SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમા સૈકાના સસ્કૃતિની જીંદગી ૭૪૭ અનેલા અને શાંતિને મૂરખા આઢેલા આ શાહીવાદો માટે હવે શકય ન હતું. કારણ કે પહેલા વિશ્વયુધ્ધના અંતમાં જ શાહીવાદી ધટનાને વિનાશ માગતી સામાજિક ક્રાંતિ રશિયામાં થઈ ચૂકી હતી, તથા શાહીવાદી ઘટનાના વિનાશ ઉપર જ રચી શકાય તેવી રાષ્ટ્રીય આઝાદીની હિલચાલા રશિયા અને આફ્રિકા ના આજ સુધી શાહીવાદ નીચેની સંસ્થાનિક ગુલામીમાં સડતા તમામ દેશોમાં શરૂ થઈ ગઇ હતી. આ ઉપરાંત વિશ્વ શાંતિનેા ખૂખા એઢીને, લીગ–એક્ નેશન્સનું નામ ધારણ કરીને, બેઠેલી યુરેાપની શાહીવાદી સરકારે માટે વિશ્વ શાંતિની સાચવણી કરવાનું કામ અશકય હતું કારણ કે પહેલા વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલી જર્મની, ઇટાલી અને જાપાનની શાહીવાદી અથવા ફાસીવાદી સરકારોએ જગતને ગુલામ બનાવવા માટે બીજું વિશ્વયુદ્ધ સળગાવવાની તમામ તૈયારી પણ હવે શરૂ કરી દીધી હતી. આ લીગ એક્ તેશન્સનું નામ ધારણ કરનારી વિશ્વ સંસ્થામાં, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સની શાહીવાદી સરકારાનું જ અસ્તિત્વ હતું એમ કહી શકાય. આ સરકારાએ જે બીજી સરકારોનાં નામ આ વિશ્વ સંસ્થામાં દાખલ કર્યાં હતાં. તેમાં મોટા ભાગની સરકારે તે આ શાહીવાદના પ્યાદાં જ હતી તથા બધી રીતે પરાધીન હતી. આ સરકારાનું બધું પ્રતિનિધિત્વ અંગ્રેજી-ફ્રેચ-અમેરિકન શાહીવાદ પાસે હતું તથા આ માલીકાના દેરી સંચાર પ્રમાણે ડાકુ હલાવવાના અભિનય કરવાનું કામ જ તેમણે કરવાનું હતું. વિશ્વશાંતિની ત્રીજા શતર્કની સવત્સરીનું નામ કેામેનીયસ ત્રણ ૌકા પરના વિશ્વશાંતિના સંસ્કારના આ અવાજ, માનવ માત્રને અંતરનાદ હાવાથી આજ સુધી શમી ગયેા નથી પરન્તુ યુગે યુગે, વધારે તાકાત અને યોજનાબદ્ધ સ્વરૂપ પકડતા ગયા છે. આ અવાજના પડવા એક એક દેશમાં માનવ જાતની વિમુક્તિને પડધેા બન્યા છે. જ્યાં, જેટલી વિમુક્તિ રચાઈ ત્યાંના જીવન વ્યવહારમાં અંદરના જીવન વહિવટ તેટલા વિજ્ઞાનમય અને સ્વમાનવાળા, તથા, સંસ્કારી સભ્યતાવાળા બનવા માંડયા અને હરિફાઇ, શાણુ તથા, પરસ્પરની હિંસાનુ રૂપ પાછું હટવા માંડયું. આવા શાંતિમય રાહવાળા અસ્તિત્વના સ્વરૂપની સાથે સાથે જ મુડીવાદી બજારની જીવલેણુ હરીફાઇ પણ ચાલુ હતી જ. આવી હકીકતની સાથે સાથે જ જગતમાં બધા જમાનામાં માનવ માનવ વચ્ચેના જીવન વ્યવહારમાં દરેક રાષ્ટ્રમાં, અને રાષ્ટ્રોની અંદરના પરસ્પરના સબંધમાં શાંતિ મય અથવા સહકારમય સબંધ સ્થપાય અને યુદ્ધ નાબૂદ થાય તેવી ઇચ્છા, લાગણી, અને યાજના, ઇતિહાસમાં સંસ્કાર હિલચાલનાં આગેવાનેએ વ્યક્ત
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy