________________
૯૮
પર્વ ૧ લું પ્રભુને જાણે હાથમાં રહેલ હોય એમ ત્રણે જગતને બતાવનારું ત્રિકાળવિષય જ્ઞાન (કેવળજ્ઞાન) ઉત્પન્ન થયું. તે સમયે દિશાએ પ્રસન્ન થઈ, વાયુ સુખકારી વાવા લાગ્યા અને નારકીના જીવોને પણ ક્ષણવાર સુખ થયું.
હવે જાણે સ્વામીના કેવળજ્ઞાનના ઉત્સવને માટે પ્રેરતા હોય તેમ સર્વ ઈદ્રોનાં આસન તે વખતે કંપાયમાન થયાં. જાણે પોતપોતના દેવલોકના દેવતાઓને લાવવાના કાર્યમાં ઉદ્યત થઈ હોય તેમ દેવલોકમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા માંડી. પ્રભુના ચરણ સમીપે જવાને ઈચ્છતા એવા સૌધર્માધિપતિએ ચિંતવન કર્યું કે તરત જ ઐરાવણ દેવ ગજરૂપે થઈ તેમની સમીપે આવ્યો. સ્વામીને જોવાની ઇચ્છાથી જાણે જંગમ મેમ્પર્વત હોય તેમ પિતાના શરીરને લક્ષજન પ્રમાણ વિસ્તારીને તે હસ્તી શોભવા લાગ્યો. તેના અંગની બરફ જેવી શ્વેત કાંતિવડે તે હસ્તી જાણે ચોતરફ દિશાઓને ચંદનનું વિલેપન કરતો હોય એમ જણાતે હતો. તેના ગંડથળમાંથી ઝરતા અતિસુંગધી મદજળવડે તે સ્વર્ગની અંગભૂમિને કસ્તુરીના તબકથી અંકિત કરતા હતા. જાણે બે બાજુએ પંખા હોય તેવા પિતાના ચપલ કર્ણતાલવડે કપોલતળમાંથી ઝરતા મદના ગંધથી અંધ થયેલા મધુકરના સમૂહને તે નિવારતો હતો. પોતાના કુંભના તેજથી તેણે બાળસૂર્યના મંડલને પરાભવ કર્યો હતો અને અનુક્રમે પુષ્ટ અને ગોળાકાર એવી શુંઢથી તે નાગરાજને અનુસરતો હતો. મધુ જેવી કાંતિવાળા તેનાં નેત્ર અને દાંત હતાં, તામ્રપત્રના જેવું તેનું તાળવું હતું અને ભંભાની જેવી ગોળ તથા સુંદર તેની ગ્રીવા હતી. ગાત્રના અંતરાળ ભાગ વિશાલ હતા, પણછ ચડાવેલા ધનુષ્ય જે પૃષ્ઠ ભાગ હતા, કૃશ ઉદર હતું અને ચંદ્રમંડળના જેવા નખમંડળથી તે મંડિત હતા. તેને નિશ્વાસ દીર્ઘ અને સુગંધી હતું, તેની કરાંગુલી (શુંઢને અગ્રભાગ) દીઘ અને ચલિત હતો અને તેના એણ્ડપલ્લવ, ગોંદ્રિય અને પુચ્છ ઘણું દીર્ઘ હતાં. બે બાજુએ રહેલા ચંદ્ર અને સૂર્યથી જેમ મેરુપર્વત અંકિત હોય છે તેમ બે પડખે રહેલી બે ઘંટાઓથી તે અંકિત હતે. દેવવૃક્ષનાં પુષ્પથી ગુંથેલી તેની બે બાજુની દેરડીઓ હતી. જાણે આઠ દિશાની લક્ષ્મીની વિભ્રમભૂમિ હોય તેવા સુવર્ણપટ્ટથી અલંકૃત કરેલાં આઠ લલાટ અને આઠ મુખ વડે તે શોભતે હતો. જાણે મોટા પર્વતના શિખર હોય તેવા દઢ, કાંઈક વાંકા, વિસ્તારવાળા અને ઉન્નત એવા દરેક મુખમાં આઠ આઠ દાંત શોભતા હતા. દરેક દાંત ઉપર સ્વાદુ અને નિર્મળ જળવાળી એક એક પુષ્કરિણી હતી, તે દરેક વર્ષધર પર્વત ઉપર રહેલા પ્રહ જેવી શોભતી હતી. દરેક પુષ્કરિણીમાં આઠ આઠ કમલ હતાં, તે જાણે જળદેવીએ જળની બહાર મુખ કર્યા હોય તેવાં જણાતાં હતાં. પ્રતિકમલે આઠ આઠ વિશાળ પત્ર હતા, તે જાણે ક્રીડા કરતી દેવાંગનાઓને વિશ્રામ લેવાના દ્વીપ હોય તેવા શોભતા હતા. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવા જુદા જુદા આઠ આઠ નાટકે શેભતા હતા અને તે દરેક નાટકમાં જાણે સ્વાદીષ્ટ રસના કલ્લોલની સંપત્તિવાળા ઝરા હોય તેવા બત્રીશ બત્રીશ પાત્રો હતા. એવા ઉત્તમ ગજેદ્ર ઉપર અગ્ર આસનમાં ઈન્દ્ર પરિવાર સહિત આરૂઢ થે. હસ્તિના કુંભસ્થળથી તેની નાસિકા ઢંકાઈ ગઈ. પરિવાર સહિત ઈન્દ્ર ગજપતિ ઉપર બેઠે એટલે જાણે અખિલ સૌધર્મ દેવલોક હોય એ તે હસ્તી ત્યાંથી ચાલ્યો. અનુક્રમે પોતાના શરીરને સંક્ષિપ્ત કરત- જાણે પાલક વિમાન હોય તેમ તે હસ્તી પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં ક્ષણવારમાં આવી પહોંચ્યો. બીજા અચુત વિગેરે ઈન્દ્રો પણ હું પહેલે જાઉં, હું પહેલા જાઉં એવી ત્વરાથી દેવસમૂહ સાથે આવી પહોંચ્યા. ૧. પુષ્કરિણી-વાવ. ૨. અભિનય–દેખાવના ચાળા, હાવભાવ. ૩. પાત્રો-નાટક કરનારા.