________________
૪૩૪
વિકવ ઈતિહાસની રૂપરેખા
માર્ક આવી પહોંચે. આ બીસમાર્કને મન પ્રશિયન સ્ટેટ એટલે પ્રશિયન શહેનશાહત હતી. આ ઉપરાંત કોઈ પ્રજા કે લેકે જેવી ચીજનું કાઈ સ્વતંત્ર અસ્તિત્વ જ એ સ્વીકારતો નહોતો. એણે જર્મનીને મહાન જર્મની ઘડવાની આરંભેલી લડાઈમાં ઉદારમતવાદીઓને તે હરાવી દીધા હતા પરંતુ પ્રશિયામાં ઓસ્ટ્રીયાને ભેળવી દેવાનું કાર્ય ચર્ચાથી પડે તેવું નહોતું એટલે રાજકારણના હથિયાર ધારણ કરેલા સ્વરૂપ તરીકે એણે પ્રશિયન લશ્કરને વિશાળ બનાવી દીધું અને બીજી બાજુથી એણે જર્મન દેશને મહાન અને સંયુક્ત બનાવવાને દેશભક્તિથી તરવરતે પ્રચાર આરંભી દીધો. બીસ્માર્કનું મહાન જરમની :
બીસ્માર્ટે મહાન જર્મનીની રચના કરવાનું કામ ઊત્તરના જન પ્રતિ પર ચઢાઈ કરીને આરંભી દીધું. આ જર્મન પ્રાંતે, મધ્ય યુગથી ડેનમાર્કની હકુમત નીચે હતા. આ ઉત્તર જર્મનીના પ્રાંતને મુક્ત કરવાની ચઢાઈએકલું પ્રશિયા કરે તે ઠીક નહી લાગવાથી કોન્ફીડેશનનું પ્રમુખ ઓસ્ટ્રિયા પણ પ્રશિયાના સાયમાં જોડાયું. ડેનીશ હકુમતી સરહદ ઓળંગાઈ અને ડેનીશ લશ્કરે પાછાં હયાં. એમ પહેલું પગલું લેવાયું અને બીસ્માર્ટ બીજે કદમ તરત જ ઊઠાવ્યો. આ બીજો કદમ ઉત્તર પ્રાતોની હકુમતની વહેંચણીને હતું. આ પ્રતિ, ઓસ્ટિયા અને પ્રાશયાએ બન્નેએ સાથે જીત્યા હતા. એટલે આ લુંટની વહે ચણી કરવામાં બિસ્માર્ક ઓસ્ટ્રિયા સાથે કચ્છઓ ઉભું કરીને મહાન જરમની રચવાનું બીજું પગલું ભર્યું. આ બીજા પગલામાં ઓસ્ટ્રિયા ભરાઈ પડ્યું. બીસ્મા બેહેમીયા પર ચઢાઈ કરી અને છ અઠવાડિયામાં ઓસ્ટિયન લશ્કર સંહાર પામીને પાછા હટયાં. હવે વિએના નગર પર કૂચ કરવાનો માર્ગ ખૂલ્લે થઈ ગયું. પછી બીસ્માર્ટ વિનાનગર પર ચઢવાને બદલે ઓસ્ટ્રિયાની હેપ્સબર્ગ શહેનશાહતને સલાહની શરત મેકલી કે, જર્મને રાજ્યની કેનફીડરેશનનું પ્રમુખપદ તેણે ત્યાગ કરવું.
પછી બીસ્માર્કે તરત જ ત્રીજે કદમ ઉપાશે. જે જરમન રાજ્યએ એસ્ટ્રયાને પક્ષ લીધે હવે તેને એણે ખાલસા કરી નાખીને પ્રશિયામાં પરવી દીધાં અને ઉત્તર જર્મન મહારાજ્યના મંડળની રચના પ્રશિયાની હકુમત નીચે કરી.
ઓસ્ટ્રીયાની આગેવાનીવાળું જુનું જર્મન કોનફીડેશન આ રીતે અંત પામ્યું અને જવાબદાર રાજતંત્ર અને લેકશાહીને પણ નાશ થયા.
એસ્ટ્રીયાની મેટરનીકની ક્રાંતિ વિરોધી આગેવાનીની સાથે જ બીસ્માર્ટ મહાન જરમનીની રચના કરવાની સામ્રાજ્યવાદી આગેવાની પણ લઈ લીધી. બીસ્માર્ક જર્મન એક્તાનું અથવા પ્રશિયાની રાહબરી નીચે મહાન જરમની ઘડવાનું કામ લશ્કરી ઝડપથી શરૂ કર્યું. તે ઝડપને જોતાં યુરોપનાં રાજે તાજૂબ થયાં અને ભયભૂત બની ગયાં.