________________
૪૧૨
વિકવ ઈતિહાસની રૂપરેખા નામદાર મેશ્વેર નેપોલિયન બોનાપાર્ટ જાતે પધાર્યા છે. મેં તેમને મારા દિવાનખાનામાં બિરજાવ્યા છે. આપને, તમને મળવા જ પધાર્યા છે. સાક્ષાત પોતે પધાયો છે. મને શી ખબર કે તમે આવડા મહાન હશે ?”
“શું?-કણ કણ કેટલું મહાન છે તે સમજ્યા વિના એ તાકી રહ્યો.
સાંભળ્યું નહિ, આટલું કહ્યું તેય ! નામદાર નેપોલિયન બોનાપાર્ટ શ્રીમાન મે ર, ટૉમ પિઈનની મુલાકાતે.. આપની મુલાકાતે...નેપોલીયન પિતે પધાર્યા છે” બેલતી બાઈએ, પેલા અકિંચનને હાથ પકડીને ખેંઓ.
પછી પેલા વૃદ્ધને નેપોલિયન કહેવા લાગે,..“આપણું ક્રાન્તિ હજુ ચાલુ છે... આપણે એ હિલચાલને ઈગ્લેંડ પર લઈ જવી છે, જે આપને સાથ હોય તે તેને, મારે આખા યુરેપ પર પાથરવી છે.'
કેવી રીતે? ફ્રાન્સના દિકરાઓનું લશ્કર બનાવીને?' “આપણું લશ્કર યુરેપભરમાં અજોડ છે.' “આક્રમણથી તે અજોડ નહિ રહે.” ટોમ વચમાં બોલ્ય. કેમ?' બોનાપાર્ટ બરાશે.
કંચ કાન્તિ શાહીવાદનાં લશ્કરે બનીને અંગ્રેજ જનતાને ગુલામ બનાવવા જે પળે ખાડી કૂદી જશે, તે જ પળે...એ આક્રમણખોર, ડાકુ અને ધાડપાડુઓનાં લશ્કરે બન્યાં હશે અને ત્યારે તેમના ટુકડા કરી નાખવા લડવા નીકળનાર અંગ્રેજી જનતાના દ્ધાઓ મહાન બન્યા હશે.” ટોમ પેઈનને અવાજ આખા ખંડમાં ઊભરાયો. જગત જીતવાના કડવાળ બોનાપાર્ટ એક પળવાર કચડાય. બીજી પળે એણે બૂમ પાડીઃ “તમારું, “એજ ઓફ રીઝન’ મેં આજ સુધી મારા ઓશીકા નીચે રાખ્યું હતું.'
પણ વાંચ્યું નહિ હોય...” ટમને અવાજ મક્કમ બે. “હવે હું તેને સળગાવી મૂકીશ.’ બોનાપાર્ટ સળગી ઊઠયો.
* અંગ્રેજી અને અમેરિકી શાહીવાદી સરકારોએ તે તેને કયારનું સળગાવવા માંડ્યું છે.' ટોમપેઈન બેલ્યા. અને પછી બોનાપાર્ટ ધરતીને કચડાતે હોય તેમ ઉગ્ર પગલાં મૂકતે પસાર થઈ ગયો. ત્યારે પેલે અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધને પિતા અને ફ્રેંચ ક્રાન્તિના જુવાળ પરની અનેક યાતનાઓ પામી ચૂકેલે વિશ્વ ઈતિહાસનો મહાનદ્ધ નિરાશ બનીને દેખી રહ્યો. કંચ ક્રાંતિના મૂળભૂત મુદ્દાઓ
આ ફેંચ ક્રાંતિના મૂભભૂત મુદ્દાઓ શા હતા? સૌથી પ્રથમ તે એણે રજવાડાશાહી જીવન પ્રથાના અંતની રચના કરી. યુરેપન જગતમાં આજ