SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાણની રૂપરેખા વાદી ઘટનાનું અમેરિકન, અંગ્રેજી અને ફ્રેંચ સરકારનું રૂપ નવી નવી યુદ્ધ તરકીબો ઉભી કરે છે, નવનવાં યુદ્ધ જુથની રચના કરે છે તથા વિમુક્તિની હિલચાલને રેકી રાખવા આક્રમણના નવા નવા કિસ્સાઓ પેદા કરે છે ત્યારે સંસ્કૃતિની વિશ્વ રચના કંપી ઉઠતી પૂછે છે કે આ બધું આપણા જગતને કયાં લઈ જશે ? આપણા જગતપર સામ્રાજ્યવાદી નીતિની યુદ્ધ ઘટનાના પડછાયા ફરવા માંડ્યા છે. જે જગતમાં આ યુદ્ધ ઘટનાની આક્રમકનીતિ અંગ્રેજ-અમરિકી શાહીવાદ રચે છે તે જગત એ શાહીવાદી સરકાર ઉપરાંત, અંગ્રેજી અને અમેરિકન આમ પ્રજાનું પણ રહેઠાણ છે. એ જગત, એશિયા અને આફ્રિકાની વિમુક્તિના પાયગામવાળી વિરાટ એવી પ્રજાઓનું પણ સ્થાન છે. આ જગતની રચના, જગતજનતાએ પિતાના શ્રમવડે કરી છે, અને જગત જનતાના, સંસ્કાર સંતાનોએ તેની સંસ્કૃતિને ઘડી છે. આ જગતપરના યુરોપ ખંડપર અમેરિકન અને અંગ્રેજી શાહીવાદી સરકારે, લંડન નામના નગરને અણુયુદ્ધની ભૂમિકા બનાવવા માગે છે. આજ સુધી આ પાટનગરને દરિયાની રાણું બનેલી સામ્રાજ્યવાદી ઘટનાએ, જગતની ધનદોલતને લુંટી લાવીને તેને ઉદ્યોગવાદનું પાટનગર બનાવ્યું છે. આજે આ પાટનગરની ઈજજત જે સચવાય નહીં અને અણુયુદ્ધને રણથંભ જે ત્યાં રપાઈ જાય તે આ એક વખતના વિશ્વનગરનું રૂપ આવતી કાલે કેવું હશે? તેની કલ્પના જ કેવી બિહામણી છે ! આ વિશ્વનગર પરની ઇમારત ધરાશાયી બની હેય, આ નગરનાં નરનારીઓનાં શબ સૂસવતાં પડ્યાં હેય, આ અંગ્રેજી જનતાનું સંસ્કારધામ, બંદરગાહવાળા હાડપિંજરનું સ્મારક બનીને બોલતું હોય કે, “આ ધરતી પર પગ મૂકશો નહીં, અહીં મતનાં રેડીયે એકટીવ રજકણે ઉડે છે તે.' આપણાં જગતના એવાં તે અનેક પાટનગરે અને ગ્રામઘટકે પર સૈકાઓની સંસ્કૃતિનો નાશ કરનાર યુદ્ધનો અમલ થાય તે પહેલાં, વિશ્વ ઈતિહાસની પગદંડી પર જગત જનતાનો પ્રાણ, પુણ્ય પ્રકેપ બનીને જાગી ઉઠે જ જોઈએ અને સંહાર તથા યુદ્ધ જેની જીંદગીને ક્રમ છે તેવી સામ્રાજ્યવાદી ઘટનાનું શમન થવું જ જોઈએ. સામ્રાજ્યવાદ એટલે જ યુદ્ધ છે, તે બાબતની ખાત્રી, સામ્રાજ્યવાદે વિશ્વઈતિહાસના, પ્રાચીન સમયથી માંડીને તે આજની તારીખે થએલા, ઇજીપની નહેર પરના, અંગ્રેજી ફ્રેંચ આક્રમણના નગ્ન દેખાવની નોંધ લઈને આપી છે. સામ્રાજ્યવાદ અથવા શાહીવાદ જ યુદ્ધો, લડાઈઓ અને સંગ્રામનું જે એક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy