________________
રચાયેલી છે. પ્રાપ્ત રચનાઓમાં પ્રાચીન અને પ્રાફમધ્યકાલીન યુગોમાં મૂકી શકાય તેવી રચનાઓ ઇસ્વી પાંચમા શતકથી મળવી શરૂ થાય છે; જ્યારે અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃતમાં પ્રાયઃ ઇ.સ.પૂ.૧૫૦થી લઈ ઇસ્વી ૮૫૦ સુધીની મળે છે, પણ તેની સંખ્યા વીસેકથી વિશેષ નથી. બીજી બાજુ મધ્યકાળ અને ઉત્તર મધ્યકાળની શ્વેતાંબર સંસ્કૃત રચનાઓ સેંકડોની સંખ્યામાં ઉપલબ્ધ છે, જ્યારે દિગંબર રચનાઓ જૂજવી જ મળે છે અને તે સૌ મધ્યમ કોટિની છે; પણ પુરાણી દિગંબર (એવં યાપનીય) કૃતિઓની કવિતા-ગુણવત્તા વસ્તુની ઉત્તમતા સમેત ઘણી જ ઉચ્ચ કોટિની છે, જે સૌ અહીં આ પ્રથમ ખંડમાં સંગૃહીત કરી લેવામાં આવી છે. અપભ્રંશ ભાષામાં આ ખંડમાં આવી શકતી તો કેવળ એક જ કર્તા, યાપનીય ઉપાસક કવિ સ્વયંભૂદેવની મળે છે. અને તે પણ એમની એક જ કથાનક કૃતિમાંથી લીધેલી છે; એમની એક અન્ય કૃતિ ઉપલબ્ધ ન થઈ શકતાં તેમાંથી ચયન કરી શકાયું નથી.
ઉપલબ્ધ કૃતિઓમાંથી ચયન કરી અહીં તેમના ઐતિહાસિક વા સંભાવ્ય કાલક્રમ અનુસાર સંકલિત કરી છે, તેમાં ગુણવત્તાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સદ્ભક્તિ, સુલાલિત્ય, રસાત્મકતા, અને ઉદાત્ત કાવ્ય કલ્પનાઓ ધરાવતી, બહુધા પ્રભાવશાળી, રચનાઓને જ સ્થાન આપવામાં આવ્યું છે. કેવળ અલંકારોથી લદબદ કઠિન, દુર્બોધ તથા માધુર્ય અને ચારુતાને સ્થાને ચાતુરીના પ્રદર્શન કરતી મોટા ભાગની સ્તુતિઓને લીધી નથી. કેટલાંક સ્તોત્રો માંત્રિક-તાંત્રિક વર્ગનાં છે, જેમાંથી કેવળ ઉત્તમ કાવ્યગુણ ધરાવતાં હોય તેનો જ નમૂના ખાતર સમાવેશ કરવાનું વિચાર્યું છે. અહીં આ ખંડમાં પસંદ કર્યા છે તેમાંથી અર્ધા જેટલાં તો કંઠસ્થ કરવા યોગ્ય છે. (ભક્તામરસ્તોત્ર સરખી કોઈ કોઈ રચના કંઠસ્થ થાય પણ છે.) તો કેટલીક સ્તુતિઓ કેવળ પઠન-મનન યોગ્ય છે; ને કોઈ કોઈ અલંકારની દષ્ટિએ અભ્યાસાર્થે ઉપયોગી છે; પણ જે કેવળ ગુણના-ક્રમો પર જ નિર્ભર છે (જેમ કે દેવેંદ્રસ્તવ અને તિજયપહુર) તેને, પુરાતન હોવા છતાં, છોડી દીધી છે. ટિપ્પણો : ૧. જુઓ “સંદર્ભસૂચિ”. અહીં તેમાંથી કેટલાયનો ઉપયોગ કર્યો છે; અને આગળ આવનાર ટિપ્પણોમાં
એકએકનો સંદર્ભ અનુસાર ઉલ્લેખ થનાર હોઈ આ સ્થળે તેની સૂચિ પ્રસ્તુત કરવી અનાવશ્યક ગણી છે. ૨. એજન. *
અપવાદ રૂપે શ્રી મણિભાઈ ઇ. પ્રજાપતિનો સંસ્કૃત સ્તોત્રકાવ્ય [] ઉદ્દભવ, વિકાસ અને સ્વરૂપ, દ્વારકા ૧૯૭૮, એક વિરલ અને મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે જેનો અનુવાદ ભારતની અન્ય પ્રમુખ ભાષાઓમાં થવો ઘટે, તેમાં આ વિષયની ઘણા વિસ્તારથી અને બારીકાઈપૂર્વક ચર્ચા કરી છે; પણ તેમાં પ્રાકૃતોમાં રચાયેલાં સ્તોત્રો બહુધા બાકાત રહે છે; અને પ્રાચીનતમ બૌદ્ધ સ્તુતિઓ અને સ્તુતિકારો વિષે કંઈક વિસ્તારથી ચર્ચા હોવા છતાં ગુપ્તકાળ, અનુગુપ્તકાળ, પ્રાફમધ્યકાળ અને મધ્યયુગની બૌદ્ધ કૃતિઓ વિષે અલ્પ અને અછડતા ઉલ્લેખો છે. એ જ રીતે નિર્ગસ્થ સ્તુતિ-સ્તોત્ર અંગેની ચર્ચા પણ ભક્તામર, કલ્યાણમંદિર સરખા અતિ પ્રસિદ્ધ સ્તોત્રો પૂરતી મર્યાદિત છે. બ્રાહ્મણીય કૃતિઓ વિષે અલબત્ત બહુ જ ઉપયુક્ત ચર્ચા છે. અને તેમાં પ્રતિપાદિત સ્તોત્રકાવ્યોના કેટલાક પાયાના સિદ્ધાંતો બૌદ્ધ અને નિર્ચન્થ સંદર્ભમાં પણ કામના છે, પણ તેમનો એક અન્ય બૃહદ્ લેખ, “જૈન સાહિત્યમાં અદ્ભુત એવું સ્તોત્ર સાહિત્ય”, જૈનરત્ન ચિંતામણિ, મદ્રાસ ૧૯૮૪માં પૃ.૬૮૪-૬૯૩ પર વિસ્તારથી અનેક જૈન કર્તાઓની કૃતિઓનું સદૃષ્ટાંત રસદર્શન અને ગુણદર્શન કરાવ્યાં છે.
૫૩