________________
ઉસ્થાનયુગનું પાત્રાલેખન
ભારતના, ચીન, ફ્રાન્સના, પેઈનના, અને રશિયાના વ્યાપારી રાજાઓ અથવા વાણિજ્યના રાજકુમારેએ આ આનંદનગરીને પોતાની રાજનગરી બનાવી હતી. આ નગરીનું રૂપ મઢવા, દેશદેશથી વારાંગનાઓ અહીં આવીને વિહરતી હતી. દેશદેશના મસાલા અને ખાણું પીણાં આ ધરતીના પાણીમાં કોઈ અવનવી વાનગી બનતાં હતાં. લહેજતની બધી લીલાઓ અહીં લલિત રૂપ ધરેલી, આ નગરના દર્પણ જેવા દેહમાં અખંડ યૌવન ધારણ કરતી હતી.
વ્યાપારી જમાનાનું સૌથી નકકરૂપ અડીના જીવનના વ્યવહારમાં જ્યાં જુઓ ત્યાં હરતું ફરતું હતું. અહીંનું કેથેડ્રલ પણ દુનિયાદારીની પૂજાનું રોનકદાર દેવળ બની ગયું હતું. આ દેવળની વેપારી અદાલત વ્યાપારી દાંડી પર જ નજર રાખીને, ગમે તેવા આદર્શને જીવતો સળગાવી મૂકવાની અદલ ઇન્સાફની
ઈન–વિઝિશન” બની ચૂકી હતી. આ નૂતન યુગના નવા રૂપમાં રંગરાગ અને ખાણીપીણાંના રેનિંદા આસ્વાદને આરેગવા, શરીરના જ જિવતરનાં ઝાકઝમાળ દેવ-દેવીઓ, હવે વ્યાપારી માનનાં રૂપધરીને, ઈટાલીના પગરખાની ટોચ પર રત્નજડિત રૂપથી મઢાઈને મહેકી ઊઠયાં હતાં.
ગાર એજ જેની સૌરભ હની અને શૃંગાર એજ જેનું આત્મરૂપ હતું તેવા યુગને અવતાર, રૂપથી, નર્યા રૂપ દેખાવનાં ચિત્રો મઢવા, ડેરથી આવેલે ટિ િ,બેલીનીની ચિત્રશાળામાં મચી પડ્યો હતો. રંગને એ રસિ હતે. રેખાએ એના હાથમાં રમ્યા કરતી હતી. વીનસનાં એને સ્વપ્ન આવતાં હતાં. કામ દેવતા એના દિલમાંથી અવનવાં રૂપ સજીને ક્રોડા કરતે એના ફલા જીવત બન્યા હતા. લલિત થઈને કુદરત લચી ઊઠતી હતી. શક્તિના ઓઘ ઊછળતા આ કલાકાર દાનવને કલાકાર ગુરૂ કહેતું હતું, “તું હવે મેડન અને સંતોના પણ થોડાંક ચિત્ર દોરે તે સારું થાય !”
સવમાંજ બધી સુગંધના સ્વાદને જેને અનુભવ થવા માંડ્યા હતા તેવા આ જુવાન, ટિઝિયાને એ અથવા ટિશિયને બેલીની સાથે કજિયે કર્યો. ગિયરગિયેની નામના એક ભાઈબંધ એ, બધી બાબતમાં ગઠિયે હતું. આ બંને ગઠિયા, બેલીનીની ચિત્રશાળાને પડકારતા ચાલી નીકળ્યા અને એમણે પહેલી જ રાતમાં વેનીસના રંગરાગમાં આળોટીને ગજવામાં જે કંઈ હતું તે ખરચી નાખ્યું.
બને ળાઈબંધેએ પિતાને ધંધે પણ શરૂ કરી દીધે. ગ્રાન્ડકેનાલ પરનાં ભવનમાં એમણે એક ખંડ ભાડે લઈ લીધું અને પછી, પેનાસનાં આનંદ ઘરમાં બધી લાજ મૂકીને વિહરવા માંડ્યું. જ્યાં ને ત્યાં સુવર્ણ અને સુગંધમાં ડૂબીને આ બન્નેએ અનેક શરીરની અનેક રેખાઓને ચીતરવા માંડી.