________________
પુરોવચન
સ્તોત્રસાહિત્ય : એક ચિરયુવા સાહિત્યવિધા
જિનશાસન' – જેનું ખરું પ્રાચીન નામ “નિર્ઝન્ય પ્રવચન' છે – ની સાધના-ચર્યા સંવરનિર્જરાલક્ષી છે અને તેથી સંવર અને નિર્જરામાં સાધક બને એવાં ધર્માગો – ત્યાગ, તપ, જયણા (યતના), ગુપ્તિ, સમિતિ, ભાવના-સ્વાધ્યાય-ધ્યાન આદિ–એમાં પ્રમુખ રહે એ દેખીતું છે. એ ત્યાગતપાદિ મુખ્ય પ્રકારોને પૂરક-પોષક બને એવા બીજા ઉપપ્રકારો – ભક્તિ, બહુમાન (અહોભાવ), સ્તુતિ, અનુમોદના, સેવા, મૈત્રી, પશ્ચાત્તાપ, ક્ષમા વગેરે ભાવો કે પ્રવૃત્તિઓ – પણ ઉદ્દીપકના સ્વરૂપે ધર્માગના વ્યાપક ફલકમાં સ્વીકૃત થાય, એ પણ એટલું જ સહજ છે. ગુણવિકાસ કે ચારિત્રસિદ્ધિનો ઇચ્છુક આત્મા
જ્યારે ગુણ કે ચારિત્રના વિકાસના શિખરે પહોંચેલી વ્યક્તિને જુએ કે જાણવા પામે ત્યારે તે અભિભૂત કે પ્રભાવિત થયા વિના ન રહે; એ જ રીતે, જેમના દ્વારા પોતાને ધર્મમાર્ગ સાંપડ્યો હોય તેવા પરહિતપ્રિય પુરુષ, ગુરુ આદિ પ્રત્યે પ્રેમાદરજન્ય ભાવોર્મિ અનુભવ્યા વિના ન રહે. આવો ભાવિત કે ભાવુક જન જો ભાષાકૌશલ પણ ધરાવતો હોય તો તે અહોભાવ, પ્રેમાદરની અભિવ્યક્તિ માટે ગદ્ય કરતાં પદ્યનો આશ્રય વધારે લેશે. એમાંથી સર્જાય છે સ્તોત્ર-સ્તુતિ-સ્તવ-સ્તવન. ગુણકીર્તનમહિમાગાન-આદરાંજલિ એ સ્તોત્રની પ્રેરક ઊર્મિઓ છે. નિર્ગસ્થ પરંપરાના પ્રાચીન સ્તવ-“નામસ્તવ'લોગસ્સ' સૂત્રમાં પ્રથમ ગાથામાં અને છઠ્ઠી ગાથામાં એ ઊર્મિ અભિવ્યક્ત થઈ છે. “અરહંતે જિત્ત' તથા “છિત્તિય-વંદ્રિય-મહિયા.'
નિર્ગસ્થ શ્રમણ સંઘમાં સ્તવ-સ્તોત્રનું પ્રાચીન સ્વરૂપ કેવું હતું, સ્તવન-કીર્તનની પરિપાટીએ યુગે યુગે કેવા રૂપ-રંગ ધારણ કર્યા હતાં–વગેરે બાબતોનું સાધાર અને સાધિકાર આકલન કરવા કોઈ ઇચ્છે તો તેના માટે આ “બૃહદ્ નિર્ગસ્થ સ્તુતિમણિમંજૂષા’ હવે ઉપલબ્ધ છે.
સ્તુતિકાવ્ય-એક સાતત્યશાળી સાહિત્યવિધા ઇષ્ટદેવ, પરમ તત્ત્વ કે ઉપકારી ગુરુજનો પ્રત્યે હૃદયભાવો અભિવ્યક્ત કરવાનું માધ્યમ એટલે સ્તોત્ર-સ્તુતિ-સ્તવન. સાહિત્યજગતનું આ માધ્યમ આબાલવૃદ્ધ સૌને સ્પર્શે છે. બદલાતી શૈલી-ભાષાભંગિમા સાથે અનુબંધ જાળવીને ટકી રહે તેવો આ ચિરકાલીન, ચિરયુવા કાવ્યપ્રકાર છે. જૈન સાહિત્યમાં પંચમંગલમહાશ્રુતસ્કંધ', “લોગસ્સ', “નમોત્થન' જેવા અર્ધમાગધીના સ્તવોથી લઈને અધુનાતન ‘વંદનાવલિ' જેવા ગાનપ્રકારોમાં સાહિત્યની આ વિધા સુપ્રતિષ્ઠિત છે. વૈદિક પરંપરામાં અતિ પ્રાચીન ઋચાગાન હતું તે હવે ભજન જેવા માધ્યમમાં આજે જનજીવનમાં સુસ્થિર છે. ઉપાસ્ય અને પૂજ્યના ગુણ-ગરિમાના ઘટક તત્ત્વો દેશ અને કાળના બદલાવ સાથે બદલાતા હશે પરન્તુ પ્રીતિ, ભક્તિ, મહિમાના ગાન માટે સર્વદા-સર્વત્ર સ્તોત્ર, સ્તુતિ, સ્તવન પ્રકારનાં કાવ્યો હાજર હોય છે જ.