SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. વિકવ ઈતિહાસની રૂપરેખા છતાં ઈટાલી પર આવી પહોંચેલા ટયૂટન અને જર્મનાં આ આક્રમણરૂપ, ધસી આવતાં પહેલાં ઈસ્વીસનના આરંભથી જ પાંચ વર્ષ સુધી ગરીબને છાજે તેવી રીતે આ ધસારો કરનારાં માનો વેપાર પણ કરતાં હતાં. ઈટાલી સાથે વેપાર કરનારાં આ ગરીબ અને અકિંચને અંગત નીતિમાં ગ્રીક અને રેમનોથી પણ ચઢિયાતાં હતાં. છતાં તેઓને કુર બનાવી દેનાર અને આક્રમક બનાવનાર તે લુખો અને ભૂખે તેમને જીવનસંગ હતું. તેઓ કર બનતાં હતા પરંતુ આખા જગતના માનવ સમુદાયો પર જેવી અને જેટલી ક્રૂરતા રોમનેએ તેમના પર રાજ્ય કરતાં બતાવી હતી તેના કરતાં આ જંગલીઓની ક્રુરતા લાખમાં ભાગ કરતાં પણ ઓછી હતી. પ્રાચીન જગતના પૂર્વ પ્રદેશમાં પણ એક સમયે આવો જ ઇતિહાસ ખેલાવા માંડ્યો હતો. સુમેરીઅને પર અકડીઅોનું, અકડનાં રાજ્યપર બેબિલેનીયનેનું, અને બેબીલેનપર એસીરીયનેનું તથા તે પહેલાં, સિંધુનાં નગરો પર તથા ઈરાનપર આર્યજાતિઓનું, અને પછીથી એસીરીયને પર ચાલડી અનનું અને છેવટે ચાલડીઅન પર ઈરાનીનું, આક્રમણ ઈતિહાસને ક્રૂરતાભરેલે ક્રમ બન્યો હતો. ઈતિહાસના જ ક્રમમાં હવે રોમન સામ્રાજ્યને વારે પણ આવી પહોંચ્યો. એના પશ્ચિમવિભાગપર જરમન જાતિઓએ મધ્યયરેપ અને પૂર્વ યુરોપમાંથી આક્રમણ આરંભ્યાં અને જીવનવહિવટનો સ્વતંત્ર વસવાટ શરૂ કર્યો. ઈ. સ. ૪૭૬માં એડાઆસર નામના જર્મન સેનાપતિએ પશ્ચિમરામન સામ્રાજ્યમાંથી રમન શહેનશાહતને ઉખેડી નાખી અને પિતે “પેટ્રીશીઅન”ને ઇલ્કાબ ધારણ કરીને ઈટાલીનું જુદું રાજ્ય સ્થાપીને શાસક બન્યા. રામન પશ્ચિમ સામ્રાજ્ય આ રીતે અંત પામ્યું પણ પૂર્વ સામ્રાજ્યમાં કોનસ્ટેન્ટિનેપલની મનશહેનશાહત જીવતી રહી. રેમન શહેનશાહતનું પૂર્વ સામ્રાજ્ય પરનું આ જીવતર બળી ગએલા તેલ પછી સળગ્યા કરતી, વાટ જેવું એક હજાર વરસ સુધી ચાલ્યા કર્યું. કોનસ્ટેન્ટિનોપલ, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનું વેપારી મથક બન્યું. કનસ્ટેન્ટિનેપલમાં ગ્રીક સંસ્કૃતિને સાચવી રાખવામાં આવી. પછી ઈ. સ. ૧૪૫૩ માં ઈસ્લામના વિજ્ય ઝંડા નીચે તુકે લેકે એ, આ રેમન શહેનશાહતના, પૂર્વસામ્રાજ્યના પાટનગરને જીતી લીધું, અને મરવાના આળસથી જીવતું રહેલું રોમન સામ્રાજ્ય સંપૂર્ણ અંત પામી ગયું. કોણ હતા આ તુર્કી ? આ તુર્કે ઈસ્લામને નૂતન સંસ્કાર અંગીકાર કરીને, ઈસ્લામને સંસ્કારધ્વજ, ફરકાવતા, યુરોપને જીતવા નીકળેલી ઇસ્લામી સંસ્કૃતિના સ્વરૂપવાળા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy