SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધમાગધી, પ્રાકૃત અને અપભ્રંશ સ્તુતિઓ બ્રાહ્મણીય વેદ-વેદોત્તર ગ્રંથોની ભાષા સંસ્કૃત હોઈ પ્રાકૃતોમાં નિબદ્ધ કોઈ જ સ્તુત્યાત્મક કે અન્ય પ્રકારની રચના ત્યાં મળી શકતી નથી. બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં પણ તથાગત ગૌતમ વા શાક્યમુનિ બુદ્ધને સંબોધીને કોઈ જ ખાસ સ્તુતિ-સ્તોત્રની રચના સન્નિહિત હોવાનું જાણમાં નથી; પરંતુ નિગ્રન્થદર્શનમાં જિનોદેશિત સ્તોત્રસર્જના આગમયુગથી જ થવા લાગી હતી. પ્રાચીનતમ સ્તુતિ-સ્તવાદિ પ્રાયઃ ઇસ્વીસન પૂર્વે બીજી-ત્રીજી શતાબ્દીથી અર્ધમાગધી ભાષામાં શ્રુતસાહિત્ય અંતર્ગત મળે છે. આગમકાળની સમાપ્તિથી થોડા દસકા પૂર્વે, પાંચમા શતકના પ્રારંભથી, સંસ્કૃત ભાષામાં સ્તુતિ રચવાનો આરંભ થઈ ચૂક્યો હતો, જેનો સિલસિલો મધ્યકાળ સુધી જ નહીં, અદ્યાવધિ અખંડ, અવિરત, ચાલુ રહ્યો છે. પ્રાકૃતોમાં જોવા જઈએ તો અર્ધમાગધીનું સ્થાન સ્તુત્યાદિ રચનાઓમાં ઇસ્વી પાંચમા શતકના ઉત્તરાર્ધથી મહારાષ્ટ્રી-પ્રાકૃત યા તો મહારાષ્ટ્રી પ્રભાવિત અર્ધમાગધીએ લીધું હતું. એ કાળની પ્રાકૃત સ્તવાદિ રચનાઓ પર સંસ્કૃત પ્રૌઢીમાં જોવાતા પદ્યસંચાર, શબ્દાવલી, તથા સંઘટનાની પણ અસર દેખાય છે. (આગળ જતાં, મધ્ય અને ઉત્તર-મધ્યકાળમાં પ્રાકૃત આપણું મૌલિક લઢણ છોડી બહુધા ‘સંસ્કૃતજન્ય પ્રાકૃત’નું જ રૂપ ધારણ કરી રહે છે.) અર્ધમાગધીમાં રચાયેલા પ્રાચીન આગમો વર્તમાને ઉત્તરની નિર્પ્રન્થ પરંપરાના શ્વેતાંબર આમ્નાયમાં જ ઉપલબ્ધ છે એ વાત સુવિદિત છે. પ્રસ્તુત ધર્મસાહિત્યમાં ઇસ્વીસન્ પૂર્વે દ્વિતીય શતાબ્દીથી લઈ, ને ઇસ્વીસન્ના આરંભથી પ્રથમ સદી સુધીના ગાળામાં ચારેક સ્તુતિ-સ્તવાદિ રચાયેલાં હોય તેમ તેમની અંદરની વસ્તુ, શૈલી, ભાષા અને છંદાદિના અધ્યયનથી જણાય છે. દુર્ભાગ્યે વર્તમાને પ્રકાશિત રૂપમાં પ્રાપ્ત થતા આગમોની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃતના ઘેરા સ્પર્શથી દૂષિત થયેલી છે, કુરૂપ તેમ જ વિકૃત પણ બની ગઈ છે. અમે અહીં આગમોની પ્રાચીન હસ્તપ્રતોમાં દેખાતાં, તેમ જ ચૂર્ણિ સરખાં પુરાણાં આગમિક નૃત્યાત્મક સાહિત્યમાં જળવાયેલાં અસલી અર્ધમાગધી શબ્દરૂપોને અનુસરીને, ભાષાના સૂચિત થઈ શકતા નિયમોને આધારે, સ્તોત્રપાઠો નિશ્ચિત કર્યા છે. અર્ધમાગધીના મનાતા, અને પ્રકાશિત થયેલા, આગમોમાં જ્યાં સર્વત્ર ‘ણકાર’નું ભીષણ સામ્રાજ્ય વ્યાપ્યું છે ત્યાં પ્રાચીનમાં અનેક સ્થાને ‘નકાર’ જોવા મળે છે. વિશેષમાં ‘ય’શ્રુતિને સ્થાને વિશેષ કરીને મૂળ વ્યંજનનો જ પ્રયોગ દેખાય છે : જેમક કિલષ્ટ “ણિયુંઠ” ને બદલ સુશ્લિષ્ટ ‘નિગ્રંથ” = (સંસ્કૃત) “નિર્પ્રન્થ’ તેમ જ ‘ગ’ અને ‘ડ’ ને બદલે મૂળ વર્ણાનુસાર ‘ક’ અને ‘ટ’ વા ‘ત’ મળે છે. જેમ કે ‘ફૂડ’ ને બદલે ‘ફૂટ’ ને “સૂયગડ” ને બદલે ‘સૂત્તકત’” = સૂત્રકૃત. એ જ પ્રમાણે એમ જણાય છે કે મૂળમાં ‘થ’ ને બદલ ‘ધ’ (શૌરસેની) કે ‘હ’ (મહારાષ્ટ્રી) પ્રયોગ હતો નહીં. સંસ્કૃત “યથા” નું અર્ધમાગધી “જથા” યા “અધા” થતું હતું, “જધા” (શૌરસેની), કે આજે સાર્વત્રિક દેખાતું “જહા” (મહારાષ્ટ્રી) નહીં. અર્ધમાગધી સ્તોત્રો આર્ષ શૈલીમાં છે. તે છંદોબદ્ધ અને અછાંદસ વા દંડકરૂપે પણ જોવા મળે છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ તો નહીં પણ અર્થની દૃષ્ટિએ, ગાંભીર્ય તેમ જ ગરિમાની દૃષ્ટિએ, પ્રસ્તુત કૃતિઓ મહત્ત્વની છે. તે પવિત્ર આગમોક્ત હોઈ નિર્પ્રન્થોની સ્તુતિકૃતિઓમાં તેનું સ્થાન વેદોક્ત ‘પુરુષસૂક્ત’, ‘ગાયત્રી મંત્ર’, અને ‘શ્રી સૂક્ત’ની જેમ સર્વાધિક પૂનીત, મહામાંગલિક, અને એથી સર્વોચ્ચ આદરને ૫૮
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy