________________
અહીં સુધી આખા ગ્રંથ સંબંધી હકીકત પ્રદર્શિત કરવામાં આવી. હવે આ બુકમાં સમાવેલા પહેલા તથા બીજા પર્વની અંદર ખાસ ધ્યાન આપવા લાયક બાબતે શું શું સમાવી છે તે જણાવીએ છીએ. વિશેષ તે વિષયાનુક્રમ વાંચવાથી જાણી શકાય તેમ છે અને તેથી વિશેષ સાત ચરિત્ર વાંચવાયો જાણી શકાય તેમ છે.
પહેલા તથા બીજા પર્વમાં છ છ સગે છે. પહેલા પર્વના સર્ગમાં નીચે પ્રમાણે બાબતો સમાવી છે. ૧ પહેલા સર્ગમાં શ્રી ઋષભદેવજીના પ્રથમના ૧૨ ભવેનું વર્ણન આપેલ છે, તેમાં ખાસ
ધ્યાન આપવા લાયક શ્રી ધર્મષસૂરિની દેશના છે, જેમાં દાનશીલાદિ ચારે પ્રકારના ધર્મનું - વર્ણન આપેલ છે. ત્યાર પછી મહાબળ રાજાની સભામાં મંત્રીઓને ધાર્મિક સંવાદ લક્ષ
પૂર્વક વાંચવા લાયક છે; તેમાં ખાસ નાસ્તિક મતનું ખંડન ને ખંડન ધ્યાન આપવા યોગ્ય
છે. ત્યાર પછી મુનિઓને પ્રાપ્ત થતી લબ્ધિઓનું તથા વિશ સ્થાનકનું વર્ણન છે. ૨ બીજા સર્ગમાં કુલકરોત્પત્તિ અને શ્રી ઋષભદેવ ભગવંતના જન્મથી દીક્ષા લેવાની ઈચ્છા
સુધી હકીકત આપેલી છે. તેમાં પ્રારંભમાં આપેલી પહેલા કુલકર વિભળવાહનના પૂર્વભવની-સાગરચંદ્રની કથા વાંચવા લાયક છે. તેમાં દુર્જને કેવી દુર્જનતા કરે છે અને સતી કેવી સહનશીલતા વાપરે છે તેને આબેહુબ ચિતાર છે. ભગવંતનો દેવદેવીકૃત જન્મોત્સવ બહુ વિસ્તારથી વર્ણવેલો છે, અને પ્રભુના તથા સુનંદાના રૂપનું વર્ણન પણ વિસ્તારથી કરેલું છે. ભગવતને દેવકૃત વિવાહમહોત્સવ વાંચવા લાયક છે અને છેવટે આપેલું વસંતઋતુનું વર્ણન કર્તાની વિદ્વાન તરીકેની ખૂબી બતાવી આપવા માટે પૂરતું છે. ત્રીજા સર્ગમાં પ્રભુને દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન અને દેશનાને સમાવેશ કરવામાં આવેલ છે. તેમાં ઈદ્રકૃત દીક્ષા મહોત્સવનું તથા કેવળજ્ઞાન પામ્યા બાદ ચાર નિકાયના દેએ મળીને
કરેલા સમવસરણનું વૃત્તાંત સવિસ્તાર આપેલું છે. ત્યારબાદ ભગવંતની દેશના આપેલી છે, છે તે પૂરતાં લક્ષથી વાંચવા યોગ્ય છે; કારણ કે તેની અંદર જ્ઞાન-દર્શન-ચારિત્રની વ્યાખ્યા
બહુ સારી રીતે આપેલી છે. ૪ ચોથા સર્ગમાં ભરત ચૌએ કરેલા દિગ્વિજયનું વર્ણન સમાવેલું છે. તે સર્ગની પ્રાંતે ભરત
ચક્રીએ પોતાના ૯૮ ભાઈઓને બેલાવેલા તેઓ તેની પાસે ન જતાં, પ્રભુ પાસે ગયા અને પ્રભુને ભરતચક્રીની કૃતિ સંબંધી વિજ્ઞાપના કરી, જેથી પ્રભુએ તેઓને અત્યુત્તમ
ઉપદેશ આપેલ છે તે ખરેખર ધ્યાન દઈને વાંચવા યોગ્ય છે. ૫ પાંચમા સર્ગમાં બાહુબલિ સાથેના વિગ્રહનું વર્ણન છે, તેમાં સુવેગ દૂતે બાહુબલિને કહેલ
યુક્તિવાળો સંદેશે અને તેને બાહુબલિએ આપેલ યોગ્ય ઉત્તર વાંચવા લાગ્યું છે. રણસંગ્રામની વિધિનું આમાં ખાસ અનુભવ આપે તેવું વર્ણન આપેલું છે અને યુદ્ધ અટકાવનાર દેવો સાથે ભરત અને બાહુબલિને થયેલ ઉત્તર પ્રત્યુત્તર ખાસ ધ્યાન ખેંચનારા છે. છઠ્ઠા સગમાં ભગવંતના કેવળીપણાના વિહારનું વર્ણન છે અને યાવત ભગવંતના તથા ભરતચકીના નિર્વાણ પયતની હકીકત સમાવીને પહેલાં પર્વની સમાપ્તિ કરેલી છે. તેમાં અષ્ટાપદનું અને શત્રુંજયનું તથા અષ્ટાપદ ઉપર ભરતચીએ કરાવેલા સિંહનિષણા પ્રાસાદનું વર્ણન ખાસ વાંચવા લાયક છે. શઠ શલાકા પુરુષનાં નામ, માતા, પિતા, નગરી, આયુ, ” અંતર વિગેરે અનેક બાબતો આ સર્ગમાં ભગવંતની દેશનામાં સમાવેલ છે. પ્રાતે ભરત ચક્રીને આદર્શ ભુવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનું વર્ણન પૂરતું આકર્ષણ કરે તેવું આપેલું છે. દરેક સર્ગમાં જ્યાં જયાં પાંચે કલ્યાણક વિગેરે પ્રસંગમાં ઈન્દ્ર તથા ભરતચક્રી વિગેરેએ પ્રભુની સ્તુતિ કરેલી છે તે ધ્યાન દઈને વાંચવા લાયક છે; કારણ કે તેમાં અનેક બાબતને સમાવેશ કરેલ છે.