________________
બૃહનિર્ગુન્થ-સ્તુતિમણિમંજૂષા
(પ્રથમ ખંડ) ૧૦મી શતાબ્દી સુધીના નિર્ઝન્થ સાહિત્યમાંથી સાહિત્યિક દૃષ્ટિએ ઉત્તમ તેમજ ભક્તિસભર એવા સ્તોત્ર, સ્તુતિ, સ્તવનનો ખંડ ચયન કરેલો, કાલક્રમ અનુસાર અને ભાષાના પ્રકાર તેમ જ ગુણવત્તાના ધોરણે ગોઠવેલો મૂળ સ્તુતિ-સ્તોત્ર-સ્તવનોનો આ સંચય છે.
પ્રથમ ખંડમાં પ્રસ્તુત થયેલી કૃતિઓમાં પ્રાયઃ ઇસવી સન પૂર્વે ૧૫૦થી ઈ.સ. ૯૦૦ સુધીની એટલે કે પ્રાચીન યુગથી પ્રાકુમધ્યકાલ સુધીની નોંધપાત્ર તથા કોઈ ને કોઈ દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોય તેવી કૃતિઓ છે. ૩ કૃતિ અર્ધમાગધી, ૨૦ કૃતિ મહારાષ્ટ્રી-પ્રાકૃત, ૧૧ કૃતિ અપભ્રંશ અને ૪૦ કૃતિ સંસ્કૃત ભાષામાં નિબદ્ધ એમ કુલ ૭૪ કૃતિઓ છે. તે
ઐતિહાસિક કાલક્રમ અનુસાર આપી છે. કર્તાઓ સંબંધી ઉપલબ્ધ વિગતો સહિત અને કેટલાક કિસ્સાઓમાં કર્તુત્વ વિષેની સંભાવનાઓ દર્શાવીને, પ્રસ્તુત કરી છે. ભૂમિકામાં નિર્ગસ્થ સ્તુતિ-સ્તોત્રોના જુદાં-જુદાં પાસાંઓ, મુદ્દાઓ, અને લક્ષણો આવરી લેતી, શાસ્ત્ર આધારિત અને અન્યથા, સંક્ષિપ્તમાં પણ અવલોકન સહિત સમીક્ષા કરી છે. તે પછીના બે ખંડમાં ભાષા અનુસાર પાડેલા વર્ગ પ્રમાણે એક-એક સ્તુતિ-સ્તોત્ર વિશે, તેના ઇતિહાસ, કર્તા (જો જાણમાં હોય તો) તથા અંતરંગ વિશે ઉપયુક્ત હોય તેવી વિગતો પર સંક્ષિપ્તમાં ચર્ચા કરી છે. - નિર્ચન્થ દર્શનના પૃથફ પૃથફ પુરાણા સંપ્રદાયોમાં રચાયેલી સ્તુતિઓમાંથી કૃતિઓ પસંદ કરવામાં આવી છે. બધા જ સંપ્રદાયોના પાઠકો એનો સમાન રીતે લાભ લે, ને સમાન દષ્ટિએ એને જુએ એવો પણ આ સંગ્રહનો ઉદ્દેશ રહેલો છે. આ વિષયને લગતો આવો વ્યવસ્થિત અને સુઘડ રીતે આયોજિત સમુચ્ચય-ગ્રંથ આ પહેલા પ્રકાશિત થયો નથી. બૃહદ્ નિર્ઝન્થ-સ્તુતિમણિમંજૂષા (પ્રથમ ખંડ)
Pages : 91+192 કિંમત : રૂ. ૪૦૦ISBN : 81-85857-55-5