SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા કર્યા જ કરી છે. એની સાથે સાથે જ માનવ જીવનમાં વહીવટની એકતા અથવા ઐકયની સામુદાયિક એવી લાગણી પણ વ્યક્ત થયા જ કરી છે. પરંતુ આ બધું, આજ સુધીના, હરીફાઈ અને શેષણ પર રચાયેલા વ્યવહારની આગેવાનીવાળી ઘટનામાં અરણ્ય રૂદન જેવું બન્યું છે, તથા એવા શાંતિથનને, સંહારના ઘંઘાટમાં ગુંગળાવી નાખવામાં આવ્યા છે. છતાં, માનવ જાતના ઈતિહાસના આ અવાજમાં એક સળંગસૂત્રતા, માનવ માનવ વચ્ચેની વ્યવહાર એકતાની અથવા તેના હેતુના ઐક્યની રહી છે. બધી સંસ્કાર હિલચાલ એ પાયા પર જ ટકી શકવાની છે એ ખ્યાલ રજુ થયા કર્યો છે. આ અવાજને ઉચ્ચાર યુરોપના ઉત્થાન યુગના ઉંબરા પર ઉભા રહીને આજના નૂતન શિક્ષણમાં શિક્ષણના વ્યવહારના પિતા તરીકે ઓળખાઈ ચૂકેલા, કામેનીયસે આજથી ત્રણ વરસ પર કર્યો. એણે આ ઉચ્ચારની યેજનાનું રૂપ પણ આલેખ્યું, અને માનવ જાતના સૌરાષ્ટ્રના શિક્ષકોને અને શિક્ષણના આગેવાનોને શિક્ષણના માનવક્રમને સાર સમજાવ્યું. એણે કહ્યું કે, યુદ્ધોની નાબુદી માટે વિશ્વતંત્રનું એક સંગઠન બને છે, અને તે, સંગઠન મારફત એકે એક રાષ્ટ્ર સાથે, સંસ્કારને પરિચય પરસ્પરની આપ લે મારફત જાળવી રાખવામાં આવે તે જ, તથા એકેએક રાષ્ટ્ર પરસ્પરને પિત પિતાની પ્રાપ્તિઓ અને શોધખોળ વડે સૌના સામુદાયિક, સંસ્કારોનો ઉત્કર્ષ કર્યા કરે તે જ, આ જગતમાં સુધારો થઈ શકે તેમ છે. આ સુધારા માટે એણે જગત ભરના તમામ રાષ્ટ્રો વચ્ચે મિત્રાચારીના સંબધે જવાની વિચારણાની રજૂઆત કરી, આ એજનામાં એણે વિશ્વરાજ્યની સંસ્કાર ભાવના, માનવ જાતની સમાન બાંધવતા સાથે વિકસાવવાની માગણી કરી. આ વિશ્વરાજ્યની એક માત્ર ફરજ અદા કરનારી વિશ્વ કારોબારી અથવા “વર્લ્ડ સીનેટ” ની સૌથી મોટી જવાબદારી, યુદ્ધોની નાબુદી અને વિશ્વશાંતિની સાચવણું જ હોય તેવું આર્ષદર્શન એણે ત્યારે રજુ કર્યું. આવા વિશ્વશાંતિના શિક્ષણના જીવનને આરંભ થયો ત્યારે સોળ સૈકે અંત પામી ગયા હતા અને સત્તરમા શરૂ થઈ ચૂક્યો હતે. ઈ. સ. ૧૬૧૧માં હીડલબર્ગ વિદ્યાપીઠમાંથી ભણીને એ ૧૬૧૪માં મેરેવીયામાં પાછો આવી ગયો. ત્યાં એણે પ્રીવમાં “મોરેવીયન બ્રધર્સ સ્કુલ” નામની એક શાળાનું સંચાલન શરૂ કર્યું. પરંતુ આ જમાનામાં યુદ્ધોની જ્વાળાઓએ આ પ્રદેશને પણ આંતરી લીધે. એણે યાતનાઓનું રૂપ નજરોનજર દીઠું. ઈ. સ. ૧૬૨૮માં શાળા છોડીને કુલકમાં એને આવવું પડયું. અહીં એના આવતા પહેલાં જ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy