SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સ્તુતિ ગ્રંથારંભે “સપ્તક પ્રકારના મંગલરૂપે મળે છે અને પાછળ અપાયેલી બે આગમિક ચતુર્વિશતિ સ્તુતિઓ કરતાં સાહિત્યિક દૃષ્ટિએ પરિષ્કૃત હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. (૨) “પઉમચરિય’ની રાવણભાષિત અષ્ટાપદસ્થ ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ઇસ્વી ૪૭૩) - નિર્ગસ્થ આગમિક ધર્મકથાનુયોગ સાહિત્યમાં આવતા, ઋષભદેવના નિર્વાણનું સ્થાન મનાતા, અષ્ટાપદપર્વતનો દિગંબર પરંપરાના ગ્રંથોમાં તેમ જ હેમચંદ્રના અભિધાનચિંતામણિકોશાદિમાં પર્યાયવાચી શબ્દ છે “કૈલાસ”. શિવપુરાણાદિ પ્રાચીન શૈવ પૌરાણિક સાહિત્યમાં રાવણે કૈલાસ પર્વતનું હરણ કરવાની ચેષ્ટા કરેલી તે કથા બહુ જ પ્રસિદ્ધ છે. વિમલસૂરિએ એ ઘટનાને બિલકુલ જુદી રીતે ઘટાવી છે. એમણે રાવણને અષ્ટાપદ(કલાસ) મોકલ્યો તો છે, પણ ત્યાં તેની પાસે જૈન પૌરાણિક કથા અનુસાર, ભરતચક્રી કારિત સિંહનિષદ્યા-પ્રાસાદમાં બિરાજમાન ચતુર્વિશતિ જિનોની સ્તુતિ કરાવી છે. વિસ્તૃત ન હોવા છતાં કાવ્યની દૃષ્ટિએ, સંગ્રથનના સ્થાનકોણથી જોતાં, સુહુ કહી શકાય તેવી રચના છે. (૩) નંદિષેણમુનિપ્રણીત “અજિતશાંતિસ્તવ' (પ્રાયઃ ઇસ્વી ૪૭૫-૫૦૦) શ્વેતાંબર સંપ્રદાયના પ્રતિમાપૂજક આમ્નાયમાં “અજિતશાંતિસ્તવ” એક પુરાતન એવું પ્રતિષ્ઠા પ્રાપ્ત સ્તુત્યાત્મક રચના છે. પ્રતિક્રમણ સૂત્ર અનુષંગે ઉત્તર-મધ્યકાળમાં નિશ્ચિત કરાયેલા “સપ્તસ્મરણ” (ખરતરગચ્છ) વા “નવસ્મરણ” (અંચલગચ્છ, તપાગચ્છ)માં આ સ્તવને અન્ય પ્રસિદ્ધ અને સંપ્રદાયમાં પ્રચલિત જૂનાં-નવાં સ્તુતિ-સ્તોત્રો સાથે સ્થાન આપવામાં આવ્યું છે. સ્તવમાં દ્વિતીય તીર્થકર અજિતનાથ અને ૧૬મા જિને શાંતિનાથને એકસહ શા માટે સંપ્રાર્થિત કર્યા છે તેનો ઉપલબ્ધ પ્રાચીન-મધ્યકાલીન ધર્મકથાત્મક યા પૌરાણિક સાહિત્યમાં કોઈ જ ખુલાસો જોવામાં આવતો નથી : કદાચ, એ બન્ને તીર્થકરો ઇક્વાકુવંશમાં થયા હોવાની આગમિક પરંપરાને કારણે હશે? દિગંબર સંપ્રદાય પ્રસ્તુત સ્તવથી અજાણ જ છે, ત્યાં તેની કોઈ માન્યતા નથી; પણ શ્વેતાંબર સંપ્રદાયમાં આ પ્રાચીન સ્તવના વિષયને આદર્શ બનાવી, ચાર મધ્યકાલીન અને પાંચ ઉત્તર-મધ્યકાલીન કર્તાઓએ પ્રાકૃત તેમ જ સંસ્કૃતમાં “અજિતશાંતિસ્તવ” એવા અભિધાનપૂર્વક રચનાઓ કરેલી છે. કર્તાઓની સૂચિ અને કૃતિઓના સુનિશ્ચિત વા સંભાવ્ય રચનાકાળ નીચે અનુસાર છે : (૧) (ખંડિલ્ય ગચ્છીય ?) વીરાચાર્ય (પ્રાકૃત : પ્રાયઃ ૧૧મી-૧૨મી સદી); (૨) ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ (‘ઉલ્લાસિક સ્તોત્ર' : પ્રાકૃતઃ પ્રાયઃ ઇ.સ. ૧૦૯૦-૧૧૦૦ વચ્ચે); (૩) ખરતરગચ્છીય જિનદત્તસૂરિ (સંસ્કૃત : પ્રાયઃ ઇસ્વી ૧૧૨૫); (૪) તપાગચ્છીય ધર્મકીર્તિગણિ (પછીથી ધર્મઘોષસૂરિ) (પ્રાકૃતઃ પ્રાયઃ ઇસ્વી ૧૨૬૪); (૫) અચલગચ્છીય જયશેખરસૂરિ (સંસ્કૃત : ઇસ્વી ૧૫મા શતકનો પૂર્વાર્ધ); (૬) તપાગચ્છીય સોમસુંદરસૂરિ (સંસ્કૃત ઇસ્વી ૧૫મી શતાબ્દી પૂર્વાર્ધ); ૬૯
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy