SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ રમત જગતને ઉપસંહાર અને યુરોપને જન્મ ૩૦૧ ઉત્તર દિશામાંથી જરમન જૂથના આક્રમણ નીચે પશ્ચિમ વિભાગમાં આવી પડયું. પશ્ચિમી સામ્રાજ્યપર આક્રમણે બર્બરરૂપ ધારણ કરીને ગામો અને કલ્લાઓ તારાજ કરવા માંડ્યા. આ સમયે જ્યારે મન શહેનશાહી અંદરના સડાઓને લીધે હચમચી ઉઠી હતી ત્યારે બહારનાં આ આક્રમણોએ એના પશ્ચિમ વિભાગને પકડી લીધે. પશ્ચિમના સામ્રાજ્યની આ હાલતમાં હવે શહેનશાહતનું ખોખું પણ ત્યાં ટકી રહી શકે તેમ હતું નહિ. એટલે એ શહેનશાહતે રાખવા માંડેલાં ભાડૂતી લશ્કરમાં એક હિરલી નામના સરદારે જ ઈટાલીમાં બેઠેલી પશ્ચિમ વિભાગની મન સામ્રાજ્યની શહેનશાહતને ગાદી પરથી હાંકી કાઢી. ઈતિહાસે ઈ. સ. ૪૭૬ ની સાલમાં રોમન શહેનશાહતના કાયદેસરના નાશ તરીકેના આ બનાવની નોંધ કરી. - શહેનશાહતના વિનાશનાં પરિબળો તરીકે શહેનશાહતને પિતાને જીવન વહિવટ જ હતું. આ વહિવટનાં કારણે અને પરિણામે બનેલાં કારણે એ શહેનશાહતને નાશ કર્યો. આવાં કારણોના એક કારણ તરીકે જંગલીઓ અથવા “બાર્ગેરિઅને”ના ઈટાલી પર આવેલાં આક્રમણને પણ ગણવામાં આવે છે. વિચુલા, ડાન્યુબ અને રાહઈને નદીથી વિંટળાયેલા યુરોપના હૃદય પરથી જીવનનાં અજંપાનું રૂપ ધર્યું હોય તેવી ભાનની ટોળીઓ વેગ ધરીને ઈટાલીની ભૂમિ પર ધસી આવી. આ ટેળીઓમાંથી જ આજના યુરેપના માનવરૂપે બન્યાં છે. આ ટોળીઓનાં નામ ઈસ્વીસનના ત્રીજા સૈકામાં થુરીજીઅને, બર્ગનડીઅને, એંગલે, સેકસને, ક્રીસ્તઅને, વાન્ડાલે, લેખાડે, અને ફ્રેક વગેરે હતાં. ભૂખ્યા અને કુદરતને ખોળે વિહરતા આ ગરીબ માનવ સમુદાયમાં જન્મપ્રમાણ વધતું જ જતું હતું અને ઈટાલીઅન પ્રદેશ પર જીવનના સાજ અને સાધનસામગ્રીઓ વિપૂલ બન્યા કરતાં હતાં. આ વિપૂલતા અને વૈભવથી થોડે દૂર ભટકતી મધ્ય યુરેપની ભૂખી અને સુકી માનવતા, ઈટાલી પર દોડધામ કરતી આવી પહોંચી. એનું કારણ એ પણ હતું કે રેમન શહેનશાહતની ભૂમિ પર પહોંચતાં હવે તેમને રેકે તેવી બધી મજબૂત ચેકીઓ તૂટી ગઈ હતી. આ માનવ સમુદાય, ને ગ્રીકોએ અને રેમને “બાબેરિઅને ” કહ્યાં છે. એક સમયે ચિનાબ અને રાવની સંસ્કૃતિએ પણ ભૂખ્યા માનના કર ધસારાને જંગલી આર્યોના ધસારા કહ્યા હતા. આક્રમણના રૂપમાં ધસી આવતા આવા માનવ સમુદાયના ધસારાના વેગ ભૂખનો આવેગ અને આવેશની ગતિ પ્રમાણે નક્કી થતા હોય છે. આ માનને ઈતિહાસે જેમ અંગ્રેજીમાં “બાર્બેરિયન” કહ્યું તેમ સંસ્કૃતમાં આવા ધસારાઓ ને પ્રાચીન સમયમાં બર્બરેના ધસારા કહ્યા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy