SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ ५७७ પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ ઈટાલી સાથે મિત્રાચારીના કરાર કર્યા. આ બીના ઈ. સ. ૧૯૩૮ના એપ્રીલની ૨૦ મી તારીખે બની. આ દરમિયાન હિટલરે ઓસ્ટ્રિયાના સરમુખત્યાર ડૉક્સનું ખૂન કરાવીને એ પ્રદેશને ફાસવાદી જેમની સાથે ભેળવી દીધું હતું. આ બધું જાણે એક પલકારામાં બની ગયું અને બ્રિટનની સરકારે ખુશી ખુશામતના બીજા પગલા તરીકે હિટલરના આ પગલાને પણ સ્વીકાર કરી લીધે. જર્મનીનો લડાયક બૃહ હવે એક કદમ આગળ વધવાની તૈયારી કરવા લાગ્યો. ઓસ્ટ્રિયાને ગળી ગયા પછી એણે ઝે વાકિયા પર ઠંડું યુદ્ધ શરૂ કરી દીધું. બ્રિટન અને ફ્રાન્સે વિશ્વશાંતિની આગેવાની લઈને વર્સેલ્સના કરારના પાયા તરીકે શાંતિ માટે, કેસ્લોવેકિયાની યુરેપના પૂર્વ દરવાજાની ચાવી રૂપ, રચના કરી હતી. તેમણે તેને અનેક અભય વચન પણ આપ્યાં હતાં. આજે લીગ ઓફ નેશન્સ અને વર્સેસ કરારના મડા પર એડી દઈને ઉભેલે જર્મનીને યુદ્ધખોર સરમુખત્યાર ઝેકોસ્લોવેકિયાના બેનીસ નામના પ્રમુખની આગેવાની નીચે, શાંતિમાં જીવતા લેકશાહીના માળા પર તરાપ મારવા તૈયાર થયા હતા તથા એ મહાનુભાવ પ્રમુખની લેકશાહી પર આક્રમણ કરવાની ભાષા બોલતો હતો. હિટલરે જાહેર કર્યું કે કે કે વેકિયા પર થઈને જ હું સોવિયેટ રશિયા પર ચઢવા માગું છું. પછી પેલી ખુશી ખુશામત કરનારી અપરાધી ટોળકીએ આ યુદ્ધના દેખાવ પર આંખ મીંચી દીધી. ઝેકોસ્લોવેકિયાની સરહદ પરજ રૂસ દેશની સરહદ લાગુ થતી હતી. ત્યારે રશિયાએ પિતાના પરદેશમંત્રી લીટવીનકે લીગ ઓફ નેશન્સમાં રજુ કરેલી વિશ્વશાંતીની અભંગતાની વાત શાહીવાદી યુરોપને યાદ દેવડાવી. વિશ્વશાંતિની એકતા અને અભંગતા રૂસ દેશની સરકારે વિશ્વશાંતિની પરદેશનીતિ સ્ટેલિનની આગેવાની નીચે ધારણ કરી હતી. એ પરદેશનીતિને રાહ વિશ્વશાંતિની અખંડતા અને અભંગતા હતા. રશિયાના પ્રદેશમંત્રી લીટવીને કે લીગ ઓફ નેશન્સની બેઠકમાં આ પરદેશ નીતિ અનેકવાર સમજાવી હતી. વિશ્વશાંતિનું એ રાજકારણ એવું હતું કે જગતની શાંતિ એક અને અભંગ છે અને અભંગ રહેવી જોઈએ પણ જો તેનો નાશ દુનિયામાં કોઈપણ ઠેકાણે કરવામાં આવશે તે આખા વિશ્વની શાંતિનો. નાશ થઈ જશે. હિટલર અને મુનિએ વિશ્વશાંતિની અખંડતાને તેડવાને આરંભ કયારેય કરી દીધો હતો. ફાસિવાદે એ રીતે વિશ્વયુદ્ધને રાહ ધારણ કરી દીધો હતો. ચીન, ઓસ્ટ્રિયા, એબિસિનિયા અને પેઈનની શાંતિનું પતન થઈ ચૂકયું હતું. યુદ્ધનો વ્યવહારજ, જેનું રાજકારણ હતું તે સિવાદનું આક્રમણ હવે ઝેસ્લોવેકિયા પર આક્રમણ કરતું હતું. ૭૩
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy