________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
Ο
યુરેાપનાં આ બધાં રાષ્ટ્રો જ્યારે જગતને ગુલામ બનાવીને તેના પર પેાતાનું સામ્રાજ્ય બનાવવા નીકળી પડયાં હતાં ત્યારે માનવજાતના ઇતિહાસમાં યુરેાપની માનવતાના કયા સવાલ મુખ્ય હતા ? યુરોપની માનવજાતને ઈતિહાસની દ્રષ્ટિએ જે સવાલ સંભવી શકે તે સવાલ તા, યુરેાપના માનવાના ઉત્કષ'ના, તેમની આબાદીને, અને સુખશાંતિના સવાલ જ હાઇ શકે. ઉદ્યોગ કે ઉદ્યાગવાદ પણ આવી સંસ્કૃતિની દૃષ્ટિએ જ યુરોપની માનવજાતને સમૃદ્ અને સુખી બનાવવા માટે જ સૌથી મોટા લેખી શકાય. વિજ્ઞાને અને ઉદ્યાગે આપેલી પુષ્કળતાથી યુરેાપની માનવતાની સેવા કરીને જગતના માનવસમુ— દાયાના ઉધ્ધાર માટે યુરોપખંડ પોતાના વિજ્ઞાન અને ઉદ્યોગનુ વિતરણ કરે તેજ ખાખત અગત્યની લેખી શકાય. પરંતુ ત્યારના યુરોપખંડના જીવનમાં અને જીવનના રાજબરેાજના વહિવટમાં જેની આગેવાની હતી તે શાહીવાદ પાસે આ દ્રષ્ટિ હતી જ નહિ. જીવનના કમઠાણુને સમૃધ્ધ અને સુખી સજવાના સવાલને પડતા મૂકીને આખા જગતને પરાધીન બનાવીને તેને શિકાર કરવા માટે એણે દાડવા માંડ્યું હતું. આ જાતના શાહીવાદના જીવનના ઉદભવમાં આખા જગતને પોતાનું ગુલામ બનાવવા, યુરોપની સામ્રાજ્યવાદી હકુમત નીકળી ચૂકી હતી. સામ્રાજ્યવાદની આ ઘટનામાં અંગ્રેજી સામ્રજ્યવાદ કે કોઈપણું સામ્રાજ્યવાદ કે શાહીવાદની રચનાનું સ્વરૂપ આખા યુરોપમાં એકજ જાતનું હતું. આ સ્વરૂપનું મુખ્ય લક્ષણ આરંભમાં આર્થિક દરમ્યાનગીરીનું રહેતું. હિંદમાં આર્થિક દરમ્યાનગીરી મારફત ઉપખ’ડ જેવા આ મહાન દેશને પોતાના સામ્રા જ્યમાં અંગ્રેજી આક્રમણે પરાવી દીધા હતા. આફ્રિકા અને ચીન તરફ પશુ એણે પેાતાની ઝડપની અણી લખાવવા માંડી હતી. સીધી કે આડકતરી રીતે પેાતાની વાણિજ્ય નીતિના અર્થકારણને એ નવા પ્રદેશામાં દાખલ કરીને આ શાહીવાદી સ્વરૂપ તે પ્રદેશા પર પેાતાની લાગવગના ધેરી સંચાર મારફત અને છેવટે સીધા યુદ્ધના સંચાર મારફત તે પ્રદેશાને પરાધીન બનાવતું હતું. આ
આ પરાધીનતા નામનું સ્વરૂપ કાતરી કાઢવા માટે તે તે પ્રદેશા પર શાહીવાદી દરમ્યાનગીરી પેાતાના ખાસ અધિકારે। માગતી હતી તથા તે અધિકારીને આક્રમણ વડે પડાવતી હતી.
સામ્રાજ્યવાદની આક્રમક પેઢીઆ
સામ્રાજ્યવાદ અથવા શાહીવાદનું સ્વરૂપ, દરમ્યાનગીરી અને આક્રમક યુદ્દો વડે પોતાના પગ જમાવીને પરાયા પ્રદેશા પર બળજબરીથી માંડેલી વેપારી પેઢી જેવું, અન્યું. યુરેાપની શાહીવાદી પ્રથાએની સત્તાએનાં ત્યારનાં મુખ્ય મથકા
૫૦૬