SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વિશ્વ ઇતિહાસની રૂપરેખા ગ્રીક સંસ્થાન હતું ત્યારનું પૂર્વ પ્રદેશા પર નજર રાખતું આ મથક એઝન્ટી યમના નામથી ઓળખાતું હતું. કોનસ્ટેનટાઇને પતન પામવા માંડેલા રામ નગરમાંથી ખસી જઈ તે રામન શહેનશાહતની રાજધાની ઈ. સ. ૩૨૪ ની સાલથી આ પ્રેઝન્ટોયમના મથકમાં બનાવી. રામન પાટનગર જેવું ઇટાલીમાં હતું તેવું જ આ નવું પાટનગર પૂર્વના પ્રદેશમાં અગત્યના અને પૂર્વ પશ્ચિમની દુનિયાને સાંકળતા આ મેસક્સના પ્રદેશ પર બંધાયું. કાનસ્ટેનટાઇને આ નગરનું નામ પોતાના નામ સાથે જોડીને કાકસ્ટેન્ટિનેપલ પાડ્યું. એ જ સાલમાં એણે રામન શહેનશાહતનેા તાજ ધારણ કર્યો. જૂના સમયનું આ ગ્રીક હકુમત નીચેનું પ્રેઝન્ટીયમ નગર યુરોપ અને એશિયા નચ્ચે ઉભુ હતું તથા એના નવા રૂપના ધડતરમાં, કાનસ્ટેનટાઈને અનેક જીનાં નગરાનાં શિલ્પને તથા પ્રતિમાઓને અહીં એકઠાં કરીને આ નગરને શણગાર્યું. રામન શહેનશાહત આ રીતે એ ટુકડામાં વહેંચાઈ ગઈ તથા પૂના ટુકડા કાનસ્ટેનટાઈનની સુધારાની હિલચાલ નીચે પગભર બનીને, પૂના પ્રદેશની સંસ્કૃતિનાં મૂલ્યાને એકઠાં કરવા માંડયા. નવી રાજનીતીના નવેા ઇસાઈ ધર્મ કાનસ્ટેન્ટિનોપલમાંથી કાનસ્ટાઈ ને નવી રાજનીતિ શરૂ કરી. આ નવી રાજનીતિનું રૂપ પૂના સિમાડાના પ્રદેશરના નવા મથકમાંથી પૂની હતી તેવી શહેનશાહતાની રાજકીય ઢબ ધારણ કરવાની હતી. પૂર્વની શહેનશાહતાના જેવા જ દૃખખા પૂર્વક રાજદંડ ધારણ કરીને, શહેનશાહની મૂર્તિનું રૂપ ધારણ કરીને એણે નવું એટલે પૂર્વના જેવું શહેનશાહતનું જ સર્વાધિકારી શાસન શરૂ કર્યું. પરન્તુ આ રાજનીતિનું પૂર્વનું ધર્મરૂપતા મૂર્તિપૂજક હતું ! એણે આ બાબતમાં થાડાક ફેરફાર કર્યો. એણે ત્રણસેા વરસના આજના વિનમ્ર અને સ્થિતિસ્થાપક બનવા માંડેલા ઇસાઇ ધર્મને ધારણ કરવાનું નક્કી કર્યું તથા પૂર્વના મૂર્તિપૂજક ધમને દૂરથી સલામ ભરવાનું પણુ ચાલુ રાખ્યું. ઇસાઈધર્મને અંગીકાર કરવાના એના નિર્ણય બિલકુલ રાજકીય હતા. આજસુધી ઈસાઈ ધર્મગુરૂઓના એણે કસ કાઢી જોયા હતા. આ બધા ધર્મોગુરૂએ એને રાજકીય રીતે મદદ કરવા તૈયાર હતા. હવે એણે વધારે વ્યવસ્થિત રીતે આ ધરૂપને અંગીકાર કરીને પોતે ધાર્મિક બની જવાને બદલે ધમતે રાજકીય પૂરા વહન કરનારૂં સાધન બનાવવાના કાર્યક્રમ શરૂ કર્યાં. એણે ઈસાઈ ધર્મના અંગીકાર કરીને સત્તા માટે અંદર અંદર ટકરાતી ધર્મગુરૂઓની જમાતનાં સમેલન ભરવા માંડયાં. તેમની કાઉનસીલાની ખેડકા એણે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy