________________
૮૧૪
વિવ ઈતિહાસની રૂપરેખા અને બીનદરમ્યાનગીરીના, સાર્વભૌમત્વને કાનૂનની, વિમુક્ત રાષ્ટ્રની અસ્મિતાની અંજલિનું જ પાન કરીને શ્વાસપ્રશ્વાસને સાચવતો હોય તે, ભારતની ભૂમિ પરથી, વિશ્વશાંતિનો રાજદુત બનવા આવેલે, મેનન બેલે,
મારા રાષ્ટ્રની સરકારે લીધેલા નિર્ણયમાં તેણે એવો નિર્ણય નથી લીધે કે યુનાઈટેડ સ્ટેટસે પણ ચીનનો સ્વીકાર કરો.”
સીધી, સાદી, નમ્ર પણ નિર્ભય, એવી વિશ્વશાંતિના આભાસના રાજ દુતની કાર્યવાહી અવિરામ બનીને ઈ. સ. ૧૯૫૨ માં આરંભાઈ ગઈ. ઉત્તર દક્ષિણ કારીયા પર, વિશ્વની શાહીવાદી ઘટનાઓ, સળગાવેલી, કેરીયન ભાનવોની સંહારની આગને બુઝવવામાં, જીનેવાની આંતરરાષ્ટ્રિય મલતમાં, ચાઉ-એન-લીના ભેરૂબંધ બનીને, વિશ્વશાંતિના એક તંતુની સાચવણી કરવાની નાજુક પરિસ્થિતિમાં પાર ઉતારવામાં, વિએટનામ (હિંદી ચીન) પર ઉતરી ચુકેલા ફ્રેન્ચ શાહીવાદના ખુનખાર આક્રમણ પર શાંતિની કાર્યવાહીને રજુ કરવામાં, બાગના શાંતિ સમારંભમાં, વિમુકત એશિયાના શાંતિમય સહ અસ્તિત્વના મૂલ્યની આંતરરાષ્ટ્રીય અસ્મિતા ઘડવામાં અને ઈજીપ્ત પર ઉતરી ચૂકેલા, ભયાનક આક્રમણની વિકટ પરિસ્થિતિમાં પણ વિશ્વશાંતિની જાળવણી કરવાના, શાંતિકાર્યમાં, કૃષ્ણમેનની કાર્યવાહી સર્વોપરિ પૂરવાર થઈ. આખરે અંગ્રેજી-ફ્રેન્ચ અને અમેરિકન શાહીવાદની છંછેડાયેલી, કાર્યવાહી ભારત પર નિશાન તાકીને, કાશ્મીરમાં આગ ચાંપવા, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એકઠી થઈ કાશ્મીરમાં યુદ્ધની જ્વાળાઓને ઉતારનારા પિતાના બધા સાગરીતને, તેમણે પાકીસ્તાનની કાશ્મીર પરની આકમણખર સરકારની આગેવાની નીચે ગઠવીને. ભારત પર યુદ્ધનો ભરડે રચવાને દોરી સંચાર શરૂ કર્યો પણ ત્યારે વિશ્વશાંતિના ઘર આંગણે આવેલા, આ મોરચા પર ટકી રહેવાને પુણ્યપ્રકોપ ધારણ કરીને કૃષ્ણમેનને, વિશ્વશાંતિના, હાર્દની, વિશ્વશાંતિના, પાયાની, અને વિશ્વશાંતિના સવાલની જે સાચવણી કરી તે વિશ્વઈતિહાસમાં અભૂતપૂર્વ આલેખાઈ ગઈ.
પોતે, અનેકવાર સંયુકત રાષ્ટ્રસંઘની વ્યાસપીઠ પરથી જે વાત ઉચ્ચારી હતી તે, એણે અહીં બેધડક રીતે, જાહેર કરી કે શાહીવાદી ઘટના, પિતાના અસ્તિત્વને જગતપર જાળવી રાખવા, આજે જે આખા જગતને પોતાના શસ્ત્રોની સખાવત વડે; જગગતની પ્રજાઓને અંદર અંદર કપાવી મારવાની રણભૂમિ બનાવવા માગતી હોય કે, જગતનાં મથકને પોતાના અણુબોંબના અખ