________________
સંસ્કૃત ભાષામાં સંઘટિત નિર્પ્રન્થ કૃતિઓ ઇસ્વીસનના પાંચમા સૈકાના પૂર્વાર્ધથી લઈ છેક વર્તમાન યુગ સુધી થતી રહી છે. સંસ્કૃતમાં શ્વેતાંબર રચનાઓ સેંકડોની સંખ્યામાં થયેલી છે, જો કે તેમાંની ત્રણ ચતુર્થાંશ ઉત્તર-મધ્યકાલીન છે; જ્યારે ઉપલબ્ધ દિગંબર (અને સાથે જ કેટલીક સંભવતઃ યાપનીય) રચનાઓ પચાસેકથી વિશેષ નથી; પરંતુ તેમાં ઉત્તમ છે તે સૌ ચાલુક્ય યુગ (છઠ્ઠાથી લઈ આઠમા સૈકાનો મધ્યભાગ), રાષ્ટ્રકૂટ સમય (આઠમી શતાબ્દી મધ્યભાગ-દશમી સદી મધ્યભાગ), પલ્લવ કાળ (૮મી સદી) તથા પશ્ચિમી ચાલુક્યકાળ (દશમી શતાબ્દી તૃતીય ચરણથી લઈ ૧૨મી શતાબ્દીના ત્રીજા ચરણ સુધી)માં, વિશેષે દક્ષિણ ભારતમાં, અને કોઈ કોઈ માલવદેશાદિ મધ્યપ્રદેશના ઘટકોમાં રચાયેલી હોવાની પણ શક્યતા છે, અને અતિ અલ્પ સંખ્યામાં, ઉત્તરમધ્યકાળમાં અને તે ઉત્તર ભારતમાં રચાયેલી છે. ગુણવત્તાની દૃષ્ટિએ આ બન્ને પ્રમુખ સ્રોતોમાંથી ચયન કરીને અહીં સંકલનના પ્રથમ ખંડમાં, પ્રાચીન કાળથી લઈ પ્રામધ્યકાળ સુધીની, એટલે કે પ્રાયઃ ઇ.સ. પૂર્વે બીજી શતાબ્દીના મધ્યભાગથી લઈ ઇસ્વીસન્ની નવમી સદીના અંત સુધીમાં, આમ એક હજાર વર્ષ ઉપરાંતના ગાળામાં રચાયેલી, આગમિક અને આગમનિષ્ઠ, પ્રાકૃત, અપભ્રંશ, તેમ જ સંસ્કૃતમાં બનેલી ઉત્તમ યા અન્યથા ધ્યાન ખેંચે તેવી કૃતિઓને સમાવિષ્ટ કરી છે. દ્વિતીય ખંડમાં મધ્યયુગ (ઇ.સ.૯૦૧-૧૩૦૦) અંતર્ગત રચાયેલી પ્રાકૃત અને અપભ્રંશ તેમ જ સંસ્કૃતમાં રચાયેલી સર્વોત્તમ કૃતિઓ લેવામાં આવશે; એ જ રીતે તૃતીય ખંડમાં ઉત્તર-મધ્યકાલીન (ઇ.સ.૧૩૦૧-૧૭૫૦) પ્રાકૃત, અપભ્રંશ તેમ જ સંસ્કૃત રચનાઓ આવરી લેવામાં આવશે. પ્રત્યેક ખંડ બે ભાગમાં વિભક્ત કર્યો છે; પહેલા ખંડના પ્રથમ ભાગમાં પ્રાકૃતાદિ રચનાઓ અને દ્વિતીય ભાગમાં સંસ્કૃત કૃતિઓ સંગૃહીત કરી છે. જ્યારે બીજા ખંડમાં પ્રથમ ભાગમાં પ્રાકૃત અને અપભ્રંશ રચનાઓ તથા દ્વિતીય ભાગમાં સંસ્કૃત રચનાઓ આવશે : અને એ જ પદ્ધતિનું ત્રીજા ખંડમાં પણ અનુસરણ થશે.
જ
સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ, સ્તવન
પાશ્ચાત્ય પરંપરામાં જાણીતા ‘સામ’ psalm અને ‘હિન્’ hymn માટે વૈદિક ભાષામાં સમાંતર શબ્દો છે ‘સ્તોમ’, ‘સૂત' (ઋચાઓનો સમૂહ) અને ‘ઉત્થ’, જેના સાહિત્યિક સંસ્કૃત કિંવા ઇતિહાસકાળની પ્રશિષ્ટ સંસ્કૃત ભાષામાં પ્રચલિત પર્યાયપ્રાયઃ શબ્દો છે સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, સંસ્તવ અને સ્તવન. વસ્તુતયા ઋગ્વેદની ઋચાઓ અન્યથા સ્તુતિ-સ્તોત્રાદિની બીજરૂપ હોવાનું પરિલક્ષિત થતું હોવાનું સંસ્કૃતવિદ્ ડૉ.ગૌતમ પટેલનું કથન છે. નિર્પ્રન્થ દર્શનમાં આગળ કહેલા ત્રણ વૈદિક અભિધાનો પ્રયોગમાં નથી; પછીના યુગનાં અભિધાનોમાંથી પ્રથમ ત્રણ માટેનાં અર્ધમાગધી રૂપો છે ‘શ્રુતિ’, ‘થોત્ત’, (ક્યારેક ‘ઘુત્ત’) અને ‘થવ’, જેનાં પછીથી મહારાષ્ટ્રી-પ્રાકૃત અનુસાર થઈ ગયેલા, તોતડા/બોબડા વાણિયાની બોલી જેવાં રૂપો છે ‘થુઈ’, ‘થોય’ અને ‘થય’. ઉપર્યુક્ત અને વેદોત્તર, મૂળના પાંચે શબ્દો, આમ તો ઘણા સમયથી વ્યવહારમાં એકાર્થક જ મનાય છે; પણ પ્રાચીન એવં મધ્યકાલીન નિર્પ્રન્થ કર્તાઓએ તેમાં કેટલોક લાક્ષણિક ભેદ દર્શાવેલો છે : જેમ કે વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઇસ્વી છઠ્ઠી શતાબ્દી આખરી ચરણ)માં ‘સ્તુતિ’ અને ‘સ્તોત્ર’ વચ્ચેની વ્યાવર્તક રેખા આ પ્રમાણે દોરવામાં આવી છે:
૪૧