SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ વિઝવ ઈતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિવસંહાર! ૭૭૭ કિમિટરનું હતું. આઈસલેન્ડથી નેવેનું અંતર બારસો કિલોમિટરનું હતું. આઈસલેન્ડથી સ્કેટલેન્ડનું અંતર આઠ કિલોમિટરનું હતું. એવી આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ પરની અમેરિકી શાહીવાદની લશ્કરી રચનામાં જગત જીતી લેવાનાં સ્વપ્ન ગઠવાય. એ પિલર સ્ટ્રેટેજી પર અમરિકી શાહીવાદીઓની જગત છતવાની લાલસા ખડીપગી બનીને છવંગ દેવા ટાંપી રહી. અમેરિકાએ હમણાં જ પડાવેલા વેસ્ટને હેમિસ્ફિયરના એ પ્રદેશ પર એણે અઢળક કુદરતી સંપત્તિઓ અને ખાસ કરીને યુરેનિયમ દવા માંડ્યાં. કેનેડા, ન્યુફાઉન્ડલેન્ડ, લેડર તથા ગ્રીનલેન્ડ પર એનાં લશ્કરે ગોઠવાઈ ગયાં. અમેરિકી શાહીવાદની ઈજારાપદ્ધતિઓમાં મુખ્ય, વિલિયમ રાડેફ હસ્ટ નામના અબજોપતિની યોજના આકાર ધરી રહી. ૧૯૪૩ ના ડિસેમ્બરના ૩૧ મા દિવસે જ એણે ન્યુયોર્ક જરનલમાં એ જનાને નકશે પ્રગટ કર્યો હતો. એ નકશા પર દ્રુમેનને શાહીવાદી ઉઠાવી ન્યુયોર્ક - ચુંકીંગ, સીટલન્ટો, ડીટ્રેઈટ-સ્કે, ફેરબેંકસ- મુરમાસ્ક અને સીટલ-લંડન વચ્ચે આક્રમણ બ્હાને આલેખાયું હતું. આખી દુનિયા પર ઉતરી પડવાના લશ્કરી વ્યુહને છેડે અમરિકી શાહીવાદી પાટનગર શિંગટનથી શરૂ થશે અને પાછો ન્યુયાર્ક અને બેટવુડ થઈને શિંગટન પહોંચે. અમેરિકી શાહીવાદનો આ વાયુરસ્ત હતા. એ રસ્તાના પટ્ટામાં લંડન, કેરે, બસરા, મુંબઈ, કલકત્તા, ચુંકીંગ, ફેરબેંકસ, એડમન્ટન નગરો પરોવાઈ ગયાં હતાં. આ ભૂહ રચના તે કેવળ રક્ષણાત્મક છે' એમ ૧૯૪૭ના જાન્યુઆરીના તેરમા દિવસે મીઆમીમાં મેજર-જનરલ કેની બોલ્યો. એણે કહ્યું કે અમારા પર ભવિષ્યમાં યુરોપ-એશિયાટિક પ્રદેશ પરથી ઉત્તરધ્રુવને રસ્તે આક્રમણ થાય તેમ હોવાથી અત્યારથી અમારે..!” પણ આપના અમરિકી દેશ અને ઉત્તરધ્રુવના પ્રદેશો વચ્ચે તે માટે વિશાળ કેનેડા નામનો આખો દેશ પડે છે?” એવા સવાલના જવાબમાં પરખાઈ પડતે અમેરિકી શાહીવાદ પિતાના શાહીવાદી આક્રમણના ઉસ્તાદ આગેવાન વોલ્ટર લીપમેનના શબ્દમાં ફરી વાર બોલી ઊઠયો, કે, ગ્રીનલેન્ડથી બ્રાઝીલ સુધી અને અલાસ્કાથી ફીલીપાઈન્સ સુધીની અમારી લાઈનદેરી છે. કેનેડાના પ્રદેશ પર ત્રણ હજાર માઈલ સુધીની અમારી સામાન્ય સરહદ આ અમારી લાઈનદોરીના મધ્યમાં દોડે છે. અલાસ્કાને ઉચ્ચ પ્રદેશ કેનેડામાંથી દેડે છે. આખા યુરોપ એશિયા પરના વાયુમાર્ગે કેનેડા પરથી ઉડે છે. એ રીતે કેનેડા પરને વાયુસત્તાનો કાબૂ અમેરિકાને કેનેડા સાથે સૌથી વધારે નિકટ રીતે જોડી દે છે.”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy