન હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના કોડે દેવતાઓથી વીંટાએલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાઓ સહસ્ત્ર પત્રવાળા સુવર્ણનાં નવ કમલ રચીને અનુક્રમે પબની આગળ મકવા લાગ્યા. તેમાંનાં બે બે કમલ ઉ૫૨ સ્વામી પાન્યાસ કરવા લાગ્યા અને તે દેવતાઓ તે કમલને આગળ આગળ સંચારવા લાગ્યા. જગત્પતિએ સમવસરણના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચિત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી તીર્થને નમસ્કાર કરી સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર આરૂઢ થાય તેમ જગતના મોહરૂપી અંધકારને છેદવા માટે પૂર્વાભિમુખ સિંહાસન ઉપર પ્રભુ આરૂઢ થયા, એટલે વ્યંતરેએ બીજી ત્રણ દિશાએ રનનાં ત્રણ સિંહાસન ઉપર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ કર્યા. દેવતાઓ પ્રભુના અંગુઠા જેવું કરવાને પણ સમર્થ નથી તે પણ જે પ્રતિબિંબ કર્યા તે પ્રભુના પ્રભાવથી તેવાં જ થયાં હતાં. પ્રભુના દરેક મસ્તકની ફરતું શરીરની કાંતિનું મંડલ (ભામંડલ) પ્રગટ થયું, જેની આગળ સૂર્યનું મંડલ પણ ખદ્યોત જેવું જણુંવા લાગ્યું, પ્રતિશબ્દોથી ચારે દિશાને શબ્દાયમાન કરતી-મેઘની જેવા ગંભીર સ્વરવાળી દુંદુભિ આકાશમાં વાગવા લાગી. પ્રભુના સમીપે એક રત્નમય ધ્વજ હતો, તે જાણે ધમેં આ એક જ પ્રભુ છે એમ કહેવાને પિતાને એક હાથ ઊંચો કર્યો હોય તે શોભતો હતે.
હવે વિમાનપતિઓની સ્ત્રીઓ પૂર્વ દ્વારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ તીર્થકર તથા તીર્થને નમસ્કાર કરી, પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છોડી દઈ, તેના સ્થાનની મધ્યમાં અગ્નિખૂણે ઊભી રહી. ભુવનપતિ, જ્યોતિષ્ક અને વ્યંતરની સ્ત્રીઓ દક્ષિણ દિશાના દ્વારથી પસી અનુક્રમે પૂર્વ પ્રમાણે વિધિ કરી નૈરૂત્ય ખૂણે ઊભી રહી. ભવનપતિ, તિષ્ક અને વ્યંતર દેવતા પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશામાં બેઠા. વૈમાનિક દેવતાઓ, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારથી પ્રવેશ કરી પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા, ત્યાં પ્રથમ આવેલા અલ્પ ઋદ્ધિવાળા, મોટી ઋદ્ધિવાળા જે કઈ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હોય તેને નમીને આગળ જતા. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કેઈ જાતની વિકથા નથી, ૧. સમવસરણસ્તવમાં ચારે દિશાએ ચાર વજ કહ્યાા છે.