SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ 3२३ વારસોને, શહેનશાહતના સર્વ અધિકાર સુપ્રત કર્યા છે તથા આ શહેનશાહતમાં ઈટાલી અને રેમનો પણ સમાવેશ થઈ જતો હોવાથી, તેના પર પણ આખરી અધિકાર પિતાની શહેનશાહતને છે. પણ પછી બીજી ફ્રઝેડમાં બારબારોસા એશિયા માઈનરના એક સરોવરમાં ડૂબી ગયા અને એણે શરૂ કરેલા સંગ્રામને એના દિકરા ફ્રેડરીક બીજાએ ચાલુ રાખે. પોપે આ ક્રેડરીક બીજા સામે પણ ધર્મ અપરાધના આરોપ હેઠળ બહિષ્કાર જાહેર કર્યો. ફેડરીકે વિગ્રહ ચાલુ રાખ્યું પણ પછી ધીમે ધીમે ઈશ્વરી અધિકારવાળા બંને દુશ્મને ઠંડા પડતા દેખાયા. આ બધા સમય દરમ્યાન આ વિગ્રહને દાણે પાણું દેનાર નાનાનાના વ્યાપારીઓ ઇટાલીનાં નગરોમાં નવું વાણિજ્ય અને નવાં ઘરબાર વસાવતા હતા. ન ઉગતે આ વ્યાપારી સમાજ જમીન ખેડતાં અર્ધ ગુલામ કિસાને ભેગો પિતાના હક્ક અને અધિકારને ખ્યાલ પણ કરતે હતે. ઇસાઈ ધર્મની ઘટનાની સમાલોચના ઈસાઈ ધર્મસંસ્થાનું સ્વરૂપ હવે મધ્યયુગના સમયમાં પહોંચી ચૂકયું હતું. મીડીવલ પ્રીશ્રાનીટી”નું આ સ્વરૂપ ચર્ચની અથવા ઈસાઈ દેવળની રાજકીય હકૂમત બનીને રેમમાં બેઠું હતું. ઈસાઈ શહેનશાહત પિતાના પાટનગરમાંથી ધર્મની રાજાશાહીને ફેલાવવા માંગતી હતી. આ રાજકીય હકૂમતની સામે યુરોપને રજવાડાઓ પોતાની હકૂમત ધારણ કરવા માંડયા હતા. ઈસાઈ શહેનશાહતની હકૂમત સામે એક બીજું પરિબળ ઉભું થતું હતું. આ પરિબળ સામાન્ય લેકેનું નવું ધાર્મિકભાન હતું. આ નવું ભાન રાજકિય હકૂમતવાળી ધર્મસંસ્થાના કાયદાને નહિ પણ ઈસુના પિતાના જીવનના કાનુનને માન આપતું હતું. જર્મન રાજકિય હકૂમત સામે લડાઈમાં ઉતરી ચૂકેલી રેમન ધર્મશાહીએ પિતાની આધ્યાત્મિક દેવાળીયા નીતિ પૂરવાર કરી હતી તથા રોમની અંદરની ધર્મની ગાદી પલ અને પિટરની ભાવનાથી વિરક્ત બની ચૂકી હતી તે પણ દેખાઈ ગયું હતું. ઈગ્લેંડના રાજવહિવટ સાથે પણ મન ચર્ચના ધર્મ રાજવહિવટને કછ શરૂ થઈ ગયું હતું. એડવર્ડ ૧લાએ પોતાના રાજ્યમાના તમામ ધર્મગુરુઓને કર નહી ભરવાના કારણસર ગેરકાયદેસર જાહેર કર્યા હતા તથા શહેનશાહ પિપને જણાવી દીધું હતું કે ધર્મસંસ્થાના કેઈ પણ ખાસ અધિકારોની ઘેલછા ઇંગ્લેંડની પાર્લામેન્ટ સાંખી રહેશે નહીં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy