________________
૫૭૮
વિવ ઈતિહાસની રૂપરેખા ત્યારે સોવિયેટ રશિયાએ ફ્રાન્સ અને ઝેકેસ્લેવેકિયાની સરકારને તેમની સાથે પોતાને થયેલા કરારની યાદ આપી. એ કરાર એ હતો કે કેર્લોવાકિયા પર કે ફ્રાન્સ પર જે આક્રમણ થાય તે સોવિયેટ રશિયાએ તેની મદદે આવવું. ટેલિનની સરકારે જાહેરાત કરીને કહ્યું કે નાઝી જર્મની કેસ્લેવેકિયા પર આક્રમણ કરે તો પોતે પિતાની બધી તાકાત સાથે કાર્લોવેકિયાની મદદે આવવા તૈયાર છે. પરંતુ ફ્રાન્સે મેલી મુરાદ રાખીને રશિયા સાથે આ કરાર પાળવાને ઈન્કાર કર્યો. આ યાદગાર જાહેરાતની બ્રિટન અને ફાસે અવગણના કરી તથા સેવિયટ રશિયાની દરખાસ્તને અસ્વીકાર કરવાનું દબાણ તેમણે કે
સ્લોવેકિયા પર પણ આપ્યું. આ રીતે કે લેવાકીયાએ પણ સોવિયેટ રશિયાની દરખાસ્તને અસ્વીકાર કર્યો. પછી ચાર સત્તાઓની એક પરિષદ ઈ. સ. ૧૯૩૮ ના સપ્ટેમ્બરની ૩૦ મીએ મળી. આ પરિષદમાં જર્મનીના હિટલરે બ્રિટનના ચુંબરલઈને ફ્રાન્સના દલાદીયરે અને ઈટાલિના મુસોલીનિએ યુરોપની શાંતિ જાળવવાની ખાનગી મસલત કરી. આ મસલતમાં એમ નક્કિ થયું કે યુરોપની શાંતિ માટે સેવિયેટ રશિયાના સંબંધને જતા કરવા તથા સ્લેવેકિયા પર થઈને હિટલરના યુદ્ધ યંત્રને પસાર થવા દેવાં. વિશ્વશાંતિને ભંગ થઈ ચુક
હવે આ પગલાથી કેસ્લેવેકીયાની જ નહીં પણ આખા વિશ્વની શાંતિને ભંગ થઈ ચૂક્યો. હિટલરનું આવું શરમજનક પગલું ફાસિવાદની ખુશી ખુશામત કરનારા યુરોપના શાહીવાદે સ્વીકારી લીધું. વિશ્વશાંતિના હવે કડા થવા માંડ્યા આ ટુકડા નીચે કેસ્લોવેકિયાનો પ્રદેશ પતન પામવાને હતું અને વિશ્વયુધ્ધનાં યંત્ર એના શબ પર થઈને પસાર થવાનાં હતાં. ઈસ. ૧૯૩૮ ના અકટોબરના ત્રીજા દિવસે કેલૈવાકિયા નામનો યુરોપના પૂર્વ દરવાજાને દેશ હિટલરના આક્રમણ નીચે પતન પામ્યો. આ આક્રમણ હિટલરે જાહેર કરેલી શાંતિ જના પ્રમાણે થયું હતું. અંદરથી જ પતન પામેલા આ રાષ્ટ્ર પર હિટલરનાં નાઝી લશ્કરની રણગાડીઓ ગોઠવાઈ ગઈ, અને આ લોકશાહીનો પ્રમુખ બેનિસ દેશવટે પામીને જીવતા રહેવા માટે લંડનમાં આવી પહોંચ્યો. આ લંડન નામનું નગર ખુશી ખુશામતના રાજકારણનું શરમદુ બનેલું રાજનગર હતું. આ પાટનગરમાં જ એબિસિનિયા નામના પતન પામેલા દેશમાંથી હેઈલ સેલાણી નામને શહેનશાહ, તથા ઓસ્ટ્રિયામાંથી પતન પામેલે સુનિંગ, જીવતા રહેવા માટે આવી પહોંચ્યા હતા. હવે આ બે જણની સોબતમાં બેનિસ નામનો ઝેકેલ્લે વેકિયાને પ્રમુખ ઉમેરાતે હતા.