SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપના રાજકીય ઉત્થાનની ફ્રેંચ ક્રાન્તિ ૪૧૩ સુધીમાં રજવાડાશાહી જીવનપ્રથા સામેના વિરાધ તથા તે સામેની નાનીમોટી હિલચાલ શરૂ થઇ ગયા છતાં પણ યુરોપમાં અધિકાર અને હકૂમતની લગામા રાજાએ અને રાજન્યાના જ હાથમાં હતી. માલના ઉત્પાદનનું સ્વરૂપ તથા તેની વહેંચણીનું રૂપ પણુ રજવાડી અધિકારવાળું હતું. ઠાકારો અને ઉમરાવાની સત્તા જોકે રાજાએના હાથમાં આવીને નિયત્રિત ખની ગઇ હતી છતાં પણ ઠાકારો અને ઉમરાવેા અ ગુલામ જેવા કિસાન સમુદાયા પર લાદેલા અસંખ્ય વેરાઓ ઉપર જ અમનચમન કરતા હતા. આ ઉપરાંત સ્વતંત્ર ધંધા અને રાજગારા ઉપર પણ અનેક કશ લદાયેલા હતા. રજવાડાશાહીના મુખ્ય સ્તંભ જેવી ધર્માંની ઘટના પણ આખા યુરોપ ઉપર મોટી જમીનદારી પ્રથા બની ચૂકી હતી, તથા જમીન પર જીવતા લાકસમુદાયે પર અનેક લાગાએ તેણે નાખ્યા હતા. આ રજવાડી પ્રથાના શિખર પર યુરોપના સર્વ સત્તાધિકારી મહારાજા આરૂઢ થયા હતા અને આ ઘટનાના પાયામાં કચડાઇ મરતા લોકસમુદાય જમીનના ગુલામ હતા. આ ધટનાના વિનાશ તેને પાયાથી માથા સુધી બદલી નાખી શકાય તે જ થઇ શકે. આ પલટા અથવા સર્વાંગી ફેરફાર જમીન પરના ગુલામ અનેલા સમુદાયેાની અર્ધું ગુલામીને નાબૂદ કરવાથી જ થઇ શકે. આ ગુલામીતે નાબૂદ કરવા માટે જમીન પરના લાકસમુદાયે પરના અન્યાયી કર અને લાગાઓને કાયદો કરીને નાબૂદ કરવા જોઇએ, તથા તેમના પર થયેલા અસહ્ય કરજોની નાબૂદી કરવી જોઇએ. આ બધું સર્વાંગી રીતે ફ્રેંચ ક્રાંતિએ ઇ. સ. ૧૭૯૧નું નવું રાજ્યબંધારણ ઘડીને કરવા માંડયું. સમાજ વિહવટની આવી કાયા પલટ કરવા માટે તેણે રજવાડાશાહીની ન્યાયની અસમાન પ્રથાને નાબૂદ કરવા માટે નવું ન્યાયખાતું દાખલ કરવા માંડયું. આ નવા ન્યાયખાતામાં તમામ ન્યાયાધિશા, નિમાયેલા નં પરંતુ લોકાથી ચૂંટાયેલા આવે તેવું નક્કી થયું. આ નવા બંધારણે લશ્કરી વ્યવસ્થા પણ નવેસરથી રચવા માંડી. આ વ્યવસ્થામાં સૈનિકા અને સરદારોએ ફ્રેંચ પ્રજાને વફાદાર રહેવાના સોગંદ લીધા. આ નવા રાજબંધારણે દેવળની અને ઠાકેારાની તમામ જાગીરાને ગરીબ ખેડૂતામાં વહેંચવા માંડી, તથા તેણે આખા ફ્રાન્સની ભૂમિ પર “કારવી ” અથવા વેની પ્રથાના તમામ પ્રકારાને નાબૂદ કરવા માટેના વહિવટ શરૂ કર્યાં. આવા સુધારાઓને અમલ કરવા ક્રાંતિની આરંભની વહિવટી સંસ્થાએ કામે લાગી ગઇ, પરન્તુ ક્રાન્તિની લગામ જેના હાથમાં હતી તેવી વાણિજય અથવા મુડીવાદી આગેવાની ક્રાંતિના સર્વાંગી ફેરફારને બદલે ધીમે ધીમે સુધારા કરવા માગતી હતી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy