SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ વિવઈતિહાસનો ઉત્થાન યુગ ૩૪૧ હતી. ઉલ્યાનયુગમાં આવાં સ્ત્રીપુરૂષો પોનાના જ્ઞાન અને સંસ્કારની યથાશક્તિ અંજલી દીધા કરતાં હતો. જર્મનીના એક નગરમાં ઝોન-ગુટેનબર્ગે લખાણની નકલે કરવાની એક નવી રીત શોધી કાઢી હતી. જૂના “વુડકટને અભ્યાસ કરીને એણે સીસાના અક્ષરે બનાવ્યા હતા. આ અક્ષરોને એણે ઉત્થાનયુગને ભેટ ધર્યા હતા. ત્યાર પછી વેનિસમાં, પેરિસમાં, આન્ટવર્ષમાં અને બ્રસેલ્સમાં પુસ્તક છપાવા માંડયાં હતાં. આ શેધ પછી જે જે લેકે કંઈ કહેવા માગતા હતા તેમને શ્રવણ કરનાર હવે આખી દુનિયા બની હતી. વિદ્યાની પ્રાપ્તિ કરવાને અમુક અને ખાસ લકાના અધિકારને એથી અંત આવી જતો હતો. આ શોધ વડે માનવજાતને અજ્ઞાન રાખવાનું કારણ લય પામી ગયું હતું. આ શેપને લીધે એરિસ્ટોટલ પ્લેટ, વરછલ હોરેસ, અને લીની જેવા મહાનભાવની સોબત કરવા માટે જુજ કિંમત ખરચવી પડે તેવું બન્યું હતું. છાપેલા શબ્દ જાણે માનવજાતને કહ્યું કે “ સૌની સોબત કરવા માટે હવે સૌ સમાન છે.” વિશ્વ વિશાળ બન્યું સિત્તેર સંકાઓ ઉપર નાઈલની ખીણમાં કે સિંધુના કિનારા પર જ્યારે ઈતિહાસનું પહેલું પ્રકરણ લખાયું ત્યારે ખોબામાં માય એટલું જ નાનું સરખું જગત હતું. તૈગ્રીસ અને યુતી સ નામની નદીઓવાળા મેસેપટેમિયા નામના પ્રદેશ સુધી જ આ જગત લંબાયેલું હતું. પછી આ જુના જગતમાં ક્રીટ, ગ્રીસ અને રોમ ઉમેરાયાં. જમીનની વચ્ચે સમુદ્ર અથવા ભૂમધ્ય સમુદ્ર આ જગતના વેપારનું, કલાનું વિજ્ઞાનનું ચિંતનનું અને વિદ્યાનું ધામ હતું. આ સમુદ્રની આસપાસ એ જગતનાં નગર વસ્યાં હતાં. પછી સોળમા સૈકામાં એટલાંટીક સમુદ્ર તરફ પશ્ચિમની દિશામાં જગત મોટું બનવા માડ્યું હતું. આમ મોટા બનતા જગતમાં જહાજે પણ મેટાં બન્યાં, અને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy