SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આથી સ્તોત્ર મૌર્યયુગ બાદ જ રચાયેલું જણાય છે. આ સિવાય તેમાં અહંની લોકનાથાદિ, પથદર્શકાદિ, ધર્મનાકાદિ અનેક ભાવભર્યા ઉદ્ભોધનોથી સ્તુતિ કરી છે અને તેમના અપ્રતિહત જ્ઞાનદર્શનની અહોભાવપૂર્ણ પ્રશંસા કરી છે, જેમાં શબ્દોની ક્રમાવલી મોડેથી આવનારા સહસ્રનામ સ્તોત્રોનાં મૂળ દર્શાવી રહે છે. શૈલી જોતાં સ્તોત્ર ઇસ્વીસનના આરંભે કે વહેલામાં વહેલું ઇસ્વીસન્ પૂર્વે પ્રથમ શતાબ્દીમાં રચાયું હોવાની શક્યતા છે. એક અન્ય મહત્ત્વની વાત એ છે સાંપ્રત સ્તોત્રના છેવટના ભાગમાં અહતુ પાર્શ્વના સંપ્રદાયમાં મૂળ પ્રચારમાં હશે તેવો એક, આગમમાં સ્થળે સ્થળે જોવા મળતો વાક્યખંડ, સમાવિષ્ટ થયો છે. ઋષિભાસિત (ઇસિભાસિયાઈ) આગમ પાર્શ્વનાથ સંપ્રદાયના આગમિક સાહિત્યનો બચી ગયેલો ગ્રંથ છે. તેમાં સાંપ્રત “નમોસ્તુસ્તવ'નું અતિમ વાક્ય, “સિવં નવવં મારાં અનંત અવશ્વયં મળીવયં મપુનરાવર સિદ્ધિવિનામધેયં થાન સંપત્તાન” નિમ્નાનુસારી વાક્યખંડોમાં મળી આવે છે, જે અર્ધમાગધીરૂપમાં (મહારાષ્ટ્રી પ્રાકૃતના તીક્ષ્ય નહોરભર્યા પંજામાંથી છોડાવતાં) આ પ્રમાણે પ્રસ્તુત થઈ શકે છે. (१) सिवमतुलमयलमव्वाबाहमपुनब्भवमपुनरावत्तं सासतं थानमब्भुवगता चिठ्ठति । - સિં. ૩, “રવિત્ર માન' (२) सिवमचलमरुगमक्खयमव्वाबाहमपुनरावत्तं सासतं थानमब्भुवगते चिट्ठति । - નિં. , “મહાસત્ર મય' (૩) “સિવમવત' નાવ “વિત્તિ' - સિ૨૮, “વસિષ્ઠના સયન' (૪) “fસવમવત' નાવ “સાત ભુવતે સિમિ' - સિં. ૨૧, “હાર્વતિનું મન' __(५) सिवमचलमरुगमक्खयमव्वाबाहमपुनरावत्तितं सिद्धिगतिनामधिज्जं थानं संपत्ते अनागतद्धं सासतं कालं चिट्ठिस्सामि त्ति । - સિ. ૨૩, “રામપુત્તિય ક્ય' સંભવ છે કે “નમોસ્તુ સ્તવના કેટલાક અંશો અને સ્તોત્રની પડછે રહેલા વિભાવો થોડા ફેરફાર સાથે પાર્વાપત્ય સંપ્રદાયના સાહિત્યમાંથી ગ્રહણ કરવામાં આવ્યા હોય; અને પછી પૂરા સ્તવની રચના થઈ ગયા બાદ તે જિન વર્ધમાનના સંપ્રદાયમાં પ્રચલિત થવા સાથે સ્તોત્રાદિકમાં તેને સર્વાધિક આદરનું સ્થાન પણ સહેજે પ્રાપ્ત થયું. સ્તવની પ્રાચીનતા, કંઠસ્થ થવામાં સરળતા, અને તેમાં સન્નિહિત ભક્તિપૂર્ણ પ્રભાવે તે જુદે જુદે પ્રસંગે, પણ કંઈક અંશે સમાન પરિસ્થિતિના ઉપલક્ષમાં, સમાંતર સંદર્ભોના પરિસરમાં, આગળ ઉલ્લેખ કરેલા આગમોમાં કથાનુયોગશૈલીના સંદર્ભોમાં તે પ્રયોજિત થયું. આ આગમિક સ્તવની શ્વેતાંબર સંપ્રદાયમાં ઘણી મોટી પ્રતિષ્ઠા છે. પ્રતિક્રમણાદિ ધર્મક્રિયાઓમાં તેનું સ્થાન હોઈ તે ખાસ કંઠસ્થ કરવામાં આવે છે. દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્ર જાણીતું નથી; પણ ત્યાં ૬૫
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy