________________
પહલા વિશ્વયુદ્ધ પછીનું વિમરૂપ વીને સૌથી પહેલાં આંધી નીચે અટવાઈ પડેલી શાહીવાદી અર્થ ઘટનાની મૂછ ટાળવા માટેનાં ઈંજસને આપવા માંડ્યા. એણે બેંકીંગ પ્રથાને શાહીવાદી તંત્રમાંથી છોડાવીને લોકશાહીના સરકારી તંત્ર નીચે મૂકી દેવાનું ઓપરેશન કરવાની હિંમત બતાવી નહીં, પણ હિરણ્ય ઘટનાના મહાન દેવળને તૂટી જતું અટકાવવા માટે, ટેકાઓથી ટકાવી રાખીને શાહીવાદી અર્થ તંત્રના તંત્ર વાહકોને, ત્યાં પાછા ગાદી પર બેસાડી દીધા. આમ કરતી વેળા એણે એ તંત્ર વાહકોના અધિકારો ઓછા કરી નાખ્યા. પછી એણે કથળી ચૂકેલા આ અર્થ તંત્રમાં રાહત, દુરસ્તી અને સુધારાને કાર્યક્રમ શરૂ કર્યો.
આંધીમાં પટકાઈ પડેલ આ મહાન દેશ, આ ઉપચાર વડે બેઠો થયો અને શ્વાસભર બને. આખા અમેરિકન તંત્રમાં એણે અનેક સુધારાઓને અમલ શરૂ કર્યો. શાહીવાદી અર્થધટનાની આ સૂવર્ણભૂમિ સુધારાઓના ટેકાઓ પર પાછી પગભર બનીને ઊભી. ત્યારે ઈ. સ. ની ૧૯૩૭ મી સાલ આવી પહોંચી હતી. અમેરિકન ન્યુડીલ અને વિશ્વયુદ્ધની આંધી
સૌ કોઈ અમેરિકાના મહાનુભાવ એવા રુઝવેલ્ટ નામના પ્રમુખ તરફ જઈ રહ્યા. અમેરિકાએ પિતાની શાહીવાદી ઘટનામાં જ, એ ઘટના પર આવી પડેલી આર્થિક આંધીને ન્યુડીલ રચીને પાછી હટાવી હતી. આ ન્યુડીલની રચના જે શાહીવાદી અર્થ ઘટનાની આંધીને નિવારી શકે તે પછી તેજ ન્યુડીલ, શાહી વાદી આંધી જેવા યુદ્ધની રચનાને પણ નિવારી કેમ ન શકે તેવું સૌને લાગ્યું. જેવી રીતે શાહીવાદી જગતમાં એટલે ખાસ કરીને યુરોપ અને અમેરિકાની આર્થિક આંધી નામની કટોકટી, સામ્રાજ્યવાદી એવી મુડીવાદી ઘટનાના આક્રમણખોર શોષક સ્વરૂપમાંથી જ જન્મી હતી તે જ પ્રમાણે, પહેલા વિશ્વયુદ્ધને વિત્યે હજુ દોઢ દશકે પણ ગમે નહેતે ત્યાં તે, યુરોપના સામ્રાજ્યવાદી કાચ લામાંથીજ જર્મની, ઈટાલી, અને જાપાનની ધરતી પરની, એ શાહીવાદી ઘટના બીજા વિશ્વયુદ્ધની આંધીને જન્માવતી દેખાતી હતી. યુદ્ધની આ મહા આફતની સંહારક અધી માનવ જાત પર ઉતરી પડે તેને નિવારવા માટે અમેરિકાની ન્યુડીલનું રાજકારણ શું ઉપાય કરવા માગતું હતું? પ્રમુખ રૂઝવેલ્ટ પાસે એને શે ઉપાય હતે? પ્રમુખ રૂઝવેલ્ટ ન્યુડીલનું નવું રાજકારણ અથવા પરદેશનીતિ કેવી જાતની રચવા માગતું હતું ? યુદ્ધને ટાળવાની કે “ન્યુડીલ” અમેરિકા પાસે હતી નહીં.
અમેરિકાની પરદેશનીતિ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી કેચલામાં જ જીવતી હોવાથી યુદ્ધની આક્રમણખોરી ઘટનાને અટકાવવાની તાકાત, હિંમત