________________
કિન્તુ આ આકરગ્રન્થ અન્ય અનેક રીતે પણ અભ્યસનીય/પરિશીલનીય છે. શોધાર્થીઓને વિવિધ દષ્ટિકોણથી પૃથક્કરણ કરવા માટે આ સંગ્રહમાં વ્યાપક સમયફલક ધરાવતી સામગ્રી એકત્ર મળી રહેશે. ચિંતકો/ઉપદેશકો/કવિઓ/સંસ્કૃતાદિ ભાષાઓના વિદ્યાર્થીઓને ભાષા-કાવ્ય-અલંકારાદિના અભ્યાસ માટે આ ગ્રંથની સામગ્રી એટલી જ ઉપાદેય/ઉપજીવ્ય બની રહેશે.
સંગ્રહ કાવ્યનો, સંદર્ભ ઇતિહાસનો પ્રત્યેક વસ્તુની સાથે તેનો ઇતિહાસ તો જોડાયેલો રહેવાનો જ. આ ગ્રન્થનો સંદર્ભ કાવ્ય નહીં પણ ઇતિહાસ છે – સ્તોત્ર સાહિત્યનો ઇતિહાસ. વસ્તુતઃ અહીં એકથી વિશેષ ઇતિહાસોનું સાયુજ્ય સર્જાયું છે : સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ, જૈન ઇતિહાસ, ભારતીય ઇતિહાસ, ભાષાકીય ઇતિહાસ ઇત્યાદિ. સાપેક્ષ રીતે કહેવું હોય તો કહી શકાય કે સ્તુતિ-સ્તવન એ નિરક્ષર વ્યક્તિને પણ સ્પર્શે એવો પ્રકાર છે, તો ઇતિહાસનું આલેખન સૌથી નીરસ અને દુષ્કર સાહિત્યપ્રકાર છે. આ ગ્રંથમાં એ બન્ને એકરસ બની એક નૂતન રસ જન્માવી રહ્યા છે.
સ્તોત્ર સાહિત્યઃ સામંજસ્ય અને નિકટતા સાધવાનું ઉપકરણ સંપાદકોએ આમુખમાં ચણ્યું છે તેમ, શ્વેતાંબર, દિગંબર વગેરે સંપ્રદાયોની માન્યતાઓ કે સામાચારીમાં અત્ર-તત્ર ભિન્નતા છે, પણ સહુના આરાધ્ય તો વીતરાગ જિન પરમાત્મા છે, તે તો એક જ છે. આથી સ્તોત્ર સાહિત્ય એ એવું સાહિત્ય છે કે જેનો વિવિધ પક્ષો પ્રેમપૂર્વક ઉપયોગ કરી શકે. આમ સ્તોત્ર સાહિત્ય દ્વારા સામંજસ્યપૂર્ણ નિકટતા પુષ્ટ થઈ શકે છે.
નિર્ઝન્થોના સંપ્રદાયોના પ્રતિભાવંત શ્રમણોએ રચેલા અને અહીં સંગૃહીત થયેલા પ્રાચીન સ્તુતિ સ્તોત્રોના વિહંગાવલોકનથી જે એક વસ્તુ સ્પષ્ટ થાય છે તે એ કે નિર્ગુન્હો દ્વારા રચિત જિનસ્તુતિઓમાં ગુણવર્ણને, બોધિલાભની પ્રાર્થના, માનસોલ્લાસ અને પ્રેમાવિષ્કારનો એકમાત્ર હેતુ સન્નિહિત હતો. અન્યાપકર્ષ, અતિશયવર્ણન, અન્યદર્શન નિરાસ જેવા ઘટકો પરતરકાળે સ્થાન પામ્યા; ક્રમશઃ ચમત્કાર, ફળયાચના, રોગનાશ કે દેવ-દેવીકૃત મહિમા વગેરે એમાં પ્રવેશ્યા. પ્રત્યેક સંપ્રદાયના વિચારકોએ પ્રસ્તુત સંગ્રહના અવલોકન-અધ્યયનથી આ સારબોધ તારવવા જેવો છે અને તદાધારે સ્વ-સ્વ સમુદાયમાં વૃદ્ધિ પામતી-વિક્રિયાના સ્તરે પહોંચતી–ભૌતિક કામનામથી ભક્તિને સ્થાને વીતરાગોપાસના પુનઃ પ્રતિષ્ઠિત કરવા યોગ્ય છે. વીતરાગોની લોકોત્તર મહત્તા હૃદયંગમ રીતે ઉપસાવતાં સ્તોત્રો ધર્મપ્રેરણાના સહજ ઉપકરણ બની શકે – વ્યક્તિગત કક્ષાએ અને સમૂહકક્ષાએ પણ.
અર્ધમાગધી સ્તોત્રો એક વિચારણા ભાષાકીય ઇતિહાસને અને તેના દ્વારા જૈન ઇતિહાસને સ્પર્શે એવા એક મુદ્દા તરફ અભ્યાસીઓનું વિશેષ કરીને શ્રમણોનું અહીં ધ્યાન દોરવું છે. શ્રમણ ભગવાન મહાવીરે ઉત્તર મગધદેશની આસપાસના ક્ષેત્રોની ભાષા-અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો, આથી જૈન આગમો અર્ધમાગધી ભાષામાં સંકલિત થયા હતા. આજના તબક્કે નમસ્કારસૂત્રથી લઈને ઉપલબ્ધ બધા આગમોના ઉચ્ચાર (જોડણી) અર્ધમાગધીના નથી, કિન્તુ પછીના કાળની પશ્ચિમ ભારતમાં પ્રચલિત અન્ય પ્રાકૃત
૧૫